એશા દેઓલે ભરત તખ્તાનીને આપી દીધા ડિવૉર્સ? હેમા માલિનીના જમાઈનુ ચાલી રહ્યુ છે અફેર? જાણો સમગ્ર મામલો
Esha Deol Divorce: બૉલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને તેમની પત્ની હેમા માલિનીની પુત્રી એશા દેઓલ હાલમાં ચર્ચામાં છે. એશા દેઓલ તેની અભિનય કારકિર્દી કરતાં તેના અંગત જીવન માટે વધુ સમાચારોમાં છે. હાલમાં જ એશા દેઓલ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે.
અહેવાલ છે કે અભિનેત્રી એશા દેઓલ તેના પતિ ભરત તખ્તાનીથી અલગ થઈ ગઈ છે. બૉલિવુડ લાઈફ અને બૉલિવુડ શાદી.કોમમાં છપાયેલા સમાચાર અનુસાર, આ બાબતો ત્યારે સામે આવી જ્યારે તાજેતરમાં જ એક સોશિયલ મીડિયા યુઝરે Reddit પર એક પોસ્ટ શેર કરી અને તેમાં જણાવ્યું કે એશા અને ભરત એકબીજાથી અલગ થઈ ગયા છે.

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે છૂટાછેડાને કારણે એશા દેઓલ અને તેના પતિ ભરત તખ્તાની હવે જાહેરમાં એકસાથે જોવા મળતા નથી. એટલું જ નહીં, આ પોસ્ટમાં યુઝરે એવો પણ દાવો કર્યો છે કે ભરત તેની પત્ની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ભરતનું અન્ય મહિલા સાથે અફેર છે.
યુઝરે પોતાની પોસ્ટમાં એવો પણ દાવો કર્યો છે કે તેણે એશાના પતિ ભરતને બેંગલુરુમાં નવા વર્ષના દિવસે એક પાર્ટીમાં જોયો હતો. આ પાર્ટીમાં તે તેની એક કથિત ગર્લફ્રેન્ડ સાથે હતો. પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભરતની નવી ગર્લફ્રેન્ડ બેંગલુરુમાં રહે છે. જો કે હજુ સુધી આ અહેવાલો પર દેઓલ પરિવાર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.
જ્યારથી આ સમાચાર સોશિયલ મીડિયા પર આવ્યા છે, યુઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો આ પોસ્ટ પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું- ભરતને જોઈને લાગતું હતું કે તે પોતાના પરિવાર અને પત્નીને ખૂબ પ્રેમ કરે છે. એક વ્યક્તિએ લખ્યું છે - જે વસ્તુ તેની માતા સાથે થઈ તે એશા સાથે ન થવી જોઈએ.
તમને જણાવી દઈએ કે એશા દેઓલે 29 જૂન 2012ના રોજ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ઇસ્કોન મંદિરમાં ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ પછી, દંપત્તિ પુત્રી રાધ્યાના માતાપિતા બન્યા અને પછી વર્ષ 2019માં, એશાએ તેમની બીજી પુત્રી મિરાયા તખ્તાનીને જન્મ આપ્યો.












Click it and Unblock the Notifications
