Exclusive: "ફિલ્મ રિલીઝ પહેલાં મને ધમકાવવાનો કોઇ ફાયદો નથી"

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં વિવિદાસ્પદ મુદ્દાઓ પર બનેલ ફિલ્મો અંગે વિવાદ થવો ખૂબ સામાન્ય વાત છે. બોલિવૂડની લેટેસ્ટ વિવાદિત ફિલ્મ છે મધુર ભંડારકારની 'ઇન્દુ સરકાર'. વર્ષ 1975ની કટોકટીની પરિસ્થિતિ પર આધારિત આ ફિલ્મ અંગે વિવાદ થશે એ વાત પહેલેથી જ નક્કી હતી.

દેશના વિવિધ ભાગમાં આ ફિલ્મનો વિરોધ શરૂ થઇ ગયો છે. કેટલીક જગ્યાએ નિર્દેશકના પુતળા બાળવામાં આવ્યા છે, તો કેટલાકે મોઢું કાળુ કરવાની ધમકી આપી છે. રાજકીય પક્ષોમાં પણ આ અંગે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આ અંગે નિર્દેશક મધુર ભંડારકર સાથે ફિલ્મીબીટે વાત કરી હતી. શું કહ્યું મધુર ભંડારકરે? જાણો અહીં...

ફિલ્મ સંબંધિત વિવાદ અંગે

ફિલ્મ સંબંધિત વિવાદ અંગે

'ફિલ્મ અંગે ખોટો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. મારી ફિલ્મ ઇન્દુ વિશે છે, જે આ ફિલ્મનું મુખ્ય પાત્ર છે. આનાથ ઇન્દુના લગ્ન એક બ્યૂરોક્રેટ સાથે થાય છે, જે સરકાર માટે કામ કરે છે. આ વાર્તા તેમની વિચારધારામાં થતી અથડામણની છે. એ જ સમયે દેશમાં ઇમરજન્સિ લાગુ થાય છે. લોકો માત્ર પોસ્ટર અને ટ્રેલરને જોઇને વિવાદ કરી રહ્યાં છે, તેમણે પહેલાં ફિલ્મ જોઇ લેવી જોઇએ.'

ફિલ્મ પહેલાં સેન્સર બોર્ડ જોશે

ફિલ્મ પહેલાં સેન્સર બોર્ડ જોશે

'ફિલ્મ રિલીઝ પહેલાં મારી પર ધમકી કે કાયદાકીય ધમકીની પણ કોઇ અસર નહીં થાય. ઇમરજન્સિની સ્થિતિ અંગે અનેક ડોક્યુમેન્ટ્રી ફિલ્મો બની છે, એમને તો કોઇએ એવી ધમકી નથી આપી કે ફિલ્મ પહેલાં અમને દેખાડો! તો પછી મારી જ ફિલ્મ અંગે આ વિવાદ શા માટે? મારી ફિલ્મ પહેલાં સેન્સર બોર્ડ જોશે, પછી બીજું કોઇ.'

આ બાયોપિક ફિલ્મ નથી

આ બાયોપિક ફિલ્મ નથી

'હું ઇમરજન્સિ પર એક ફિલ્મ બનાવવા માંગતો હતો કે પછી તમે એમ પણ કહી શકો કે, હું 70ના દશકાની કોઇ ફિલ્મ બનાવવા માંગતો હતો, પરંતુ મારી પોતાની વાર્તા સાથે. 'ઇન્દુ સરકાર' કોઇ બાયોપિક કે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નથી.'

શું ફિલ્મમાં કોઇ રાજકીય પક્ષ પર નિશાન સાધવામાં આવ્યું છે?

શું ફિલ્મમાં કોઇ રાજકીય પક્ષ પર નિશાન સાધવામાં આવ્યું છે?

'આ ફિલ્મમાં કોઇ રાજકીય પક્ષ પર નિશાન સાધવામાં નથી આવ્યું. જે સમયની આ ફિલ્મ છે, એ સમયે દેશમાં જે સરકાર હતી તેને બેકડ્રોપમાં રાખવામાં આવી છે. મારો સવાલ એ છે કે, એ સમયના ઘટનાક્રમના દર્શાવતી અનેક ડોક્યુમેન્ટ્રી બની છે, પુસ્તકો લખાયા છે. એની પર કોઇ સવાલ નથી થયા, તો પછી મારી ફિલ્મ અંગે આટલા સવાલો કેમ? આ ફિલ્મમાં તો એ મુદ્દાને સંપૂર્ણ રીતે રજૂ કરવામાં પણ નથી આવ્યો!'

આજની પેઢીને મળશે ઇમરજન્સિ અંગે જાણકારી

આજની પેઢીને મળશે ઇમરજન્સિ અંગે જાણકારી

'હું ખુશ છું કે, ફિલ્મના ટ્રેલર અને પોસ્ટરને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. ઘણા લોકો આજે ઇમરજન્સિ અંગે જાણવા માંગે છે. યંગ જનરેશન માટે આ ફિલ્મ એક સમરી(સંક્ષિપ્ત વાર્તા) સમાન હશે. આ ફિલ્મ પરથી તેમને ખ્યાલ આવશે કે, તે સમયે દેશમાં કેવું વાતાવરણ હતું, તે વખતે લોકોની વિચારસરણી કેવી હતી?'

70 ટકા કલ્પના, 30 ટકા તથ્યો

70 ટકા કલ્પના, 30 ટકા તથ્યો

'આ ફિલ્મ બનાવવામાં અનેક ચેલેન્જ હતા, સૌથી મોટું ચેલેન્જ હતું જૂના સમયને પડદા પર જીવંત કરવો અને તે પણ લિમિટેડ બજેટમાં. અમે માત્ર 42 દિવસોમાં શૂટિંગ પૂર્ણ કર્યું છે. બીજો પડકાર ફિલ્મનો વિષય. 'ઇન્દુ સરકાર'ની વાર્તા 70 ટકા કાલ્પનિક અને 30 ટકા તથ્યો પર આધારિત છે. મેં આ ફિલ્મ માટે ઘણું રિસર્ચ કર્યું છે. અનેકો લોકો સાથે વાતો-મુલાકાતો કરી, ડોક્યુમેન્ટ્રી જોઇ, પુસ્તકો વાંચ્યા અને એ સૌને પડદા પર ઉતારવાનો પ્રયત્ન કર્યો છે.'

ફિલ્મની સ્ટારકાસ્ટ

ફિલ્મની સ્ટારકાસ્ટ

'મેં જ્યારે ફિલ્મ 'પિંક' જોઇ, ત્યારે જ નક્કી કરી લીધું હતું કે મારી ફિલ્મની ઇન્દુ કીર્તિ જ બનશે. તેણે આ ફિલ્મમાં ખૂબ મહેનત કરી છે અને મને તેની પર ગર્વ છે. આ પાત્ર ભજવવું કોઇ પણ એક્ટ્રેસ માટે ખૂબ મુશ્કેલ હતું.'

આ ફિલ્મમાં કૃતિ સિવાય નીલ નિતિન મુકેશ અને અનુપણ ખેર પણ મુખ્ય પાત્રોમાં જોવા મળશે. ફિલ્મ 28 જુલાઇના રોજ રિલીઝ થનાર છે.

English summary
In an exclusive interview Madhur Bhandarkar shares his views on controversy surrounding his film 'Indu Sarkar'.
Please Wait while comments are loading...