Video : ચોલી બાદ માધુરીનો ઘાઘરો બનશે બ્રેકિંગ ન્યુઝ
મુંબઈ, 16 મે : બૉલીવુડના ધક ધક ગર્લ માધુરી દીક્ષિત અનેક હુલામણા નામે જાણીતા થયાં છે. ક્યારેક એક દો તીન ગર્લ, ક્યારેક ધક ધક ગર્લ તો ક્યારેક ચોલી ગર્લ અને હવે કદાચ માધુરી સાથે નવું હુલામણુ નામ જોડાશે ઘાઘરા ગર્લ.

યે જવાની હૈ દીવાની ફિલ્મમાં માધુરી દીક્ષિતે ‘ટીવી પે બ્રેકિંગ ન્યુઝ... હાય રે મેરા ઘાઘરા, બગદાદ સે લેકે દિલ્લી વાયા આગરા... ગીત ઉપર જે પ્રકારનું પરફૉર્મન્સ આપ્યું છે, તો જોતાં સ્પષ્ટ છે કે ચોલી ગર્લ હવે કદાચ ઘાઘરા ગર્લ તરીકે પ્રસિદ્ધિ જરૂર પામશે.
માધુરી દીક્ષિતે તેઝાબ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં નામના મેળવી હતી અને તેમાં એક દો તીન... ગીત ઉપર તેમના ડાન્સિંગ પરફૉર્મન્સે સૌના દિલ જીતી લીધા હતાં. પછી તેઓ દિલ ફિલ્મના ધક ધક કરને લગા... અને તે પછી ખલનાયક ફિલ્મના ચોલી કે પીછે ક્યા હૈ... ગીતથી વધુ લોકોના હૃદય પર છવાઈ ગયાં.
હવે માધુરી દીક્ષિત યે જવાની હૈ દીવાની ફિલ્મમાં રણબીર કપૂર સાથે ઘાઘરા સૉંગમાં જબર્દશ્ત ડાન્સ પરફૉર્મન્સ આપી પુનઃ એક વાર ઘાઘરા ગર્લ તરીકે પ્રસિદ્ધિ પામે તો નવાઈ નથી.
<center><iframe width="650" height="417" src="http://www.youtube.com/embed/jQSrrisU2oI" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
