Hot: એમી જેક્સન અને ઇશા ગુપ્તા વચ્ચે જામી છે હરીફાઇ?
એમી જેક્સને કરી કરી ઇશા ગુપ્તાની કોપી. એમી જેક્સન અને ઇશા ગુપ્તાની હોટ ફોટોશુટ. આ અંગે વધુ વાંચો અહીં.
ઇશા ગુપ્તાએ થોડા સમય પહેલા પોતના અતિ બોલ્ડ ફોટોઝથી ખૂબ ચર્ચા જગાવી હતી. આ વાત 'બાદશાહો' ફિલ્મ રિલીઝ થયા પહેલાની છે. ઇશા ગુપ્તાએ પોતાની કેટલીક બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામના ઓફિશિયલ પેજ પર પોસ્ટ કરી હતી, આ તસવીરો ખૂબ વાયરલ થઇ હતી અને ઇશાને ઘણી નેગેટિવ કોમેન્ટ્સનો સામનો પણ કરવો પડ્યો હતો. ત્યાર બાદ હવે એમી જેક્સને પણ કંઇક એવું જ કર્યું છે.

ઇશા ગુપ્તા
ઇશા ગુપ્તાની આ તસવીરો ખૂબ વાયરલ થઇ હતી. ઇન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને આ માટે ખૂબ વખોડવામાં પણ આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર તો એટલી નેગેટિવ કોમેન્ટ્સ આવી હતી કે તેણે આખરે કંટાળીને કોમેન્ટ સેક્શન જ બ્લોક કરી દીધો હતો.

વીડિયોની ઝલક
સોશિયલ મીડિયા પર ઇશાએ સૌ પ્રથમ એક વીડિયો કે ટિઝર પોસ્ટ કર્યું હતું, જે પણ ખૂબ વાયરલ થયું હતું અને ત્યાર બાદ તેણે એક પછી એક હોટ તસવીરો પોસ્ટ કરી હતી. ઘણા લાંબા સમય સુધી આ તસવીરોને કારણે તે ચર્ચામાં રહી હતી.

ટ્રોલર
થોડા સમય પહેલાં એર ફોર્સ ડે પર ઇશાએ ટ્વીટ કર્યું હતું કે, મને એરફોર્સ ઓફિસરની પુત્રી હોવાનો ગર્વ છે, રિયલ હીરોઝ ઓફ-સ્ક્રિન હોય છે, આપણા દેશની રક્ષા કરતા તમામને સલામ. આની પર એક ટ્રોલરે ઇશાને પૂછ્યું હતું કે, તો પછી તમે આટલો સ્કિન શો કેમ કરો છો? તમે ક્યારેય વિચાર્યું છે કે, એક પિતા આવા ફોટોઝ જુએ ત્યારે કેવું લાગે?

ઇશાનો જવાબ
આ ટ્વીટનો ઇશાએ સણસણતો જવાબ આપ્યો હતો. તેણે ટ્વીટર પર તેને રિપ્લાય આપતાં કહ્યું હતું કે, Shit buddy, મને રિયલાઇઝ નહોતું થયું કે મારા કારણે આપણને સોલ્જર્સની જરૂર પડે છે. તારા વાક્યએ મારી આંખો ઉઘાડી છે.

એમી જેક્સન
ઇશા બાદ હવે એમી જેક્સનના પણ આ જ પ્રકારના હોટ એન્ડ બોલ્ડ ફોટોઝ સામે આવ્યા છે. તેણે એક બ્રાન્ડ માટે આ ફોટોશૂટ કરાવ્યું છે. હવે આ બંનેની તસવીરોની સરખામણી થઇ રહી છે. એમી જેક્સને પણ પોતાના આ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

2.0
એમી જેક્સન હલા રજનીકાંતની ફિલ્મ 'રોબોટ'ની સિક્વલ '2.0'માં વ્યસ્ત છે, આ ફિલ્મમાં અક્ષય કુમાર નેગેટિવ રોલમાં જોવા મળનાર છે. આથી બોલિવૂડમાં પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. ફિલ્મમાં એમી જેક્સન રજનીકાંત સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

અક્ષય કુમાર સાથે બીજી ફિલ્મ
એમી જેક્સનની આ અક્ષય કુમાર સાથે બીજી ફિલ્મ છે, આ પહેલાં તે 'સિંહ ઇઝ બ્લિંગ'માં અક્ષય સાથે જોવા મળી હતી. બોલિવૂડમાં એમી જેક્સન નામ ખાસ જાણીતું નથી, પરંતુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.

સલમાનની છે ખાસ
ક્યારેક રાજ બબ્બરના પુત્ર પ્રતિક બબ્બરને ડેટ કરી ચૂકેલ એમી જેક્સન સલમાન ખાનની ખૂબ નજીક કહેવાય છે. '2.0'ના એક પ્રમોશનલ કાર્યક્રમમાં સલમાન ખાન વગર બોલાવ્યે ટપકી પડ્યા હતા અને ત્યારે લોકોએ કહ્યું હતું કે, તેઓ ખાસ એમીને મળવા પહોંચ્યા છે. આ સિવાય પણ કેટલીક પાર્ટી અને ઇવેન્ટમાં બંને સાથે દેખાઇ ચૂક્યા છે.
-
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે?




Click it and Unblock the Notifications
