Ego બડી ચીઝ હૈ : ક્યારેય સ્ક્રીન શૅર ન કરી શકે આ સેલિબ્રિટીઓ

મુંબઈ, 10 જૂન : બૉલીવુડ હોય કે હૉલીવુડ કે પછી નાના પડદો... દરેક સ્થળે કામ કરતાં કલાકારો વચ્ચે અહમનો પ્રશ્ન ઊભો થતો જ રહે છે. બે સ્ટાર્સ કે બે કલાકારો વચ્ચે અમુક સમયે અંટસ એટલી હદે વણસી જાય છે કે તેઓ કોઈ પણ પ્રોજેક્ટ કે ફિલ્મમાં એક સાથે કામ કરતાં નથી. ભલે પછી તેમના કૅરિયરને નુકસાન થતું હોય.

જ્યાં સુધી વાત બૉલીવુડની છે, તો અહીં પણ અનેક એવા સ્ટાર્સ છે કે જેઓ કદાચ એક-બીજા સાથે અગાઉ ભલે સ્ક્રીન શૅર કરતાં દેખાયાં હોય, પરંતુ હાલમાં જે પરિસ્થિતિ કે જે મુદ્દા તેમની વચ્ચે છે, તેના પગલે તેઓ નજીકના ભવિષ્યમાં કદાચ ક્યારેય આપને સ્ક્રીન ઉપર એક સાથે જોવા નહીં મળે.

અંટસ ધરાવતી જોડીઓમાં આપણે કેટલાંકના નામ તો તાજેતરની ચર્ચાઓ ઉપરથી જ ગણી શકાય. તેમાં સલમાન ખાન અને રણબીર કપૂર એવી જોડી છે કે કદાચ નિકટ ભવિષ્યમાં ક્યારેય પડદા ઉપર સાથે નહીં દેખાય. કારણ સ્પષ્ટ છે કૅટરીના કૈફ કે જેઓ અગાઉ સલમાનના ગર્લ ફ્રેન્ડ હતાં અને આજે રણબીર કપૂર સાથે ડેટિંગ કરી રહ્યાં છે. તેવી જ રીતે શાહરુખ ખાન અને અજય દેવગણ પણ એવી જોડીમાં જોડી શકાય, કારણ કે ગત વર્ષે બંને વચ્ચે જબ તક હૈ જાન તેમજ સન ઑફ સરદાર ફિલ્મોની રિલીઝ એક સાથ થવા અંગે અદાવત ઉભી થઈ હતી.

આવો તસવીરો સાથે જાણીએ એવી જોડીઓ વિશે :

ઐશ્વર્યા-કૅટરીના

ઐશ્વર્યા-કૅટરીના

ઐશ્વર્યા રાય અને કૅટરીના કૈફ સાથે કામ નહીં કરવાના અનેક કાંટા છે. પહેલું કારણ તો એ છે કે બંને મોટા સ્ટાર્સ છે અને બીજું કારણ સલમાન ખાન છે. બંને સલમાનના પ્રેમિકા રહી ચુક્યાં છે. સલમાન ખાન પણ ઐશ-કૅટને સાથે કામ કરવા અંગે પ્રતિકૂળતા પેદા કરે છે.

સોનમ-દીપિકા

સોનમ-દીપિકા

એક સમયે સોનમ કપૂર તેમજ દીપિકા પાદુકોણે મિત્રો હતાં, પરંતુ હાલમાં એક-બીજાનું સામે જોતાં પણ નથી. બંને વચ્ચે અહમનો પ્રશ્ન ઊભો છે. તેથી જ આ બંને મોટા સ્ટાર્સ કદાચ ક્યારેય સાથે સ્ક્રીન શૅર નહીં કરે.

 સોનમ-ઐશ્વર્યા

સોનમ-ઐશ્વર્યા

સોનમ કપૂર તથા ઐશ્વર્યા રાય વચ્ચે વૉર ત્યારે શરૂ થઈ કે જ્યારે એક જાહેર સમારંભમાં સોનમે ઐશને આંટી કહી બોલાવ્યાં. આ બંને ભાગ્યે જ આપને સ્ક્રીન ઉપર સાથે જોવા મળી શકશે.

ઇમરાન-રણબીર

ઇમરાન-રણબીર

ઇમરાન ખાન અને રણબીર કપૂરે બૉલીવુડ કૅરિયર લગભગ સાથે જ શરૂ કર્યું અને બંને વચ્ચે જોરદાર સ્પર્ધાએ તેમના માટે સાથે કામ કરવાનું મુશ્કેલ બનાવી દીધું છે.

પ્રિયંકા-સૈફ

પ્રિયંકા-સૈફ

પ્રિયંકા ચોપરા તથા સૈફ અલી ખાન ક્યારેય સાથે પડદા ઉપર નહીં દેખાય અને તેના માટે આપણએ કરીના કપૂરનો આભાર માનવો રહ્યો કે જેઓ કદાચ સૈફને આવી મંજૂરી નથી આપતાં.

કરીના-બિપાશા

કરીના-બિપાશા

કરીના કપૂર અને બિપાશા બાસુ વચ્ચે અજનબી ફિલ્મ દરમિયાન વિવાદ ઊભો થયો હતો. તેમાં કોઈ આશ્ચર્ય ન થવો જોઇએ કે આ બંને સ્ટાર્સ ભવિષ્યમાં ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે કામ ન કરે.

પ્રિયંકા-સોનમ

પ્રિયંકા-સોનમ

સોનમ કપૂર અને પ્રિયંકા ચોપરા વચ્ચે તાજેતરમાં જ એક ઍવૉર્ડ સમારંભમાં તણખા ઝર્યા હતાં. ત્યારથી આ બંને એક-બીજાનું સામે પણ નથી જોતાં. ભુલી જાઓ કે બંને કોઈ ફિલ્મમાં સાથે દેખાઈ શકશે.

