For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Father's Day: તમામ સુપર ડેડને સમર્પિત!

|
Google Oneindia Gujarati News

રવિવારે છે ફાધર્સ ડે. કહેવાય છે કે બાળકના જીવનમાં માં-બાપ બન્ને મહત્વનો રોલ ભજવે છે. અને બન્નેમાંથી કોઇ એક પણ ના હોય તો બાળકનો સંપૂર્ણ રીતે વિકાસ થવો અશક્ય છે. માં જ્યાં આપણી દરેક નાની જરૂરિયાતને પૂરી કરે છે ત્યાં જ પિતા આપણને દુનિયા અને દુનિયાદારી શીખવી જીવતા શીખવે છે.

જો કે દરેક બાળક અને પિતા અલગ અલગ પ્રકારના સંબંધો ધરાવે છે. પણ કહેવાય છેને કે લેબલ ભલે ગમે તે લગાવો છેવટે બાળક અને બાપનો સંબંધ તો તેવો ને તેવો જ રહે છે. ત્યારે આજે આપણે બોલીવૂડના આવા જ કેટલાક બાળક અને પિતાના સંબંધો પર આધારિત ફિલ્મની વાત કરીશું જેમાં સંબંધો અલગ અલગ છે પણ પિતાનું વાત્સલ્ય તેવુંને તેવું જ છે...

પીકૂ

પીકૂ

પીકૂ, અમિતાભ બચ્ચન અને દિપીકા પાદુકોણની આ ફિલ્મ, બાપ-પુત્રીના સંબંધોને દર્શાવે છે. જ્યાં એક બાપને તેની દિકરી તેના બાળકની જેમ સાચવે છે.

પા

પા

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન એક તેવા પિતા-બાળકની સ્ટોરી છે જેમાં પિતાએ તેના બાળકને, પોતાના બાળક તરીકે સ્વીકાર્યો નથી. અને તેનું બાળક પણ એક તેવી બિમારીથી પીડાય છે જેનો કોઇ ઇલાજ નથી. તેમ છતાં આ બાળક જતાં જતાં તેના મા-બાપને એક કરતો જાય છે.

મેં એસા હી હૂ

મેં એસા હી હૂ

મેં એસા હી હૂ એક તેવા પિતા-પુત્રીના પ્રેમની સ્ટોરી જ જ્યાં પિતાને માનસિક રીતે અસ્થિર છે. પણ તેનો તેની પુત્રી માટે પ્રેમ આ વાતના કારણે કદી બાદ્ય નથી બનતો.

વિરુદ્ધ

વિરુદ્ધ

2005માં આવેલી ફિલ્મ વિરુદ્ધમાં અમિતાભ બચ્ચન તેના પુત્ર જ્હોન અબ્રાહ્મની મોતને ન્યાય અપાવવા માટે જે સંધર્ષ કરે છે તેને વર્ણાવવામાં આવ્યો છે.

કુંવારા બાપ

કુંવારા બાપ

જો કે બોલીવૂડમાં પિતા અને બાળકના સંબંધોને સૌથી પહેલા કોઇ ફિલ્મ બખૂબી રીતે ઉજાગર કર્યા હોય તો તે છે મહેમૂદની ફિલ્મ કુંવારા બાપ.

લિસ્ટ

લિસ્ટ

જો કે આ લિસ્ટમાં 1983 માસૂમ, 2002 બનેલ પિતા, ડિયર ડૈડ, ઉડાન, ખામોશી, સૂર્યવંશન જેવી અનેક ફિલ્મોને સમાવી શકાય છે. જ્યાં પિતા અને બાળકના અનોખા સંબંધને રૂપેરી પડદે દેખાવવામાં આવ્યો છે.

English summary
Bollywood creates super dad, here are some pictures on father realation, have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X