
વેબ સીરિઝના વિવાદિત સીન પર એકતા કપૂરે તોડ્યુ મૌન, 'મતલબ કે રેપ યોગ્ય છે'
પ્રોડ્યુસર એકતા કપૂર છેલ્લા કેટલાક દિવસોથી પોતાની વેબ સીરિઝ વિશે ચર્ચામાં છે. હવે તેણે એએલટી બાલાજીની આ વેબ સીરિઝ ટ્રિપલ એક્સ(XXX)ના વિવાદિત સીન વિશે માફી માંગવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આ વેબ સીરિઝના એક સીમ માટે એકતા કપૂર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ સીનમાં ભારતીય સૈનિકની પત્નીને તેના પતિની ગેરહાજરીમાં બીજા પુરુષ સાથે સંબંધ બનાવતી દર્શાવવામાં આવી છે.

'રેપ અને જાનથી મારવાની ધમકી મળી'
આ કેસમાં એકતા કપૂર અને તેની મા શોભા કપૂર સાે યુટ્યુબર અને બિગ બૉસના કન્ટેસ્ટન્ટ રહેલા હિંદુસ્તાની ભાઉ એટલે કે વિકાસ પાઠકે ફરિયાદ નોંધાવી હતી. એકતા કપૂરનુ કહેવુ છે કે આ ફરિયાદ બાદ તેને અને તેની માને રેપની ધમકી મળી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર જાનથી મારવાની ધમકી આપવામાં આવી રહી છે. એકતા કપૂરે કહ્યુ, 'આ વ્યક્તિ જે ખુદને બહુ મોટો દેશભક્ત સમજે છે, તે બહાર આવ્યા અને મારી મા અને મને ગાળો દીધી. અને હવે તેણે સોશિયલ મીડિયા પર મારે રેપ કરવાની ધમકી પણ આપી દીધી છે.'

'માફી માંગવી કોઈ મોટી વાત નથી'
એકતાએ આગળ કહ્યુ, 'હવે અહીં સેના કે પછી અશ્લીલ કન્ટેન્ટની વાત નથી થઈ રહી. અહીં હવે એક છોકરી, તેના દીકરા અને તેની 71 વર્ષની મા સાથે રેપની વાત થઈ રહી છે કારણકે અમે સેક્સ્યુઅલ કન્ટેન્ટ બનાવ્યુ છે. એનો અર્થ એ નહિ કે સેક્સ ખોટુ છે પરંતુ રેપ યોગ્ય છે.' આ સાથે જ એકતાએ કહ્યુ કે 'તેના માટે આ વિવાદિત સીન માટે માફી માંગવી કોઈ મોટી વાત નથી, એ સીન જે હવે આ શોમાંથી હટાવવામાં આવી ચૂક્યો છે પરંતુ આજે મે પોતાના માટે ઉભા રહેવા અને આ સાઈબર બુલિંગના ઉંડાણ સુધી જવાનો નિર્ણય કર્યો છે. આજે જો હું મારા માટે ઉભી ન રહી તો કાલે કોઈ બીજી યુવતીને બોલી શકે છે.'

'રેપની ધમકી આગળ નહિ ઝૂકીએ'
એકતા કપૂરે કહ્યુ, 'એ જમીન પર મારી નાક રગડાવવા ઈચ્છે છે? પરંતુ એને આમ કરવાનો કોઈ મોકો નહિ મળે.' તેણે આગળ કહ્યુ, 'એક વ્યક્તિ તરીકે હું અને એક સંગઠન તરીકે, આપણે ભારતીય સેનાનુ સમ્માન કરીએ થીએ. આપણી ભલાઈ અને સુરક્ષા માટે તેમનુ યોગદાન ઘણુ મોટુ છે. પરંતુ હા, જો કોઈ પણ સેનાના સહયોગી સંસ્થા તરફથી આવી માંગ આવશે, તો અમે કોઈ શરત વિના માફી માંગીશુ. પરંતુ અમે કોઈના પણ દ્વારા સાઈબર બુલિંગ અને રેપની ધમકી આગળ નહિ ઝૂકીએ.' તમને જણાવી દઈએ કે સીન હટાવવાની વાત શોભા ડેના વેબીનારમાં કહી છે.

હિંદુસ્તાની ભાઉએ વીડિયો શેર કર્યો
ઉલ્લેખનીય છે કે હિંદુસ્તાની ભાઉએ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર એકતા કપૂર અને તેની મા શોભા કપૂર સામે પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી. હિંદુસ્તાની ભાઉએ ખુદ આ વાતની માહિતી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક વીડિયો શેર કરીને આપી. વીડિયો સાથે તેમણે લખ્યુ હતુ કે એકતા કપૂર અને શોભા કપૂર સામે ફરિયાદ સેના અને રાષ્ટ્રીય ચિહ્નના અપમાન માટે કરવામાં આવી છે. આ અંગેની માહિતી તેમણે ફેસબુક લાઈવ દ્વારા પણ આપી છે. આ અંગેનો સંબંધિત વીડિયો તે ફેસબુક પર પણ શેર કરે છે.

ઈન્દોરમાં પણ ફરિયાદ નોંધાઈ
આ ઉપરાંત મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં પણ એકતા સામે એક અન્ય વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે એકતા કપૂરે વેબ સીરિઝ દ્વારા અશ્લીલતા ફેલાવવા, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડવા તેમજ ભારતના રાજકીય પ્રતીકનુ અપમાન કર્યુ છે. એકતા કપૂર સાથે જ વિવાદાસ્પદ વેબ સીરિઝની નિર્દેશક પંખુડી રૉડ્રીગ્ઝ અને પટકથાકાર જેસિકા ખુરાના સામે પણ કેસ નોંધ્યો છે.
Video: તૈમૂર સાથે મરીન ડ્રાઈવ ફરવા નીકળ્યા સૈફ-કરીના, લોકોએ ઝાટક્યા