મલાઇકા-અમૃતા

મલાઇકા-અમૃતા

મલાઇકા અરોરા અને અમૃતા રાવ વચ્ચે એક ટીવી શો દરમિયાન ત્યારે વિવાદ થઈ ગયો કે જ્યારે મલાઇકાને વધુ લાઇમલાઇટ આપવામાં આવી. અમૃતા ત્યારથી જ મલાઇકા સામે નારાજ છે. તેથી બંને ઑનસ્ક્રીન સાથે દેખાય, તેવી શક્યતા નહીવત છે.

કરીના-શાહિદ

કરીના-શાહિદ

કરીના કપૂર અને શાહિદ કપૂર વચ્ચે એક સમયે અફૅર હતું, પરંતુ બંને વચ્ચે પછીથી બ્રેક-અપ થઈ ગયું અને કરીના હાલ સૈફના બેગમ છે. શાહિદ-કરીનાની છેલ્લી ફિલ્મ જબ વી મેટ હતી. કદાચ હવે બંને સાથે ક્યારેય નહીં આવે.

શાહરુખ-અજય

શાહરુખ-અજય

જબ તક હૈ જાન તથા સન ઑફ સરદાર ફિલ્મો એક સાથે રિલીઝ થવા અંગે થયેલા વિવાદના પગલે શાહરુખ ખાન અને અજય દેવગણ પણ કદાચ કોઈ ફિલ્મમાં સાથે કામ નહીં કરે.

અક્ષય-પ્રિયંકા

અક્ષય-પ્રિયંકા

અક્ષય કુમાર સાથે અફૅરની ચર્ચાઓ ચગડોળે ચડ્યા બાદ પ્રિયંકા ચોપરાએ તેમની સાથે ફિલ્મો કરવાનું બંધ કરી નાંખ્યું છે.

રવીના-અક્ષય

રવીના-અક્ષય

મોહરા જેવી હિટ ફિલ્મ આપનાર રવીના ટંડન અને અક્ષય કુમારની જોડી લગ્નના વિવાદમાં તુટી ગઈ. કહે છે કે બંનેએ ચુપચાપ લગ્ન કરી લીધા હતાં, પરંતુ પછી અક્ષયે રવીના સાથે દગો કર્યો અને ટ્વિંકલ ખન્ના સાથે પરણી ગયાં. તે પછી રવીનાએ પણ લગ્ન કરી લીધાં. આમ આ જોડી પણ ક્યારેય સ્ક્રીન ઉપર સાકાર નહીં થાય

રણબીર-સલમાન

રણબીર-સલમાન

રણબીર કપૂર અને સલમાન ખાન વચ્ચે શરુઆતમાં તો કોઈ વિવાદ નહોતું, પરંતુ તાજેતરમાં જ કૅટરીના કૈફ સાથે રણબીરની નિકટતાએ રણબીર-સલમાન વચ્ચે અનાયાસે અંતર પેદા કરી નાંખ્યો છે. કૅટ સલમાનના એક્સ ગર્લફ્રેન્ડ છે અને હાલ રણબીર સાથે ડેટિંગ કરી રહ્યાં છે. તેથી સલમાન અને રણબીર પણ પડદા ઉપર સાથે કામ કરતાં દેખાશે, એવી કોઈ શક્યતા નથી જણાતી.

સોનાક્ષી-રણબીર

સોનાક્ષી-રણબીર

દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાએ ભલે સલમાન ખાન બાદ અક્ષય કુમાર સાથે હિટ જોડી બનાવી, પણ તેઓ રણબીર કપૂર સાથે કદાચ ક્યારેય પડદા ઉપર નહીં દેખાય, કારણ કે રણબીરનું માનવું છે કે સોનાક્ષી તેમના કરતાં વધુ વયવાળા લાગે છે.

માધુરી-સોનમ

માધુરી-સોનમ

માધુરી દીક્ષિત અને સોનમ કપૂર વચ્ચે તો કોઈ મુકાબલો નથી, પરંતુ તાજેતરમાં જ માધુરીએ સોનમની હૉલીવુડ ફિલ્મ ફ્રેકી ફ્રાઇડેમાં સોનમના માતાનો રોલ કરવાનો ઇનકાર કરી દીધો છે. તેથી અંદાજો લગાવી શકાય કે સોનમનો ઈગો હર્ટ થયો હશે અને કદાચ તેથી જ સોનમ-માધુરી પણ ભવિષ્યમાં કોઈ ફિલ્મમાં સાથે નહીં દેખાય.

કૅટરીના-દીપિકા

કૅટરીના-દીપિકા

કૅટરીના કૈફ તેમજ દીપિકા પાદુકોણેના સાથે કામ નહીં કરવાનું કારણ રણબીર કપૂરને ગણી શકાય. રણબીર અને કૅટ હાલ ડેટિંગ કરી રહ્યાં છે. આ એ જ રણબીર છે કે જેઓ ક્યારેક દીપિકા સાથે ડેટિંગ કરતા હતાં. તેથી કૅટ-દીપિકા પણ સ્ક્રીન શૅર કરે, તેવી કોઈ શક્યતા નથી.

લારા-સુષ્મિતા

લારા-સુષ્મિતા

લારા દત્તા અને સુષ્મિતા સેન એક-બીજાને પસંદ નથી કરતાં. તેઓ વચ્ચે આ ગેરસમજણ ડૂ નોટ ડિસ્ટર્બ ફિલ્મ દરમિયાન ઊભી થઈ. આ બંને મિસ યુનિવર્સ વિજેતાઓ ક્યારેય સ્ક્રીન શૅર નહીં કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X