ફરાહ ખાનને તાવ, હૉસ્પિટલમાં દાખલ

મુંબઈ, 10 જૂન : બૉલીવુડ કોરિયોગ્રાફર તથા દિગ્દર્શક ફરાહ ખાન હાઈ ફીવરના પગલે અહીંની સિટી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. ફરાહે ટ્વિટર ઉપર પોતાના આરોગ્ય અંગે લખ્યું - હું અત્યારે હૉસ્પિટલમાં છું. તમારા સહકાર અને પ્રાર્થના બદલ આભાર. હું ટુંકમાં જ હૉસ્પિટલમાંથી બહાર આવીશ. મને હકારાત્મક ઊર્જા મોકલવાનું ચાલુ રાખશો. તે સાચે જ મદદગાર છે.

farah-khan

48 વર્ષીય ફરાહ ખાન ટ્વિટરમાં વધુમાં ઉમેરે છે - બહાર વરસાદ છે, હૉટ ટી તથા ટોસ્ટ બટર... બધું જ પરફેક્ટ છે હૉસ્પિટલમાં. હવે ઘરે જવાનો સમય છે. હવે બહુ થઈ ગયું.

હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ફરાહ ખાન પોતાના દિગ્દર્શન હેઠળની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ માટે કામ શરૂ કરશે કે જેમાં શાહરુખ ખાન હીરો છે. કહે છે કે આ ફિલ્મમાં સાઉથના અભિનેતા પૃથ્વીરાજને પણ મહત્વનો રોલ આપવામાં આવ્યો છે. ફરાહ ખાને તાજેતરમાં જ રિલીઝ થયેલી યે જવાની હૈ દીવાની ફિલ્મમાં માધુરી દીક્ષિત ઉપર ફિલ્માવાયેલ ઘાઘરા સૉંગ કોરિયોગ્રાફ કર્યુ હતું.

સતીશ કુંદર સાથે લગ્ન કરનાર ફરાહ ખાનને ત્રણ સંતાનો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X