માધુરી દીક્ષિતની આ એક ભૂલની સજા ભોગવી રહ્યો છે આખો પરિવાર, ' મઝા મા'નુ ટ્રેલર થયુ રીલિઝ
હવે ટૂંક સમયમાં માધુરી દીક્ષિત ફિલ્મ 'મઝા મા'માં જોવા મળવાની છે. તેની આગામી ફિલ્મનુ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે.
મુંબઈઃ બૉલિવુડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત પોતાના દમદાર અભિનય માટે જ ફેમસ નથી પરંતુ લોકો તેની સુંદરતાના પણ દીવાના છે. 55 વર્ષની ઉંમરે પણ માધુરી દીક્ષિત પોતાની સુંદરતાથી ઘણી નાની ઉંમરની હિરોઈનોને પણ માત આપી શકે છે. હવે ટૂંક સમયમાં માધુરી દીક્ષિત ફિલ્મ 'મઝા મા'માં જોવા મળવાની છે. તેની આગામી ફિલ્મનુ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિતની સાથે ગજરાજ રાવ, રિત્વિક ભૌમિક, શીબા ચઢ્ઢા અને બરખા સિંહ પણ જોવા મળશે. ટ્રેલર જોઈને લાગે છે કે આ ફિલ્મની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે.

માની ભૂમિકામાં જોવા મળશે માધુરી દીક્ષિત
આ ફિલ્મના ટ્રેલરમાં જોઈ શકાય છે કે પિતાને અંગ્રેજી ન બોલવાની સમસ્યા છે, બહેન ખૂબ ગુસ્સાવાળી છે, દીકરો 9થી 5 નોકરી કરવાવાળો છે પરંતુ માતા એકદમ પરફેક્ટ લાગે છે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત માતાનો રોલ કરી રહી છે. માતા પરિવારની સંભાળ રાખે છે, તે પણ ખૂબ જ ગૌરવ સાથે પરંતુ ચોક્કસપણે ક્યાંક કોઈ ગરબડ છે. આ એટલી મોટી અને જોરદાર ગડબડ હોય છે જે સમગ્ર પરિવારને હચમચાવી નાખે છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ ઓટીટી પ્લેટફોર્મ પર 6 ઓક્ટોબરે સ્ટ્રીમ કરવામાં આવશે.
ઓટીટી પર જોઈ શકશો ફિલ્મ 'મઝા મા'
એમેઝોન પ્રાઇમ વrડિયોએ માધુરી દીક્ષિત અભિનીત પ્રથમ ઈન્ડિયન ઓરિજનલ ફિલ્મ 'મઝા મા'નુ ટ્રેલર લૉન્ચ કર્યુ છે. ફેમિલી એન્ટરટેઈનરમાં ઈન્ડસ્ટ્રીના અનુભવી કલાકારો સાથે ઘણા નવા ચહેરા જોવા મળશે. આમાં ફૂલ હાસ્ય-મજાક, ભરપૂર પ્રેમ પણ છે પરંતુ કંઈક એવુ છે જેના કારણે તેમના સંબંધોમાં ખટાશ આવી જાય છે. આ ફિલ્મના નિર્દેશક આનંદ તિવારી છે. આ ફિલ્મની વાર્તા સુમિત બથેજાએ લખી છે.

ફિલ્મની કહાની પલ્લવીની આસપાસ ફરે છે
ટ્રેલરમાં ખુશમિજાજ પલ્લવી(જેની ભૂમિકા માધુરી દીક્ષિત ભજવી રહી છે)ના જીવનની ઝલક બતાવવામાં આવી છે, જે તેના મધ્યમવર્ગીય પરિવાર અને તે જે સમાજમાં રહે છે તેની તાકાત છે. ફિલ્મની વાર્તા પલ્લવીની આસપાસ ફરે છે. જેમ જેમ વાર્તા આગળ વધે છે, એ જીવન જેને તેણે ખૂબ પ્રેમથી બનાવ્યુ છે તે વિખરવા લાગે છે, જેનાથી તેના પુત્રની સગાઈ જોખમમાં મૂકાય છે. ટ્રેલરમાં આગળ જોઈ શકાય છે કે આખો પરિવાર તૂટવા લાગે છે. ફિલ્મમાં એ જોવાનુ રહેશે કે પલ્લવી અને તેનો પરિવાર આ ઉથલ-પાથલનો સામનો કેવી રીતે કરે છે.

પોતાની ભૂમિકાથી ઉત્સાહિત છે માધુરી
પિંકવિલા સાથે વાત કરતા માધુરી દીક્ષિતે આ ફિલ્મ વિશે કહ્યુ - હું પ્રાઇમ વrડિયોની પ્રથમ ભારતીય એમેઝોન ઓરિજિનલ મૂવીનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું આ ફિલ્મમાં મારા પાત્રને લઈને સૌથી વધુ ઉત્સાહિત છુ. મારી ભૂમિકા એક જટિલ ભૂમિકા છે જેમાં ઘણી બારીકાઈ છે. મે આ પહેલા ક્યારેય આ પ્રકારનુ પાત્ર ભજવ્યુ નથી.

ઘણા પ્રકારના ઈમોશન્સમાંથી પસાર થાય છે માધુરી
માધુરી દીક્ષિત આગળ કહે છે - આ ફિલ્મમાં મે એક માતા અને પત્નીનુ પાત્ર ભજવ્યુ છે જે સમાજમાં પોતાનુ સંપૂર્ણ યોગદાન આપે છે. પલ્લવી પટેલ એટલી સરળતા અને સુંદરતા સાથે મોટી જવાબદારીઓ નિભાવે છે. લોકો તેની શક્તિ, દ્રઢ વિશ્વાસ અને ફરીથી ઊભા થવાની ક્ષમતાને અવગણતા હોય તેવુ લાગે છે. તેણી ઘણી પ્રકારની લાગણીઓમાંથી પસાર થાય છે જે તેના અને તેના પ્રિયજનોના જીવન પર ઊંડી અસર કરે છે.












Click it and Unblock the Notifications
