ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં જોવા મળશે એશાના લટકાં-ઝટકાં
મુંબઈ, 8 એપ્રિલ : ગ્લૅમરસ અભિનેત્રી એશા ગુપ્તા તો યાદ જ હશે આપને... હા જી, તે જ એશા ગુપ્તા કે જેમણે રાઝ 3ડી ફિલ્મમાં ઇમરાન હાશમી સાથે ગરમાગરમ સીન્સ આપી લોકોના દિલોમાં આગ ચાંપી દીધી હતી. તે જ એશા ગુપ્તા ફરી એક વાર લોકોના દિલોના ધબકાર વધારવા તૈયાર છે.

મળતી માહિતી મુજબ એશા ગુપ્તા ટુંકમાં જ આપને કરણ જૌહરની ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં પોતાના લટકાં-ઝટકાં દાખવતા દેખાશે. કહે છે કે જીટીપીએમમાં એશા ગુપ્તાનું એક તડકતું-ભડકતું ગીત હશે. ફિલ્મમાં ઇમરાન ખાન અને કરીના કપૂર લીડ રોલમાં છે.
એશા ગુપ્તાએ જણાવ્યું - આ ગીત ખૂબ જ હૉટ છે, પરંતુ તેને આયટમ સૉંગ કહી શકાય નહીં. આ એક ઇન્ટ્રો સૉંગ છે કે જે ફિલ્મની ઝડપને આગળ ધપાવે છે.
તેમણે જણાવ્યું - આ ગીતને હું ઇન્ટ્રો સૉંગ કહુ છું, કારણ કે આ ગીત વડે જ ફિલ્મમાં હીરો ઇમરાન ખાનની એન્ટ્રી થાય છે. ફિલ્મમાં શક્તિ કપૂરના પુત્રી શ્રદ્ધા કપૂર પણ લીડ રોલમાં છે. કરીના કપૂર તથા ઇમરાન ખાને બેંગલુરૂ ખાતે જીટીપીએમના શૂટિંગ દરમિયાન ખૂબ મસ્તી પણ કરી. 15મી નવેમ્બરના રોજ રિલીઝ થનાર ફિલ્મ એક રોમાન્ટિક ડ્રામા છે. એશા ગુપ્તાએ દાવો કર્યો કે ગોરી તેરે પ્યાર મેં ફિલ્મ દ્વારા બૉલીવુડમાં તેમની ઓળખ બદલાઈ જશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી




Click it and Unblock the Notifications
