For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાંઘાઈ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે ઈગા

|
Google Oneindia Gujarati News

ચેન્નઈ, 15 મે : દિગ્દર્શક એસ એસ રાજામૌલીની સફળતમ તેલુગુ ફિલ્મ ઈગા 16મા શાંઘાઈ ઇંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવશે. ફિલ્મની પસંદગી પૅનોરમા શ્રેણીમાં કરાઈ છે. આ અગાઉ ઈગા કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ રજૂ થઈ ચુકી છે. ઈગા હિન્દીમાં મખ્ખી ટાઇટલ સાથે આવી હતી.

eega

શાંઘાઈ ફિલ્મ ફેસ્ટિવલ 15થી 23 જૂન સુધી યોજાશે. રાજામૌલીએ ટ્વિટર પર જણાવ્યું - આજે સવારે અમને ફિલ્મ ફેસ્ટિવલમાં શામેલ થવાનું અધિકૃત આમંત્રણ મળ્યું. ઈગાને શાંઘાઈ ઇંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની પૅનોરમા શ્રેણી હેઠળ રજુઆત માટે પસંદ કરાઈ છે. રાજામૌલી આ આમંત્રણને સિનેમાના નવા બજારમાં પગલું મૂકવાની શરુઆત ગણે છે. ફિલ્મમાં નૈની, કિચ્ચા સુદીપ તથા સામંથા રથ પ્રભુએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મ એક માણસ દ્વારા પોતાની હત્યા બાદ માખી તરીકે પુનર્જન્મ લેવાની વાર્તા છે.

ઈગા ફિલ્મ હિન્દીમાં મખ્ખી તથા તામિળમાં નાન ઈ નામે રિલીઝ થઈ હતી. બૉક્સ ઑફિસે શાનદાર સફળતા હાસલ કરવા ઉપરાંત ફિલ્મ બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી પણ સન્માનિત કરાઈ ચુકી છે.

English summary
After Cannes, S.S Rajamouli's highly successful Telugu revenge-drama "Eega" has been selected to feature in the panorama section of upcoming 16th Shanghai International Film Festival.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X