Video: ટૉક શોમાં કરીનાની પ્રશંસા કરતા ભૂલથી આલિયાએ ગાળ દઈ દીધી

રવિવારથી મુંબઈમાં શરૂ થયેલા જિયો મામી મૂવી મેલા વિથ સ્ટારમાં આલિયાએ કંઈક એવુ કહી દીધુ, જેનાથી તે સમાચારમાં છવાઈ ગઈ છે.

રવિવારથી મુંબઈમાં શરૂ થયેલા જિયો મામી મૂવી મેલા વિથ સ્ટારમાં આલિયાએ કંઈક એવુ કહી દીધુ, જેનાથી તે સમાચારમાં છવાઈ ગઈ છે. અહીં બોલિવુડના તમામ સ્ટાર ટૉક શો માટે પહોંચી રહ્યા છે. આ દરમિયાન કરીના કપૂર ખાન અને આલિયા ભટ્ટે પણ ટૉક શોમાં ભાગ લીધો. જેનુ સંચાલન જાણીતા ફિલ્મ નિર્દેશક અને પ્રોડ્યુસર કરણ જોહર કરી રહ્યા હતા.

ભૂલથી તેના મોઢામાંથી ગાળ નીકળી

ભૂલથી તેના મોઢામાંથી ગાળ નીકળી

ટૉક શો દરમિયાન કરણ આલિયાને કરીને વિશે સવાલ પૂછે છે. જેના જવાબમાં કરીનાને પોતાની પ્રેરણા માનતી આલિયા વિશે ઘણી વાતો કહે છે. તે કરીના વિશે ઘણી વાતો કહે છે, ત્યારે ભૂલથી તેના મોઢામાંથી ગાળ નીકળી જાય છે. ત્યારબાદ તરત જ જ્યારે આલિયાને પોતાની ભૂલનો અહેસાસ થાય છે તો તે પોતાનુ મોઢુ છૂપાવી લે છે.

કરીના કપૂર ચોંકી ગઈ

ત્યાં હાજર કરીના કપૂર પણ એ વખતે આલિયાના મોઢામાંથી ગાળ સાંભળીને ચોંકી જાય છે. ત્યારબાદ ત્યાંનો માહોલ એકદમ અલગ થઈ જાય છે. દર્શક બૂમો પાડવાનુ શરૂ કરી દે છે. કરણ જોહરને પણ એ વખતે કંઈ સમજમાં નથી આવતુ અને તે ફરીથી કરીનાને સવાલ પૂછે છે, ત્યારે કરીના કહે છે ક આલિયાએ ગાળ આપી છે. ત્યારે કરણ આલિયાને આ ભૂલ પર કહે છે, ‘મે તારી આવી જ પરવરિશ કરી છે.' ત્યારે ત્યાં હાજર બધા લોકો ફરીથી હસવા લાગે છે.

આલિયા અને રણબીર વિશે

આલિયા અને રણબીર વિશે

આ કાર્યક્રમમાં કરીનાને જ્યારે આલિયાને ભાભી બનાવવાનો સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે તે દુનિયાની સૌથી નસીબદાર છોકરી હશે. કરણ જોહરે વાતચીત દરમિયાન આલિયા અને રણબીર વિશે કરીનાને આ સવાલ કર્યા હતા. જો કે કરીનાએ જવાબ બાદ આલિયાને કહ્યુ કે તેણે ઈમાનદારીથી હજુ આના વિશે વિચાર્યુ નથી. તેણે કહ્યુ કે તે હાલમાં આના વિશે વિચારવા પણ નથી ઈચ્છતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X