For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણીતા અભિનેત્રી વીણા કપૂરની કપાતર દીકરાએ કરી નિર્મમ હત્યા, કરોડોના ફ્લેટની લાલચે બેટથી મારી મોતને ઘાટ ઉતાર્યા

ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેત્રી વીણા કપૂરની તેમના પોતાના દીકરાએ જ બેટથી મારીને હત્યા કરી દીધી છે. ઘટના સામે આવતા સહુ કોઈ ચોંકી ગયા છે. જાણો વિગત.

|
Google Oneindia Gujarati News

Veena Kapoor Murder: ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા અભિનેત્રી વીણા કપૂરની તેમના જ દીકરાએ હત્યા કરી દીધી છે. કપાતર દીકરાએ ખૂબ જ નિર્દયતાથી પોતાની માને મોતને ઘાટ ઉતારી દીધી છે. ઘટના સામે આવતા લોકો ચોંકી ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ મિલકત માટે દીકરાએ આ નિર્મમ હત્યા કરી છે. વીણા કપૂરના પુત્રએ બેઝબોલ બેટથી નિર્દયતાથી હત્યા કરી અને પછી મૃતદેહને 90 કિલોમીટર દૂર જંગલમાં ફેંકી દીધો હોવાનો આરોપ છે.

જુહુ વિસ્તારમાં બની આ ઘટના

જુહુ વિસ્તારમાં બની આ ઘટના

મહારાષ્ટ્રના પોશ જુહુ વિસ્તારમાં આ હત્યાનો કિસ્સો બન્યો, જેણે ટીવી ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. વીણા કપૂરની હત્યાના આ ચોંકાવનારા સમાચાર તેમની કો-સ્ટાર નીતુ કોહલીએ આપ્યા. નીતુએ 74 વર્ષના વીણા કપૂર સાથે ટીવી અને ફિલ્મના સેટ પર ઘણા વર્ષો સુધી કામ કર્યુ છે. તેણે કહ્યુ કે આરોપી પુત્રની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

નીતુ કોહલીએ શેર કરી હત્યા પાછળની કહાની

નીતુ કોહલીએ શેર કરી હત્યા પાછળની કહાની

તેની મિત્ર અને સહ-અભિનેતાના મૃત્યુથી આઘાત પામેલી નીતુ કોહલીએ અભિનેત્રીના દુઃખદાયક મૃત્યુ પાછળની કહાનીનો ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો છે. તેની પોસ્ટ મુજબ વીણા કપૂરના પુત્રએ ગુસ્સામાં બેઝબોલ બેટથી તેની માતાને વારંવાર માથા પર મારીને હત્યા કરી. બાદમાં જ્યારે તેણે જોયુ કે માતા મૃત્યુ પામી છે ત્યારે તેણે તેમની લાશને દૂર લઈ જઈને ફેંકી દીધી.

હત્યારા પુત્રની થઈ ધરપકડ

હત્યારા પુત્રની થઈ ધરપકડ

તમને જણાવી દઈએ કે વીણાના મૃતદેહને તેના પુત્રએ મુંબઈથી 90 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના રાયગઢ પાસે માથેરાન નદીમાં ફેંકી દીધો હતો. જ્યારે અમેરિકામાં રહેતા તેમના પુત્રને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેણે મુંબઈના અધિકારીઓને જાણ કરી. ત્યારબાદ પુત્રની ધરપકડ કરવામાં આવી અને પછી પૂછપરછ કરવામાં આવી.

English summary
Famous actress Veena kapoor murder by her own son, Neetu Kohli reveals the dispute
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X