ઇમરાન હાશમીને રાહત, પુત્ર અયાનનું સફળ ઑપરેશન

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 16 જાન્યુઆરી : બૉલીવુડના સીરિયલ કિસર ઇમરાન હાશમી હાલ મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાં પોતાના પુત્ર અયાન સાથે છે. હાશમીના ચાર વર્ષના પુત્ર અયાનના લીવરમાં ટ્યુમરહતું કે જે કૅંસરમાં તબ્દીલ થઈ ગયુ હતું. જોકે બીમારીનું યોગ્ય સમયે નિદાન થતાં અને તબીબોની કોઠાસૂઝના પગલે અયાનનું સફળ ઑપરેશન થતાં ઇમરાન હાશમીએ રાહતનો શ્વાસ લીધો છે.

emraan-hashmi-ayaan
ઇમરાનના જણાવ્યા મુજબ અયાનના લીવરમાંથી ટ્યુમર કાઢી લેવાયું છે અને તબીબોએ જણાવ્યું છે કે હવે અયાન ભયમુક્ત છે. ઇમરાનની છળકાતી આંખો તેમની લાગણીઓ વ્યક્ત કરી રહી હતી. ઇમરાને જણાવ્યું - મારો ચાર વર્ષીય પુત્ર અયાન એક રીયલ ફાઇટર અનેહીરો છે. આજે તબીબોના કારણે તે સહી-સલામત છે. મારૂં થૅંક યૂ કહેવું તે તમામ માટે નાની બાબત ગણાશે. હું બસ એટલુ જ કહુ છું કે આપ લોકો પ્લીઝ મારા પુત્ર અયાન માટે દુઆ કરો.

આપને જણાવી દઇએ કે ઇમરાન હાશમીને જ્યારે પોતાના પુત્રની બીમારીની જાણ થઈ, તેઓ ખૂબ જ ભાંગી પડ્યા હતાં. તેમને સમજાતુ નહોતું કે હવે તેઓ શું કરે. ઇમરાને પોતાની અનેક ફિલ્મોનું શૂટિંગ અધવચ્ચે અટકાવી દીધું. તેમણે પોતાની આ ચિંતા પોતાના નજીકના સંબંધી મહેશ ભટ્ટને જણાવી અને મહેશે આ માહિતી મીડિયામાં આપી. મહેશ ભટ્ટે જણાવ્યું કે અયાનનું કૅંસર પ્રાણઘાતક છે, પરંતુ પ્રથમ સ્ટેજે છે. તેથી તેનું વહેલામાં વહેલી તકે ઑપરેશન કરવું પડશે અને તે ઑપરેશન આજે સફળતાપૂર્વક થઈ ગયું. અયાન હાલ ભયમુક્ત છે.

English summary
After being diagnosed with cancer Bollywood actor Emraan Hashmi's four-year-old son Ayaan's tumour has been successfully operated.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.