ઇમરાનનું ભટ્ટ કૅમ્પમાં કમબૅક, ઇનવિઝિબલમાં હીરો
મુંબઈ, 16 મે : બૉલીવુડ ફિલ્મ નિર્માતાઓ મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટ પોતાની આવનાર ફિલ્મ ઇનવિઝિબલમાં અભિનેતા ઇમરાન હાશમીને મુખ્ય ભૂમિકામાં લેવાનું વિચારી રહ્યાં છે. બીજી બાજુ મીડિયામાં પ્રસરિત સમાચારો મુજબ ઇમરાન હાલ ફિલ્મ સ્વીકારવા અંગે દ્વિધામાં છે.

ઇમરાન હાશમીએ ભટ્ટ કૅમ્પની ફિલ્મ સાથે બૉલીવુડમાં શરુઆત કરી હતી. મહેશ ભટ્ટે મીડિયામાં વહેતી અટકળો ફગાવતાં પુષ્ટિ કરી છે કે નવી ફિલ્મમાં ઇમરાન હાશમી કામ કરશે. ફિલ્મ સાથે જોડાયેલ સૂત્રનું કહેવું છે કે ઇમરાનના મહેશ ભટ્ટ સાથે ખૂબ જ સારા સંબંધો છે. અહીં સુધી કે ભટ્ટે કોઈ ફિલ્મ માટે ઇમરાનને પૂછવાની પણ જરૂર નથી. ભટ્ટ કહેતાં ઇમરાન ફિલ્મ કરવા તૈયાર થઈ જશે. જોકે વિશેષ ફિલ્મ્સની પરમ્પરા રહી છે કે તે કલાકારોને ફિલ્મો કરવા કે ન કરવા અંગેની આઝાદી આપે છે. તે વ્યાવસાયિક અને અંગત સંબંધોને જુદી રીતે જુએ છે.
મહેશ ભટ્ટે ઇમરાન હાશમીની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મના નામ ઇનવિઝિબલની પુષ્ટિ કરતાં જણાવ્યું - ઇમરાન હાલ ન્યુયૉર્ક છે. મેં થોડીક વાર પહેલા જ તેની સાથે વાત કરી છે. તે કોઈ વાતે નારાજ નથી. અમારો સંબંધ ચિકણી માટી જેવો નથી. અમારી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે. ઇમરાન હાશમી અમારી આગામી ફિલ્મ ઇનવિઝિબલમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. ફિલ્મનું દિગ્દર્શન વિક્રમ ભટ્ટ કરશે. શગુફ્તા રફીક તેમજ વિક્રમ ભટ્ટે ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત












Click it and Unblock the Notifications
