Engineers Day : હકિકતમાં એન્જીનિયર છે આ બોલિવૂડ સ્ટાર, પાછળથી ફિલ્મોમાં આવ્યા!
બોલિવૂડના ઘણા એવા સ્ટાર્સ છે જેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આજે એ ફિલ્મ સ્ટાર્સનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
બોલિવૂડના ઘણા એવા સ્ટાર્સ છે જેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આજે એ ફિલ્મ સ્ટાર્સનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જો કે, બાદમાં આ સ્ટાર્સ પર એક્ટિંગનું ભૂત સવાર થયુ અને મુંબઈમાં પોતાનું નસીબ અજમાવવા આવ્યા. આ સ્ટાર્સની યાદીમાં કાર્તિક આર્યનથી લઈને કૃતિ સેનન સુધીના નામ સામેલ છે.

કાર્તિક આર્યન
ફિલ્મ સ્ટાર કાર્તિક આર્યન પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો છે. અભિનેતાએ બાયોટેક ટેક્નોલોજીમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. બાદમાં તે ફિલ્મો તરફ વળ્યો.

વિકી કૌશલ
ફિલ્મ સ્ટાર વિકી કૌશલે પણ એક્ટર બનતા પહેલા એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો. અભિનેતાએ રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે.

કૃતિ સેનન
અભિનેત્રી કૃતિ સેનને બેચલર ઓફ ટેક્નોલોજીમાં ડિગ્રી લીધી છે. અભિનેત્રીએ જેપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નોઇડામાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો.

અમીષા પટેલ
અભિનેત્રી અમીષા પટેલે પણ પોતાનો એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અભિનેત્રીએ મેસેચ્યુસેટ્સ યુએસએમાં બાયોજેનેટિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અભિનેત્રીએ પછીથી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો.

રિતેશ દેશમુખ
રિતેશ દેશમુખ પણ એક્ટર બનતા પહેલા એન્જિનિયર બનવાની તૈયારી કરી રહ્યો હતો. અભિનેતાએ મુંબઈની કમલા રહેજા કૉલેજ ઑફ આર્કિટેક્ચરમાંથી આર્કિટેક્ચરલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. જો કે, પછીથી તે અભિનેતા બન્યો.

તાપસી પન્નુ
અભિનેત્રી તાપસી પન્નુએ ગુરુ તેગ બહાદુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી નવી દિલ્હીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. બાદમાં અભિનેત્રી ફિલ્મો તરફ વળી.

સોનુ સૂદ
ફિલ્મ સ્ટાર સોનુ સૂદે પણ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. બાદમાં અભિનેતાએ બોલિવૂડમાં પ્રવેશવાનું નક્કી કર્યું. આ માટે અગાઉ અભિનેતાએ મોડલિંગમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું.

સુશાંત સિંહ રાજપૂત
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુત માત્ર એક તેજસ્વી અભિનેતા જ ન હતો, પરંતુ તે અભ્યાસમાં પણ શ્રેષ્ઠ હતો. સુશાંતે AIEEE પરીક્ષામાં 7મો રેન્ક મેળવ્યો હતો. તે દિલ્હીની ટેકનિકલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો. પરંતુ અભિનયના પ્રેમને કારણે અભિનેતાએ તેને અધવચ્ચે જ છોડી દીધું.

આર. માધવન
ફિલ્મ સ્ટાર આર. માધવન પણ એન્જિનિયર છે. તેણે કોલ્હાપુરની રાજારામ કોલેજમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું અને પછી બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવ્યું.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
