જાણીતી અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં મોત, ફિલ્મ જગતમાં શોકનો માહોલ

મનોરંજન જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. એક જાણીતી અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અભિનેત્રીના ચાહકો ગમગીન બની ગયા છે.

નવી દિલ્હી : મનોરંજન જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. એક જાણીતી અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અભિનેત્રીના ચાહકો ગમગીન બની ગયા છે. ખૂબ જ નાની ઉંમરમાં આ રીતે અભિનેત્રીના અવસાનના કારણે લોકો હતાશ થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે અભિનેત્રી હોળીના દિવસે તેના મિત્ર સાથે ઘરે આવી રહી હતી.

ગાયત્રીનું નિધન

ગાયત્રીનું નિધન

તેલુગુ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ગાયત્રી ઉર્ફે ડોલી ડીક્રુઝનું 26 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. અભિનેત્રી જે કારમાં મુસાફરી કરી રહી હતી, તેકારને હૈદરાબાદના ગચીબોવલી વિસ્તારમાં ભયાનક અકસ્માત થયો હતો.

તેણી તેના મિત્ર રાઠોડ સાથે ઘરે પરત ફરી રહી હતી, જે 18 માર્ચ, શુક્રવારે મોડી રાત્રે હોળીનીઉજવણી પછી કાર ચલાવી રહ્યો હતો. અહેવાલો અનુસાર આ અકસ્માતમાં રાઠોડનું પણ મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, રોડ પર ડિવાઈડર સાથે અથડાતાપહેલા કારે નિયંત્રણ ગુમાવ્યું અને પલટી ગઈ હતી.

સ્થળ પર જ થયું હતું મૃત્યુ

સ્થળ પર જ થયું હતું મૃત્યુ

દેખીતી રીતે ગાયત્રીને સ્થળ પર મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે રાઠોડને બચાવ માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ અફસોસ તે ઘણીગંભીર ઈજાઓને કારણે મૃત્યુ પામ્યો હતો. અહેવાલો સામે આવ્યા છે કે, કાર રસ્તા પર ચાલી રહેલી 38 વર્ષીય મહિલા સાથે પણ અથડાઈ હતી.

કાર પલટી જવાનેકારણે મહિલા કારની નીચે ફસાઈ ગઈ હતી. અહેવાલો સૂચવે છે કે, ડોલી ડી ક્રુઝની જેમ, મહિલાએ પણ અકસ્માત સ્થળે અંતિમ શ્વાસ લીધા હતા.

ખૂબ પ્રખ્યાત હતી ગાયત્રી

ખૂબ પ્રખ્યાત હતી ગાયત્રી

ગાયત્રી ઉર્ફે ડોલી ડીક્રુઝે શરૂઆતમાં તેની ગ્લેમરસ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ સિવાય તેની યુટ્યુબ ચેનલ, જલ્સા રાયડુ દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. સોશિયલ મીડિયા પરફેમસ થયા બાદ તેને વેબ સિરીઝ 'મેડમ સર મેડમ આંટે'માં કામ કરવાની ઓફર મળી હતી. તે ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ જોવા મળી હતી.

તેમના આકસ્મિક અનેઆઘાતજનક અવસાનથી સોશિયલ મીડિયાની દુનિયા તેમજ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણાને આઘાત લાગ્યો છે. તેના ચાહકો હજૂ પણ વિશ્વાસ નથી કરી શકતા કે,ગાયત્રી હવે આ દુનિયામાં નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X