આઠમો અજૂબો : માધુરી-જુહી બાદ હવે ઐશ-સુષ સાથ-સાથ!!!

મુંબઈ, 28 માર્ચ : ચોંકી ગયા ને? પણ કંઈક આવુ જ ફિલ્મી શેરીઓમાં સાંભળવાને મળી રહ્યું છે. જાણવા મળે છે કે ઐશ્વર્યા રાયની કમબૅક ફિલ્મ હૅપ્પી એનિવર્સરીમાં સુષ્મિતા સેન પણ હોઈ શકે છે. ઐશ-સુષને સાથ લાવવાનું આશ્ચર્યજનક કામ કરવાની કોશિશ કરી રહ્યાં છે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક પ્રહ્લાદ કક્કડ.

ઐશ-સુષ સાથે? સાંભળતા જ આશ્ચર્ય થાય છે, કારણ કે બૉલીવુડમાં અનેક એવી અભિનેત્રીઓ અને અભિનેતાઓ છે કે જેઓ અહમના કારણે પોતાના પીક-સમયમાં સ્ક્રીન શૅર નથી કરી શક્યાં. જોકે તાજેતરમાં જ માધુરી દીક્ષિત અને જુહી ચાવલાએ આવી પરમ્પરા તોડી હતી. પોતાના દોરમાં માધુરી અને જુહી ચાવલા ક્યારેય એક સાથે સ્ક્રીન શૅર કરતા દેખાયા નહોતાં, પરંતુ કૅરિયરના ઉતરતા ક્રમે બંને અભિનેત્રીઓને એક સાથે લાવી ઊભા કર્યાં સૌમિક સેને અને ગુલાબ ગૅંગ ફિલ્મ સફળ પણ થઈ.

કંઇક આવો જ દોર ઐશ્વર્યા રાય અને સુષ્મિતા સેનનો પણ રહ્યો હતો કે જેઓ પોતાના પીક-સમયમાં ક્યારેય એક સાથે કોઈ ફિલ્મમાં ન આવ્યાં, પરંતુ પ્રહ્લાદ કક્કડ આ આશ્ચર્યજનક કારનામો કરવા જઈ રહ્યાં છે. હૅપ્પી એનિવર્સરી ફિલ્મમાં ઐશને લીડ રોલમાં લીધા બાદ પ્રહ્લાદ કક્કડે હવે ફિલ્મમાં એક મહત્વના રોલમાં સુષ્મિતા સેનને લેવાનું નક્કી કર્યું છે. પ્રહ્લાદે સુષને ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી કે જે તેમને પસંદ પણ પડી છે, પરંતુ સુષ્મિતાના જવાબ અંગે ખુલાસો નથી થયો.

બૉલીવુડમાં ચર્ચાઓ પુરજોશમાં છે કે પ્રહ્લાદ કક્કડ ઐશ-સુષને સાથે લાવવામાં સફળ થશે. પોતે પ્રહ્લાદ ક્કકડને પણ ભરોસો છે કે હૅપ્પી એનિવર્સરી ફિલ્મના દમદાર રોલ માટે સુષ્મિતા સેન ઇનકાર નહીં કરે. જો આ સાચે જ થઈ જાય, તો દુનિયાનો આઠમો અજૂબો જ ગણાશે, પણ કેમ?

ચાલો તસવીરો સાથે જોઇએ ઐશ્વર્યા-સુષ્મિતાનું પ્રતિસ્પર્ધાત્મક કૅરિયર :

ઐશ-સુષ વચ્ચે જૂનુ ટશન

ઐશ-સુષ વચ્ચે જૂનુ ટશન

ઐશ્વર્યા રાય અને સુષ્મિતા સેન વચ્ચેનું ટશન મૉડેલિંગની દુનિયાથી ચાલી આવે છે. બંને વચ્ચે બરાબરીનો મુકાબલો ત્યારથી થાય છે કે જ્યારે બંને મૉડેલિંગ ક્ષેત્રે બિલ્કુવ નવા હતાં.

