હુમાની હૉટનેસ જોઈ પાણી-પાણી થઈ ગયાં ઇમરાન
મુંબઈ, 1 ફેબ્રુઆરી : બૉલીવુડના સીરિયલ કિસર એટલે કે ઇમરાન હાશમીને પણ ક્યારેક કોઇક હૉટ સીન્સ, કિસિંગ સીન્સ કે ઇંટીમેટ સીન્સ કરતાં મુશ્કેલી અનુભવાઈ શકે? આપનો જવાબ હશે નહીં, પરંતુ આ વખતે ઇમરાન હાશમીને પણ કોઇકને કિસ કરવામાં મુશ્કેલી થઈ છે. જાણવા માંગો છો કોણ છે તે? તો ચાલો અમે બતાવીએ.

એક થી ડાયન ફિલ્મના અભિનેત્રી હુમા કુરૈશીને કિસ કરવામાં ઇમરાન મિયાના પરસેવા છુટી ગયાં. હુમાને જોઈ ખબર ઇમરાનને શું થયું કે ઇમરાન હુમાને કિસ જ ન કરી શકતા હતાં, જ્યારે હુમા પણ ઇમરાનને જોઈ ખૂબ ગભરાયેલા હતાં. અનેક રીટેક બાદ ઇમરાનહુમાના ઇંટીમેટ સીન્સનું ફિલ્માંકન થઈ શક્યું. આ માહિતી પોતે ફિલ્મના દિગ્દર્શકે આપી.
આપને જણાવી દઇએ કે હુમા ફિલ્મમાં ઇમરાનના પત્ની બન્યાં છે. તેથી તેમના અને ઇમરાન વચ્ચે અનેક લવ સીન્સ છે, પરંતુ પ્રથમ જ સીનમાં ઇમરાન હુમાની હૉટનેસ જોઈ પાણી-પાણી થઈ ગયાં. નોંધનીય છે કે એક થી ડાયન ફિલ્મના દિગ્દર્શક કનન ઐયાર છે, તો નિર્માતા એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજ છે. ફિલ્મમાં કલ્કી કોચલીન અને કોંકણા સેન શર્મા પણ છે. 18મી એપ્રિલે રિલીઝ થનાર ફિલ્મમાં ઇમરાન જાદુગરના રોલમાં છે, તો ત્રણ અભિનેત્રીઓમાં ડાયન કોણ છે, તે અંગે સસ્પેંસ છે.












Click it and Unblock the Notifications
