3 ઇડિયટનો રેકૉર્ડ ન તોડી શક્યો ટાઇગર
મુંબઈ, 24 સપ્ટેમ્બર : સલમાન ખાન આજકાલ ખોવાયેલાં-ખોવાયેલાં અને ચુપચાપ રહે છે. ન તો મીડિયા સાથે વધારે ઇન્ટરેક્ટ કરે છે અને ન વધારે બોલે છે. હવે તેમની આ ખામોશી તેમજ ઉદાસીનું કારણ શું છે. તે જાણવા માટે આપ જરૂર આતુર હશો.

હકીકતમાં સલમાન એટલા માટે ઉદાસ છે, કારણ કે તેમની સુપરહિટ ફિલ્મ એક થા ટાઇગર કમાણી તો જબર્દશ્ત કરવામાં સફળ રહી, પણ આમ છતાં તે આમિર ખાનની 3 ઇડિયટનો રેકૉર્ડ તોડવામાં નિષ્ફળ નીવડી.
જે દિવસે એક થા ટાઇગર રિલીઝ થઈ હતી, તે જ દિવસે આ ફિલ્મે બૉક્સ ઑફિસ ઉપર બીજી બધી ફિલ્મોના રેકૉર્ડ્સ તોડવા શરૂ કરી દીધા હતાં. બૉડીગાર્ડ, દબંગ, રેડી, રા.વન જેવી ઘણી ફિલ્મોના રેકૉર્ડ આ ફિલ્મે માત્ર બે અઠવાડિયામાં જ તોડી નાંખ્યા હતાં. રિલીઝ થવાના માત્ર પાંચ દિવસોમાં જ એક થા ટાઇગરે કુલ 100 કરોડનો બિઝનેસ કરી નાંખ્યો હતો અને તે પછી એમ પણ કયાસ લગાવવામાં આવ્યાં કે એક થા ટાઇગર સાથે સલમાન ખાન 300 કરોડ ક્લબમાં એન્ટ્રી પામી લેશે.
તે વખતે એમ પણ લાગ્યું કે ટુંકમાં જ એક થા ટાઇગર આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ કે જે અત્યાર સુધી 202 કરોડની કમાણી કર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે ને પાછળ મુકી દેશે. એક થા ટાઇગર રિલીઝ થયા બાદ ત્રણ અઠવાડિયા સુધી કોઈ સારી ફિલ્મ આવી નહિં અને તેથી જ ફિલ્મનો બિઝનેસ વધતો રહ્યો, પણ રાઝ 3, બર્ફી તેમજ હીરોઇન રિલીઝ થયા બાદ એક થા ટાઇગરનો બિઝનેસ ઘણો કુણો પડ્યો. સૌથી વધુ બર્ફી ફિલ્મે એક થા ટાઇગરના બિઝનેસને ઠંડો કર્યો.
બર્ફી ફિલ્મે એક થા ટાઇગર દ્વારા ઘણા સિનેમા હૉલ છીનવી લીધા તેમજ બર્ફી રિલીઝ થયાના એક અઠવાડિયા બાદ આખરે એક થા ટાઇગરનું કલેક્શન એકદમ ઠપ થઈ ગયું અને બૉક્સ ઑફિસે એક થા ટાઇગરની ટિકિટ બારી ઉપર ખામોશી છવાઈ ગઈ. બસ તેથી જ સલમાન ખાન આજકાલ થોડાંક નિરાશ છે, પણ કોઈ વાત નહિં. હજુ તેમની દબંગ 2 આવવાની બાકી છે. જોઇએ દબંગ સલમાન આમિરને પાછળ પાડી શકે છે કે નહિં.












Click it and Unblock the Notifications
