Exclusive : રજનીકાંતનો જન્મ દિવસ અને 12-12-12

મુંબઈ, 12 ડિસેમ્બર : આજે સિનેમા જગતમાં ભગવાનનો દરજ્જો ધરવતાં રજનીકાંતનો જન્મ દિવસ છે. ફિલ્મ જગતનો આ નાયાબ સિતારો આજે 63મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. રજનીકાંતના અદ્ભુત પ્રદર્શન પાછળ એક ખૂબ જ ખાસ વાત આજે અમે આપને બતાવા જઈ રહ્યાં છે. જરા આજની તારીખ ઉપર ગોર કરો. આજે છે 12-12-12. આ અદ્ભુત સંયોગ 100 વર્ષે એક વાર થાય છે કે જે રજનીકાંત સાથે જોડાઈ ગયો છે.

Rajinikanth

જરા 12-12-12ના મૂળાંકનો સરવાળો કરો જોઇએ. આપનો જવાબ હશે 36. આપને જણાવી દઇએ કે આજે ફિલ્મી દુનિયામાં રજનીકાંતને 36 વરસ થઈ ગયા. હવે વધુ એક વાત ઉપર ગોર કરો. આ 36 નંબરને જરા ઉંધુ કરો જોઇએ. આપની સામે આવલે 63 એટલે કે રજનીકાંતનો આજે 63મો જન્મ દિવસ છે. જન્મ દિવસ તેઓ પોતાના નજીકના મિત્રો અને કુટુમ્બીઓ સાથે ઉજજવાના છે.

હવે સંયોગ કોઈની સાથે એમ જ નથી જોડાઈ જતો. સ્વાભાવિક છે કે રજનીકાંતના સિતારાઓ પણ તેમને અદ્ભુત બનાવે છે કે જેના કારણે તેઓ અભિનેતાની જેમ નહીં, પણ ભગવાનની જેમ પુજાય છે. કર્ણાટકના પાટનગર બેંગલુરૂ ખાતે 12મી ડિસેમ્બર, 1950ના રોજ જન્મેલ રજનીકાંતને તેમના દીવાના કઈ હદે ચાહે છે, એ વાતનો અંદાજો આપ આ જ વાત ઉપરથી લગાવી શકો છો કે જ્યારે ગત વર્ષે સુપર સ્ટાર રજનીકાંત માંદગીમાં સપડાયા, તો લોકોએ ખાવું-પીવું બંધ કરી દીધુ હતું. બસ ફૅન્સની એક જ ખ્વાહિશ હતી કે તેમનો આ ફેવરિટ સિતારો વહેલામાં વહેલી તકે સાજો થઈ ઘરે પરત ફરે.

અને કહે છે ને કે દવા કરતાં દુઆઓમાં વધુ અસર હોય છે. એમ જ થયું અને રજનીકાંત સિંગાપોરમાં સારવાર કરાવી સલામત પરત ફર્યાં તથા પાછા ફિલ્મોમાં સક્રિય થઈ ગયાં. આપને જાણીને આશ્ચર્ય થશે કે એશિયામાં જૅકી ચૅન બાદ રજનીકાંત જ સૌથી વધુ પૈસા લેનાર કલાકાર છે. ફર્શથી અર્શની વાત વર્ણવતી રજનીકાંતની જીવનકથા દરેકના માટે આદર્શ છે. એક સામાન્ય બસ કન્ડક્ટરથી પોતાની આજીવિકા શરૂ કરનાર રજનીકાંતનું કામ આજે પણ સતત ચાલુ છે. લોકો તેમની ફિલ્મોનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરે છે. માત્ર તામિળ સિનેમા જ નહીં, પણ હિન્દી સિનેમામાં પણ રજનીની ફિલ્મોનો બોલબાલો રહ્યો. તેમની સિગરેટ પીવાની સ્ટાઇલ તેમજ દુશ્મનોનો ધોવાની રીત આજે પણ લોકોને રોમાંચિત કરે છે.

ભારતીય સિનેમાના આ અનુમ કલાકારને વનઇન્ડિયા પણ ખૂબ-ખૂબ અભિનંદન પાઠવે છે. આપ પણ પોતાના આ ફેવરિટ કલાકારને બર્થ ડે વિશ કરી શકો છો. પોતાની શુભેચ્છાઓ નીચેના કૉમેન્ટ બૉક્સમાં નોંધાવો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X