ફેમિના મિસ ઇન્ડિયાએ વધારી સ્પર્ધા

ફેમિના મિસ ઇન્ડિયાએ વધારી સ્પર્ધા

ઐશ-સુષ વચ્ચેની સ્પર્ધા ફેમિના મિસ ઇન્ડિયા 94 સ્પર્ધા બાદ ઓર વધી ગઈ કે જેમાં સુષ્મિતા સેને માત્ર થોડાક જ નંબરોથી ઐશને માત આપી મિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કર્યો. ઐશને મિસ ઇન્ડિયા વર્લ્ડના ખિતાબથી જ સંતોષ કરવો પડ્યો.

ચર્ચાનો વિષય હતી સ્પર્ધા

ચર્ચાનો વિષય હતી સ્પર્ધા

એ જમાનામાં ઐશ-સુષ વચ્ચેની સ્પર્ધા ફિલ્મી પત્રિકાઓ અને મીડિયામાં ચર્ચાનો વિષય હતી.

કિસ્મત બંને પર મહેરબાન

કિસ્મત બંને પર મહેરબાન

જોકે કિસ્મત તો ઐશ-સુષ બંને પર મહેરબાન હતી. બંનેએ પોત-પોતાના ક્ષેત્રે નામ રોશન કર્યાં. સુષ્મિતા સેને મિસ યુનિવર્સ ખિતાબ હાસલ કર્યો, તો ઐશ્વર્યા રાય પણ વિશ્વ સુંદરી બન્યાં.

અને સુષ પાછળ રહી ગયાં

અને સુષ પાછળ રહી ગયાં

ઐશ-સુષ વચ્ચે સરખામણી થતી હતી, પરંતુ તે ત્યારે ઓર વધી ગઈ કે જ્યારે બંનેએ બૉલીવુડમાં પ્રવેશ કર્યો, પરંતુ અહીં ઐશ્વર્યા કરતા સુષ્મિતા પાછળ રહી ગયાં. થોડીક સારી ફિલ્મો આપવા છતા સુષ્મિતા સફળ અભિનેત્રી ન બની શક્યાં, તો ઐશે સારી ફિલ્મોની પસંદગી કરી નંબર વનનો ખિતાબ પોતાના નામે કર્યો.

અંગત જીવનમાં પણ ઐશ આગળ

અંગત જીવનમાં પણ ઐશ આગળ

અંગત જીવનમાં પણ ઐશ જ આગળ રહ્યાં કે જેમણે સમયસર લગ્ન કરી લીધાં અને આજે મમ્મી બનીને પણ લોકોના દિલો પર રાજ કરી રહ્યાં છે.

અપરિણીત સુષ

અપરિણીત સુષ

બીજી બાજુ સુષ્મિતાએ ખોટી ફિલ્મોની પસંદગી કરી નિષ્ફળતા મેળવી, તો અંગત જીવનમાં આજ સુધી તેઓ અપરિણીત છે. જોકે બે દીકરીઓને દત્તક લઈ તેઓ માતૃત્વ સુખ પામી ચુક્યાં છે.

સુષને અફસોસ

સુષને અફસોસ

આજે પણ સુષ્મિતા સેનને લાગે છે કે બૉલીવુડમાં તેઓ વધુના હકદાર હતાં. તેમને ઐશ કરતા વધુ મળવુ જોઇતુ હતું.

હવે સાથ-સાથ

હવે સાથ-સાથ

ખેર, હવે ઐશ-સુષ બંનેનો સમય બહુ આગળ નિકળી ચુક્યો છે. તેથી જો સાચે જ હૅપ્પી એનિવર્સરીમાં બંને સાથે દેખાય, તો બંનેના ફૅન્સ માટે એક અનોખો અને સુખદ અનુભવ હશે.

ઐશ-અભિષેક

ઐશ-અભિષેક

હૅપ્પી એનિવર્સરી ઐશની કમબૅક ફિલ્મ છે કે જેમાં તેમની સાથે તેમના પતિ અભિષેક બચ્ચન હીરો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X