ફેન ફિલ્મે બોક્સ ઓફિસ પર 3 દિવસમાં મચાવી ધૂમ

શાહરૂખ ખાનની ફિલ્મ ફેન શુક્રવારે રિલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક ધમાકેદાર શરૂઆત કરી છે અને ભારત સાથે જ વિદેશોમાં પણ તે સારી કમાણી કરી રહી છે. ફેન ફિલ્મે તેની ઓપનિંગ સાથે જ કરી છે 19.20 કરોડની કમાણી અને આ સાથે જ તે વર્ષની ટોપ 10 ફિલ્મના લિસ્ટમાં સામેલ થઇ ગઇ છે. ત્યારે સોમવાર સુધી ફેનની કમાણી કેવી રહી તે વિષે વધુ જાણો અહીં

ઓપનિંગ ડે છપ્પડ ફાડ

ઓપનિંગ ડે છપ્પડ ફાડ

શાહરૂખ ખાનની ફિલ્મ ફેનને લઇને દર્શકો પહેલેથી જ ઉત્સુક હતા અને આ જ કારણે આ ફિલ્મ રિલિઝિંગ ડે પર જ 19.20 કરોડની કમાણી કરી.

શનિવારે

શનિવારે

જો કે શનિવારે ફેનની કમાણીમાં થોડો ધટાડો જોવા મળ્યો હતો. અને તેણે શનિવારે 15.40 કરોડની કમાણી કરી હતી.

105 કરોડની ફિલ્મ

105 કરોડની ફિલ્મ

નોંધનીય છે કે ફેન ફિલ્મની પ્રોડક્શન કોસ્ટ 85 કરોડ રહી હતી. અને જાહેરાતના બજેટને એડ કરતા આ ફિલ્મ કુલ 105 કરોડના ખર્ચે બની

સોમવાર સુધીમાં

સોમવાર સુધીમાં

શનિવાર સુધીમાં ફિલ્મે 34.60 કરોડની કમાણી કરી હતી. ત્યારે ફિલ્મના જાણકારોનું કહેવું છે કે સોમવાર સુધી આ ફિલ્મ 50 કરોડ એટલે કે તેના બજેટની અડધી કિંમત તો વસૂલી જ લેશે.

જંગલ બુકની ટક્કર

જંગલ બુકની ટક્કર

જો કે ફેન ફિલ્મને હોલીવૂડ ફિલ્મ ધ જંગલ બુક સારી એવી ટક્કર આપી રહ્યું છે અને વિદેશમાં પણ તમિલ અને હોલીવુડ ફિલ્મના કારણે ફેનનું માર્કેટ ડગમગું છે.

ફેનથી આશ

ફેનથી આશ

ફિલ્મ જાણકારોના મતે ફેન આવનારા દિવસોમાં અર્બન વિસ્તારોમાં સારી કમાણી કરશે. જો કે હાલ તો આ ફિલ્મ 2016ની ટોપ 10 સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મમાંથી એક થઇ ગઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X