ઇશા ગુપ્તાએ ફરી પોસ્ટ કરી આવી તસવીર, ટ્રોલ્સનો આપ્યો જવાબ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડની હોટ એક્ટ્રેસ ઇશા ગુપ્તા છેલ્લા ઘણા સમયથી પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં હતી. પોતાના લેટેસ્ટ ફોટોશૂટ માટે તેણે ખૂબ બોલ્ડ તસવીરો પડાવી હતી, જેને માટે તેને ટ્રોલિંગના શિકાર પર થવું પડ્યું હતું. ઇશાનું એ ફોટોશૂટ ખાસું ચર્ચાસ્પદ હતું. ત્યાર બાદ હવે તેણે ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

ઇશા ગુપ્તા

ઇશા ગુપ્તા

ઇશા ગુપ્તાએ ફરી એકવાર આ બોલ્ડ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. શોર્ટ ડેનિમ જેકેટમાં તે ખૂબ હોટ લાગી રહી છે. જો કે, આ પહેલાં ઇશાએ પોસ્ટ કરેલ તસવીરો આના કરતાં પણ વધુ બોલ્ડ હતી અને તેની પર ભારે હોબાળો થયો હતો.

નેગેટિવ કોમેન્ટ્સ

નેગેટિવ કોમેન્ટ્સ

આ પહેલાં ઇશાએ કંઇક આવી તસવીરો પોસ્ટ કરી હતી, જે જોઇને તેના કેટલાક ફેન્સ પણ ભડકી ઉઠ્યા હતા. તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ઇશાને સતત નેગેટિવ કોમેન્ટ્સ મળી રહી હતી. આ કારણે જ ઇશાએ કંટાળીને પોતાનું કોમેન્ટ સેક્શન બ્લોક કરી દીધું હતું.

વીડિયો

વીડિયો

આ બોલ્ડ તસવીરોનો સિલસિલો ઇશાના એક વીડિયોથી શરૂ થયો હતો. ઇશાએ થોડા સમય પહેલાં પોતાના આગામી વીડિયોની ઝલક બતાવતી આવી તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસવીર પણ ખૂબ વાયરલ થઇ હતી અને ત્યાર બાદ ઇશા એક પછી એક બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી ગઇ.

ટ્રોલ અંગે ઇશાનો જવાબ

ટ્રોલ અંગે ઇશાનો જવાબ

પોતાની તસવીરો માટે ઇન્ટરનેટ પર ટ્રોલ થયા બાદ આ અંગે એક દૈનિક સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, 'આપણા દેશમાં હંમેશા મહિલાઓને જ દોષ આપવામાં આવે છે. પુત્રીનો જન્મ થતાં મહિલાને સાંભળવું પડે છે, મહિલા સાથે બળાત્કાર થાય ત્યારે પણ તેને જ દોષ આપવામાં આવે છે.'

મારી તસવીરો વલ્ગર નથી

મારી તસવીરો વલ્ગર નથી

'આથી જ ક્યાંકને ક્યાંક મને ખબર હતી કે, મારે આ સહન કરવાનો વારો આવશે. એવા લોકો જેમની પોતાની કોઇ ઓળખાણ નથી, એમને માટે સેલિબ્રિટીને નીચા પાડવા ખૂબ સરળ કામ બની ગયું છે. હું મોડલ હતી, ત્યારે પણ મેં આ પ્રકારનું ફોટોશૂટ કરાવ્યું છે, મેં ટોપલેસ ફોટોશૂટ કરાવ્યા છે, પરંતુ ત્યારે કોઇએ મને કંઇ નહોતું કીધું. બોલ્ડ અને વલ્ગર તસવીરો વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. કોઇ ના કહી શકે કે, મારી આ તસવીરો વલ્ગર છે.'

બાદશાહો

બાદશાહો

ઇશા ગુપ્તા જલ્દી જ અજય દેવગણની આગામી ફિલ્મ 'બાદશાહો'માં જોવા મળનાર છે. આ ફિલ્મમાં તેની સાથે વિદ્યુત જામવાલ, ઇલિયાના ડી'ક્રૂઝ અને ઇમરાન હાશ્મી પણ મુખ્ય રોલમાં છે. જો કે, હાલ તો ઇશા આ ફિલ્મની જગ્યાએ પોતાની તસવીરો માટે જ વધારે ચર્ચામાં છે.

English summary
Esha Gupta posted another semi nude picture of herself on her Instagram, where she is seen flaunting her hot body.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.