શો માં બાળકને બળજબરીથી ગળે લગાવીને ટ્રોલ થયા સલમાન-જેકલીન
સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડીસ હાલમાં પોતાની આવનારી ફિલ્મ રેસ 3 ના પ્રમોશનમાં બિઝી છે. આ શો માં જેકલીને કંઈક એવુ કામ કર્યુ કે સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડીસ હાલમાં પોતાની આવનારી ફિલ્મ રેસ 3 ના પ્રમોશનમાં બિઝી છે. હાલમાં જ બંને એક ડાંસ રિયાલીટી શો પર પહોંચ્યા જેના જજોમાં માધુરી દિક્ષિત નેને પણ છે. આ શો માં જેકલીને કંઈક એવુ કામ કર્યુ કે સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. જેકલીને એક બાળકને બળજબરીથી ગળે લગાવી દીધો જેના પર લોકોએ તેને ઘણુ ખરુ ખોટુ સંભળાવ્યુ. લોકોએ પૂછ્યુ કે બાળકની મરજી વગર જેકલીને તેને કેમ ગળે લગાવ્યો?

જેકલીને વ્યક્ત કરી બાળકને ગળે મળવાની ઈચ્છા
સલમાન ખાન, જેકલીન ફર્નાન્ડીસ અને અનિલ કપૂર સાથે પોતાની આવનારી ફિલ્મ ‘રેસ 3' ના પ્રમોશન માટે એક ડાંસ રિયાલિટી શો માં પહોંચ્યા. આ શો માં જેકલીને એક બાળકને ગળે મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તેણે એમ પણ કહ્યુ કે તેને એમ લાગે છે કે બાળક ના પાડી દેશે. આના પર સલમાને બાળકને પૂછ્યુ કે જેકલીન તેને ગળે મળવા ઈચ્છે છે, શું તે એને ગળે મળવા દેશે? આના પર બાળકે ના પાડી દીધી અને કહ્યુ જેકલીનને ગળે મળવાનું મન નથી.

લોકોએ જેકલીનને ખરુ ખોટુ સંભળાવ્યુ
આના પર સલમાન અને જેકલીન તરત જ સ્ટેજ પર પહોંચી ગયા અને બાળકને પકડીને ગળે મળી લીધુ. જેકલીને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. તેણે લખ્યુ, "બાળકો હંમેશા મને પસંદ કરતા હોય છે, પરંતુ આ બાળક અલગ હતો. છેવટે, મે તેને ગળે મળી જ લીધુ." બાળકને બળજબરીથી ગળે મળવા પર સોશિયલ મીડિયા પર લોકોએ જેકલીનને ખૂબ ખરુ ખોટુ સંભળાવ્યુ છે. લોકોનું કહેવુ છે કે બાળકે ગળે મળવાની ના પાડી હતી તો પછી તેની સાથે જબરદસ્તી કેમ કરવામાં આવી?

જો સલમાન બાળકીને જબરદસ્તી ગળે લગાવતા તો?
જેકલીનના વીડિયો પર એક યુઝરે લખ્યુ, "શું તમારા લોકોમાં દિમાગ નથી? બાળક ના પાડી રહ્યુ છે અને તમે તેને બળજબરીથી ગળે લગાવી રહ્યા છો. આ મોલેસ્ટેશન છે. જો કોઈ બાળકી ના પાડતી અને સલમાન તેને બળજબરીથી ગળે લગાવતો તો?" આ ફેને તો ત્યાં સુધી લખી દીધુ કે જેકલીનની તો પૉક્સો હેઠળ ધરપકડ કરવી જોઈએ. વળી, બીજા એક યુઝરે લખ્યુ કે આ લોકો બાળકે ના પાડવા છતાં આવુ કરી શકે છે? જેકલીન તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા આવી નથી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
