Pics : કાજોલનો વેધક સવાલ : રાણીજી, લગ્ન ક્યારે કરો છો?
મુંબઈ, 15 માર્ચ : એમ તો બૉલીવુડમાં રિવાજ છે કે બે અભિનેત્રીઓ ક્યારેય એક-બીજા સાથે મિત્રતા નથી કરી અને નથી ટીકા-ટિપ્પણી કરે છે. એમાં પણ જ્યારે પિતરાઈ ભાઈ-બહેનોની વાત હોય, તો આ રિવાજ દૃઢતાપૂર્વક પળાય છે, પણ આ રિવાજ તોડ્યો છે બૉલીવુડના સશક્ત અભિનેત્રી કાજોલે. કાજોલે તાજેતરમાં પોતાની પિતરાઈ બહેન રાણી મુખર્જીના માત્ર વખાણ જ નથી કર્યાં, પણ રાણી અને આદિત્ય ચોપરાના સંબંધો અંગે પણ વાતો કરી અને જાહેર મંચ ઉપરથી રાણીને પૂછી નાંખ્યું કે તેઓ લગ્ન ક્યારે કરી રહ્યાં છે આદિત્ય ચોપરા સાથે?
આ બધુ થયું ફિલ્મ નિર્માતા કરણ જૌહરના ટેલીવિઝન શો કૉફી વિથ કરણમાં કે જ્યાં કાજોલને પૂછવામાં આવ્યુ હતું કે જો આપને કેટલાંક ખાસ લોકો સામે એક પ્રશ્ન કરવાનું કહેવામાં આવે, તો તમેં કયો પ્રશ્ન કરશો? અને આવા ખાસ લોકોમાં પહેલું નામ રાણી મુખર્જીનું લીધું, તો કાજોલે જવાબમાં પ્રશ્ન કરી જ નાંખ્યો - આપ લગ્ન ક્યારે કરી રહ્યાં છો? હું પણ જાણવા માંગુ છું. કરણે તરત જ બીજો સવાલો છેડ્યો કે આદિત્ય ચોપરાને કયો પ્રશ્ન કરશો? ત્યારે પણ કાજોલનો આ જ જવાબ સાથેનો પ્રશ્ન હતો. કાજોલ સાથેનો કરણ જૌહરનો કૉફી વિથ કરણ શો આ રવિવારે પ્રસારિત થવાનો છે.
ચાલો હાલ તો આપણે જોઇએ કેટલીક તસવીરી વિગતો :

કાજોલનો સીધો જ પ્રશ્ન
રાણી મુખર્જીના પિતરાઈ બહેન કાજોલે રાણી મુખર્જીને સીધો જ પ્રશ્ન કર્યો છે કે આપ લગ્ન ક્યારે કરી રહ્યાં છો?

લગ્નની ચર્ચાઓ ચાલુ
રાણી-આદિત્યના લગ્ન અંગેની ચર્ચાઓ ઘણા વખતથી થઈ રહી છે. યશ ચોપરાના નિધનના પગલે આ લગ્ન ટળ્યાં તે આજ સુધી ટળેલા જ રહ્યાં છે.

ફેબ્રુઆરી પણ વીતી ગયું
રાણી-આદિત્યના લગ્ન ફેબ્રુઆરી 2014માં થવાની ચર્ચાઓ પુરજોશમાં હતી, પરંતુ તે પણ વીતી ગયું.

આદિત્યની શાયરી
આદિત્ય ચોપરાએ જબ તક હૈ જાન ફિલ્મની એક શાયરી રાણીને ધ્યાને રાખી લખી હતી. તે શાયરી આ પ્રમાણે હતી - તેરી આંખોં કી નમકીન મસ્તિયાઁ, તેરી હઁસી કી બેપરવાહ ગુસ્તાખિયાઁ, તેરી જુલ્ફો કી લહરાતી અંગડાઇયાઁ, નહીં ભૂલૂઁગામાં મૈં, જબ તક હૈ જાન, જબ તક હૈ જાન, જબ તક હૈ જાન.

મર્દાનીમાં વ્યસ્ત રાણી
બીજી બાજુ રાણી મુખર્જી પોતાની આવનાર ફિલ્મ મર્દાનીના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયાં છે.

પોલીસ અધિકારીનો રોલ
મર્દાનીમાં રાણી એક પોલીસ અધિકારીનો રોલ કરી રહ્યાં છે. પ્રદીપ સરકાર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યાં છે. અગાઉ રાણી મુખર્જી પ્રદીપ સરકારની લાગા ચુનરી મેં દાગ જર્ની ઑફ ઍ વુમન ફિલ્મમાં અભિનય કરી ચુક્યાં છે.

ઐય્યા ફ્લૉપ
રાણી મુખર્જી છેલ્લે ઐય્યા ફિલ્મમાં દેખાયા હતાં કે જે ફ્લૉપ રહી હતી.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
