
ડ્રગ્ઝ કેસઃ દીપિકા પાદુકોણ મુંબઈ પહોંચી, શનિવારે NCB સામે હાજર થશે, રકુલની પૂછપરછ આજે
મુંબઈઃ બૉલિવુડ ડ્રગ્ઝ કનેક્શન કેસમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ સિહિત ઘણા મોટા નામોનો ખુલાસો થયો છે. ડ્રગ્ઝ કેસમાં નામ સામે આવ્યા બાદ દીપિકા પાદુકોણને એનસીબીએ સમન મોકલીને 26 સપ્ટેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. ગોવામાં ફિલ્મનુ શૂટિંગ કરી રહેલ દીપિકા પાદુકોણ પોતાના પતિ રણવીર સિંહ સાથે મુંબઈ પહોંચી. શનિવારે એનસીબી તેની પૂછપરછ કરશે.
ડ્રગ્ઝ કેસમાં સમન જારી થથયા બાદ દીપિકા પાદુકોણ ગોવાથી મુંબઈ પહોંચી ગઈ છે. દીપિકા સાથે તેના પતિ રણવીર સિંહ પણ છે. કડક સુરક્ષા વચ્ચે બંને એરપોર્ટથી પોતાના ઘર માટે રવાના થઈ ગયા. દીપિકા પાદુકોણના ઘરની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્ઝ કનેક્શનની તપાસ કરી રહેલ એનસીબીના હાથે અમુક વૉટ્સએપ ચેટ લાગી ત્યારબાદ બૉલિવુડ દ્વારા ટૉપ સેલેબ્ઝના નામ ડ્રગ્ઝ કેસમાં શામેલ થઈ ગયા.
દીપિકા પાદુકોણનુ નામ જયા સાહાની મેનેજર કરિશ્માની વૉટ્સએપ દ્વારા સામે આવ્યુ જેમાં તે તેને ડ્રગ્ઝની માંગ કરી રહી હતી. દીપિકાનુ નામ ડ્રગ્ઝ કેસમાં આવવાથી ફેન્સ શૉક થઈ ગયા. વળી, એનસીબીના સમન મળ્યા બાદ દીપિકા પાદુકોણ ઘણી ટેન્શનમાં આવી ગઈ છે. તે સતત પોતાના વકીલો અને લીગલ એક્સપર્ટસ સાથે વાત કરી રહી છે. આ કેસમાં દીપિકા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વળી, આ કેસમાં આજે એનસીબી રકુલ પ્રીત સિંહની પૂછપરછ કરશે. એનસીબીના સમન મળ્યા બાદ તેણે આજે એનસીબીના કાર્યાલયમાં હાજર થવાનુ છે. જ્યાં ડ્રગ્ઝ કેસમાં એનસીબી તેને સવાલ કરશે. તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીએ રકુલ પ્રીત, સારા અલી ખાનનુ નામ લીધુ છે.
કંપનીઓ માટે મોટી રાહત, સરકારે દેવાળિયા કાનૂનમાં 3 મહિનાની રાહત આપી