For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીવીના પ્રખ્યાત અભિનેતા અનુપમ શ્યામ ઓઝાનું નિધન

મોટા પડદા અને ટીવીના પ્રખ્યાત અભિનેતા અનુપમ શ્યામ ઓઝાનું રવિવારની સાંજે નિધન થયું હતું. અનુપમ 63 વર્ષના હતા. અનુપમ શ્યામ ઓઝા લાંબા સમયથી કિડનીની બીમારી સામે લડી રહ્યા હતા.

|
Google Oneindia Gujarati News

મુંબઈ : મોટા પડદા અને ટીવીના પ્રખ્યાત અભિનેતા અનુપમ શ્યામ ઓઝાનું રવિવારની સાંજે નિધન થયું હતું. અનુપમ 63 વર્ષના હતા. અનુપમ શ્યામ ઓઝા લાંબા સમયથી કિડનીની બીમારી સામે લડી રહ્યા હતા. અનુપમ શ્યામ ઓઝાને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડ્યું હતું. તાજેતરમાં તેમને મુંબઈની લાઈફલાઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

કિડની ઈન્ફેક્શનના કારણે અનુપમ શ્યામ ઓઝાની હાલત નાજુક હતી. થોડા સમય પહેલા અનુપમની હાલત સ્થિર થઇ હતી અને એવું પણ માનવામાં આવતું હતું કે, તે પ્રતિજ્ઞા સિરિયલની સીઝન 2માં પરત ફરી શકે છે, પરંતુ તેમની તબિયત ફરી એકવાર બગડી હતી. તેમને ICUમાં રાખવામાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જે બાદ રવિવારની મોડી રાત્રે તેમના શરીરના ઘણા ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

Anupam Shyam Ojha

અનુપમ લાંબા સમયથી બીમારી સામે ઝઝમી રહ્યા હતા. જે દરમિયાન તેમને આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન તેમને ઘણા લોકો પાસેથી આર્થિક મદદ માંગી હતી. ગત વર્ષ UP CM યોગી આદિત્યનાથે અનુપમ શ્યામ ઓઝાને સારવાર માટે 20 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.

ટીવી સિરિયલ 'પ્રતિજ્ઞા'માં ઠાકુર સજ્જન સિંહનું પાત્ર ભજવીને તેમને ઘરે ઘરે લોકપ્રિય બન્યા હતા. અનુપમ શ્યામ ઓઝા વર્ષ 1994માં શેખર કપૂરની પ્રખ્યાત ફિલ્મ બેન્ડિટ ક્વીનમાં કામ કર્યું છે. છેલ્લે 2008માં તેમને સ્લમડોગ મિલિયોનર નામની ફિલ્મ જોવા મળ્યા હતા. તેમને ટીવી સિરિયલ પ્રતિજ્ઞામાં સજ્જન સિંહના પાત્રથી ઓળખ મળી હતી.

English summary
Famous big screen and TV actor Anupam Shyam Ojha passed away on Sunday evening. Anupam was 63 years old. Anupam Shyam Ojha had been battling kidney disease for a long time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X