શું રોબો 2.0માં જોવા મળશે એમી જેક્સનનો હોટ અવતાર?

Written By:
Subscribe to Oneindia News

એમી જેક્સન હાલ દેશની સૌથી બોલ્ડ અને હોટ એક્ટ્રેસિસમાંની એક છે. દક્ષિણ ભારત ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડ બંને જગ્યાએ તેનું ફેન ફોલોઇંગ ઘણું વધારે છે. યુકે અને યુએસમાં પણ ફેશન વર્લ્ડ અને મોડેલિંગમાં એમી જેક્સન જાણીતું નામ છે. આ સુંદર એક્ટ્રેસની કેટલીક હોટ તસવીરો જુઓ અહીં...

સાઉથની સુપરસ્ટાર

સાઉથની સુપરસ્ટાર

એમીએ સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે ફિલ્મો હિટ પણ રહી છે. સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખાણ બનાવવામાં એમી સફળ થઇ છે. તેણે તમિલ ફિલ્મો થકી જ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સિવાય તેણે 2 તેલુગૂ ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને એક કન્નડ ફિલ્મ પર હાલ તે કામ કરી રહી છે.

એક દિવાના થા

એક દિવાના થા

એમીએ વર્ષ 2012માં બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. તેની પ્રથમ ફિલ્મ 'એક દિવાના થા'માં તેની સામે પ્રતિક બબ્બર હતો. આ એક સાઉથ ઇન્ડિયન સુપરહિટ ફિલ્મની રિમેક હતી, પરંતુ બોલિવૂડ બોક્સ ઓફિસ સુપરફ્લોપ સાબિત થઇ હતી. જો કે, એમીના પર્ફોમન્સના અને તેની પ્રતિક સાથેની કેમેસ્ટ્રીના ખાસા વખાણ થયા હતા.

સિંહ ઇઝ બ્લિંગ

સિંહ ઇઝ બ્લિંગ

ત્યાર બાદ તે અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'સિંહ ઇઝ બ્લિંગ'માં જોવા મળી હતી. આ અક્ષય અને કેટરિનાની સુપરહિટ ફિલ્મ 'સિંહ ઇઝ કિંગ'ની ફ્રેન્ચાઇઝીની જ ફિલ્મ હતી, પરંતુ ફિલ્મ ખાસ ચાલી નહોતી.

રોબો 2.0

રોબો 2.0

હાલ એમી જેક્સન રજનીકાંતની ફિલ્મ 'રોબોટ'ની સિક્વલ 'રોબો 2.0'ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે રજનીકાંત સાથે રોમાન્સ કરતી જોવા મળશે, સાથે જ ફિલ્મમાં અક્ષય કુમાર વિલનનો રોલ ભજવી રહ્યાં છે.

બ્લોકબસ્ટર ફિલ્મ

બ્લોકબસ્ટર ફિલ્મ

'રોબો 2.0' ફિલ્મ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મ કહેવાઇ રહી છે, આથી રજનીકાંત, અક્ષય અને એમી ત્રણેયને આ ફિલ્મ પાસે ઘણી આશા છે. આશા રાખીએ કે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થાય.

એમીનો રોબોટિક અવતાર

એમીનો રોબોટિક અવતાર

થોડા સમય પહેલાં જ આ ફિલ્મના સેટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. આ ફોટોઝમાં એમી રોબોટિક અવતારમાં જોવા મળી હતી, જેમાં તે ટ્રક ચલાવી રહી હતી. આ ફિલ્મ જાન્યુઆરી, 2018માં રિલીઝ થનાર છે.

English summary
You should never miss viewing these spectacular pictures of the gorgeous Amy Jackson.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.