• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Enter10 News : આલિયા ઉવાચ્-બૉલીવુડમાં ગોરી જ નહીં, જામડી ચામડી પણ જરૂરી...

|

મુંબઈ, 28 જુલાઈ : બૉલીવુડમાં નિત-નવા સમાચારો, અફવાઓ અને ઇવેંટ્સ-પાર્ટીઓ થતી જ રહે છે અને તે તમામ બાબતોને અમે આપને આપી રહ્યાં છે બૉલીવુડ બ્રીફ તરીકે એંટર10 ન્યુઝમાં.

બૉલીવુડ સમાચારોના આ સમ્પુટમાં આજે ઘણુ બધુ અવનવુ છે. સૌપ્રથમ તો રીચા ચડ્ઢા માટે એક ખુશખબર છે. તેમની ડબ્બામાં પડેલી ફિલ્મ તમંચે હવે રિલીઝના પાટે ચઢી છે અને તેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. બીજી બાજુ પ્રીતિ ઝિંટા અને નેસ વાડિયાના કેસમાં વધુ એક નવો ખુલાસો થયો છે કે જે પ્રીતિ ઝિંટા માટે ભારે પડી શકે છે. તેવી જ રીતે સિંઘમ રિટર્ન્સ ફિલ્મમાં આવી રહેલા કરીના કપૂરે પણ ઘણી બધી વાતો કરી છે.

ચાલો તસવીરો સાથે જુઓ અને વાંચો Enter10 News

તમંચેનો ફર્સ્ટ લુક રિલીઝ

તમંચેનો ફર્સ્ટ લુક રિલીઝ

રીચા ચડ્ઢાની ત્રણ વર્ષથી ડબ્બામાં પડેલી ફિલ્મ તમંચેનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. તમંચે ઑગસ્ટમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ક્યારનીય બનીને તૈયાર પડી છે. ફિલ્મમાં રીચા ચડ્ઢા સાથે નિખિલ દ્વિવેદી મુખ્ય ભૂમિકામાં છે.

પ્રીતિ-નેસ વિવાદમાં નવો વળાંક

પ્રીતિ-નેસ વિવાદમાં નવો વળાંક

નેસ વાડિયાના ગવાહે પોલીસમાં નિવેદન આપ્યુ છે કે નેસ નહીં, પ્રીતિ ખોટા છે. બનાવના દિવસે નેસે પ્રીતિને સ્ટેડિયમમાં તેમની માતાની સીટ માટે કહ્યુ હતુ અને પ્રીતિ ભડકી ગયા હતાં. પ્રીતિ નેસ પર ગુસ્સે થયા હતાં. આ ગવાહનુ નામ ઉદ્યોગપતિ સાવન દારૂ છે. તેમણે ગત શુક્રવારે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશને નિવેદન નોંધાવ્યુ છે.

શાહરુખ બને મેજર ધ્યાનચંદ

શાહરુખ બને મેજર ધ્યાનચંદ

અભિષેક બચ્ચને જણાવ્યું કે શાહરુખ ખાન પડદા ઉપર હૉકીના જાદૂગર મેજર ધ્યાનચંદની ભૂમિકા ભજવવા માટે પરફેક્ટ પસંદગી છે. પ્રો કબડ્ડી ઇવેંટ દરમિયાન અભિષેકે આવો વિચાર વ્યક્ત કરતા શાહરુખે કે તેમને થૅંક યૂ કહ્યુ હતું.

મેં નથી જોઈ હમશકલ્સ

મેં નથી જોઈ હમશકલ્સ

કરીના કપૂરે પુનઃ એક વાર કહ્યુ છે કે તેમણે હમશકલ્સ નથી જોઈ, કારણ કે તેઓ સિંઘમ રિટર્ન્સમાં વ્યસ્ત હતાં. પત્રકારોએ પૂછ્યું કે લોકો એમ કહે છે કે સૈફે હમશકલ્સ જેવી ફિલ્મ નહોતી કરવી જોઇતી, પણ કરીનાએ કહ્યું કે મેં જોઈ જ નથી હમશક્લસ.

પ્રિયંકા બનશે અમૃતા પ્રીતમ

પ્રિયંકા બનશે અમૃતા પ્રીતમ

સાહિર લુધિયાનવી અને અમૃતા પ્રીતમનો ઇશ્ક ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. હવે અમૃતા પ્રીતમ ઉપર ફિલ્મ બનવા જઈ રહી છે કે જેમાં પ્રિયંકા ચોપરા લીડ રોલ કરશે. અગાઉ કહેવાતુ હતું કે આ રોલ કરીના કરશે, પરંતુ ફાઇનલ પ્રિયંકા થયા છે.

નજીક આવ્યા આમિર-શાહરુખ

નજીક આવ્યા આમિર-શાહરુખ

બૉલીવુડના ત્રણેય જાણીતા ખાનો ક્યારેય એક-બીજા સાથે નથી હોતાં. છતા સલમાન-આમિર તો મિત્રો છે, પરંતુ સલમાન-શાહરુખ કે શાહરુખ-આમિર ક્યારેય ભેગા નથી થતાં. જોકે પ્રો કબડ્ડી ઇવેંટમાં શાહરુખ અને આમિર નજીક આવ્યા હતાં.

બૉલીવુડમાં ચામડી જ ચાલે

બૉલીવુડમાં ચામડી જ ચાલે

આલિયા ભટ્ટ કહે છે કે બૉલીવુડમાં માત્ર ગોરી ચામડીથી કામ ન ચાલે, અહીં ટકી રહેવા માટે ચામડી જોડી હોવી પણ જરૂરી છે. આલિયાએ ટીકાઓ અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે બૉલીવુડમાં ટકી રહેવા માટે માણસે જાડી ચામડીનો હોવો જોઇએ.

અમેરિકામાં પણ છવાઈ કિક

અમેરિકામાં પણ છવાઈ કિક

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે જણાવ્યું કે સલમાન ખાનની ફિલ્મ કિક અમેરિકા અને કૅનેડામાં પણ છવાઈ ગઈ છે.

અક્ષય પર કિક ફીવર

અક્ષય પર કિક ફીવર

સલમાન ખાને કિકમાં ગીત ગાયું, તો અક્ષય કુમાર ઉપર પણ સિંગર બનવાની ધુન સવાર થઈ. તેમણે પણ પોતાની આવનાર ફિલ્મ ઇટ્સ એંટરટેનમેંટમાં એક ગીતને પોતાનો અવાજ આપી જ દીધો.

પડદા પર યુવી બનવા માંગે છે અભિ

પડદા પર યુવી બનવા માંગે છે અભિ

અભિષેક બચ્ચને જણાવ્યું કે તેઓ રૂપેરી પડદા ઉપર યુવરાજ સિંહનો રોલ કરવા માંગે છે. તેઓ કહે છે કે યુવરાજ જાંબાઝ ક્રિકેટર છે કે જેણે કૅંસર ઉપર પણ વિજય મેળવ્યો હતો. જો યુવરાજ ઉપર ફિલ્મ બને, તો તેઓ યુવીનો રોલ ભજવવા તૈયાર છે.

English summary
Enter10 News : (1) A witness has told the police that it was Preity Zinta, who used harsh words against her ex-boyfriend Ness wadia during an IPL match here on May 30. (2) Actress Richa Chaddha's delayed film Tamanchey's First Look release. The movie will release now in August, 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more