આ સાહો અભિનેત્રીએ સગાઈની ઘોષણા કરી, તસવીરો વાયરલ
યે જવાની હૈ દિવાની અને સાહો જેવી પ્રખ્યાત ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી એવલીન શર્માએ ઑસ્ટ્રેલિયન ડેન્ટલ સર્જન અને બિઝનેસમેન સાથે સગાઈ કરી છે.
યે જવાની હૈ દિવાની અને સાહો જેવી પ્રખ્યાત ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી એવલીન શર્માએ ઑસ્ટ્રેલિયન ડેન્ટલ સર્જન અને બિઝનેસમેન સાથે સગાઈ કરી છે. અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર એક તસવીર સાથે સગાઈની ઘોષણા કરી છે. એવલીન અને તુષાન લગભગ એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, ત્યારબાદ તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું.
તુષાને એવલીનને ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું હતું. એક ઇન્ટરવ્યુ દરમિયાન, એવલીને શેર કરી હતી કે તુષાને સિડનીના પ્રખ્યાત હાર્બર બ્રિજ પર તેને પ્રપોઝ કર્યું હતું. એવલીને કહ્યું- અમે ગયા વર્ષે બ્લાઇન્ડ ડેટ પર મળ્યા હતા, જે અમારા સારા મિત્ર દ્વારા ગોઠવવામાં આવી હતી. તુષાન ખૂબ રોમેન્ટિક છે અને તે મારા કરતા વધારે ફિલ્મી છે.

લગ્નની તારીખ નક્કી
લગ્નના મામલે એવલીને કહ્યું કે લગ્નની તારીખ નક્કી થતાં જ અમે તેની જાહેરાત કરીશું. હમણાં અમે એક બીજા સાથે થોડો સમય પસાર કરવા માંગીએ છીએ. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા શિફ્ટ થવા પર એવલીને કહ્યું કે - હું ઑસ્ટ્રેલિયામાં રહેવા માંગુ છું. સિડની મારી પસંદીદા જગ્યાઓ છે. પરંતુ ભારત સાથેના મારા સંબંધ હંમેશા રહેશે. તમને જણાવી દઈએ કે, એવલિન શર્મા નૌટકી સાલા, યે જવાની હૈ દિવાની અને સાહો જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

એવલીન શર્માનું સાચુ નામ
મોટાભાગના લોકોને જાણ નહીં હોય કે એવલીન શર્માનું સાચુ નામ લક્ષ્મી શર્મા છે. તેઓ જર્મનીના ફ્રૅંકફર્ટ ખાતે 12મી જુલાઈ, 1986ના રોજ જન્મ્યા હતાં. બૉલીવુડમાં એન્ટ્રી કરતા પહેલા એવલીને બ્રિટિશ ફિલ્મ ટર્ન લેફ્ટમાં કામ કર્યુ હતું. તો જુઓ એવલીન શર્માની હાલમાં જ આવેલી કેટલીક હોટ તસ્વીરો...

જબ હેરી મેટ સેજલ
એવલિન ફિલ્મ 'યે જવાની હે દિવાની'માં સપોર્ટિવ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો નાનકડો પરંતુ એન્ટરટેઇનિંગ રોલ હતો. આ ફિલ્મથી જ તે ચર્ચામાં આવી હતી. શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'માં પણ એવલિન શર્મા જોવા મળી હતી.

બિકિની સીન્સ
એવલીન શર્મા બૉલીવુડ અભિનેત્રીઓમાંની એક છે કે જેમણે બિકિની સીન્સ આપ્યા, યારિયાં ફિલ્મમાં.

કોલેજના દિવસોથી કરે છે મોડલિંગ
એવલિન શર્મા કોલેજમાં હતી ત્યારથી જ તે મોડેલિંગ કરે છે. તેણે ભારત ઉપરાંત જર્મનીમાં પણ મોડલિંગ કર્યું છે. તેનો પોતાનો એક બ્લોગ પણ છે, જેની પર તે પોતાના મનની વાતો લોકો સાથે શેર કરે છે.

ફિટનેસ ફ્રિક
એવલિન હંમેશા પોતાની ફિટનેસ પ્રત્યે અત્યંત સજાગ રહે છે. તેના આ હેલ્થ કોન્શિયસ સ્વભાવને કારણે જ તે આજે પણ ઘણી યંગ અને સુંદર લાગે છે. તે નિયમિત જિમ અને યોગા કરે છે. સોશિયલ મીડિયા પર તેની વર્કઆઉટ કરતી પણ અનેક તસવીરો જોવા મળે છે.

અનેક ભાષાઓનું જ્ઞાન
એવલિન શર્માને અનેક ભાષાઓનું જ્ઞાન છે. તેના પિતા પંજાબી છે અને માતા જર્મન છે. તેનો જન્મ પણ જર્મનીમાં જ થયો હતો. તેણે હિંદી અને ઇંગ્લિશ ઉપરાંત એક પંજાબી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

બિકિની પહેરવા
બિકિની પહેરવા અંગેના અગાઉ પૂછેલા એક સવાલના જવાબમાં એવલીને બિંદાસ્તપણે જણાવ્યુ હતું કે તેમને બિકિની પહેરવામાં કોઈ જ વાંધો નથી.

બૉલીવુડમાં આગમન
એવલીને જણાવ્યું -બૉલીવુડમાં મારું આગમન એક સમજી-વિચારીને લીધેલું પગલુ હતું. મારા જીવનમાં ઘણાં બધા ચેન્જ આવ્યાં.

બોલ્ડ, બ્યૂટીફૂલ અને સેક્સી
એવલીનનું સુંદરતા પાણીમાં આગ લગાવે તેવી હોટ છે. આ બોલ્ડ, બ્યૂટીફૂલ અને સેક્સી એક્ટ્રેસની પાસે સારી બોડી અને ટેલેન્ટ બન્ને છે કમી છે તો લકની.
આ પણ જુઓ: નુસરત ભરુચાએ બિકિની ફોટો પોસ્ટ કરી પણીમાં લગાવી આગ, જુઓ સેક્સી અંદાજ












Click it and Unblock the Notifications
