Pictures : ફરાહ ખાન છે અસલી આયટમ ક્વીન
મુંબઈ, 6 ડિસેમ્બર : બૉલીવુડના જાણીતાં ડાંસ ડાયરેક્ટર ફરાહ ખાન આજકાલ આવનાર ફિલ્મ દબંગ 2ના આયટમ નંબર ફેવીકૉલ સૉંગ અંગે ખૂબ ઉત્સાહિત છે. તેમના ગીતે ધૂમ મચાવી છે. દબંગમાં પણ તેમણે મુન્ની બદનામ જેવું હિટ ગીત આપ્યુ હતું. તેથી તેમના ગીત ફેવીકૉલ સે અંગે સૌનો ઉત્સાહ વધી ગયો છે. સૌને આશા છે કે મુન્ની જેટલું જ બદનામ ફેવીકૉલ સૉંગ પણ થશે.
ફરાહે આ ગીત માટે કરીના કપૂરના ખૂબ વખાણ કર્યાં છે, તો કરીનાએ પણ આ ગીત માટે ફરાહ અને અરબાઝ ખાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. બંને જ ખાનો એટલે કે ફરાહ ખાન અને કરીના કપૂર ખાન ફેવીકૉલ સૉંગની માદકતા સાથે ચોંટી ગયાં છે. જો આ ગીત હિટ થાય, તો ફરાહ ખાનની હૅટ્રિક થશે કારણ કે મુન્ની બદનામ અને શીલા કી જવાની બાદ ફેવીકૉલ સૉંગ તેમનું ત્રીજું હિટ આયટમ નંબર ગણાશે.
આવો તસવીરો દ્વારા જાણીએ ફરાહના હિટ નંબરો...

દબંગ
દબંગ ફિલ્મમાં ફરાહ ખાને મલાઇકા અરોરા ખાન સહારે મુન્નીને એવી બદનામ કરી કે લોકો બસ જોતાં જ રહી ગયાં.

તીસ માર ખાં
આ ફિલ્મમાં ફરાહે કૅટરીના કૈફ વડે શીલા કી જવાની લોકોના હૃદયમાં ઉતારી દીધી.

કોઈ મિલ ગયા
કોઈ મિલ ગયા ફિલ્મમાં ફરાહે હૃતિક વડે ઇધર ચલા મૈં ઉધર ચલા ગીત પર લોકોને ખૂબ ડોલાવ્યાં.

દિલ ચાહતા હૈ
દિલ ચાહતા હૈ ફિલ્મનું વો લડકી હૈ કહાં સૉંગ આજેય લોકો ભૂલ્યા નથી.

કહો ના પ્યાર હૈ
એક પલ કા જીના ગીત કહો ના પ્યાર ફિલ્મમાં લોકોના હૃદયને સ્પર્શી ગયું.

દિલ સે
ફિલ્મ દિલ સેનું છંઇયા છંઇયા ગીત ફરાહ ખાનનો કરિશ્મા હતું. આ ગીતમાં ટ્રેન ઉપર શાહરુખ-મલાઇકાએ લગાવેલા ઠુમકાં લોકો ભુલ્યા નથી.

દબંગ 2
ફરી એક વાર ફરાહ ખાન ફેવીકૉલ સૉંગ દ્વારા સૌના દિલ જીતવાની તૈયારીમાં છે.
-
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ












Click it and Unblock the Notifications
