દંગલ ગર્લ ફાતિમા સના શેખના બિકિની ફોટો પર થયો વિવાદ!!

Posted By:
Subscribe to Oneindia News

આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાનનું શૂટિંગ બુધવારે યુરોપમાં શરૂ થયું હતું. આ શૂટિંગના કેટલાક ફોટોઝ ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા. આ સાથે જ ફિલ્મની હીરોઇન ફાતિમા સના શેખે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર બિકિનીમાં કેટલાક ફોટોઝ પોસ્ટ કર્યા હતા. ફાતિમાના આ હોટ ફોટોઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા અને તેને કારણે વિવાદ પણ થયો હતો.

બિકિનીમાં ફાતિમા

બિકિનીમાં ફાતિમા

આ સુંદર ફોટોમાં ફાતિમા બીચ પર બ્લેક હોલ્ટર નેક બિકિનીમાં જોવા મળે છે. તેની પ્રથમ ફિલ્મ દંગલમાં ફાતિમાનો નોન-ગ્લેમરસ રોલ હતો, પરંતુ આ ફોટામાં તે અત્યંત ગ્લેમરસ અને હોટ લાગી રહી છે. ફેન્સને તેની આ તસવીર ખૂબ પસંદ પડી છે, પરંતુ કેટલાક લોકોએ આ તસવીર બદલ તેની આલોચના પણ કરી છે.

રમઝાનમાં આવી તસવીર?

રમઝાનમાં આવી તસવીર?

તેને આ તસવીરો પર અનેક પોઝિટિવ-નેગેટિવ કોમેન્ટસ મળી રહી છે. ફાતિમાના કેટલાક ફેન્સે રમઝાનમાં આવી તસવીર મુકવા પર આપત્તિ લીધી છે. તો કોઇએ કહ્યું, તમે મુસ્લિમ છો, થોડો તો વિચાર કરો.

ફાતિમાએ નથી આપ્યો જવાબ

ફાતિમાએ નથી આપ્યો જવાબ

ઘણા લોકો ફાતિમાને સપોર્ટ પણ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર જાણે આ તસવીરને લઇને હેટર્સ અને સપોર્ટર્સ વચ્ચે યુદ્ધ છેડાયું છે. આ અંગે જો કે, ફાતિમાએ કોઇ જવાબ નથી આપ્યો. કદાચ તેણે નેગેટિવ કોમેન્ટ્સ તરફ ધ્યાન પણ નહીં આપ્યું હોય.

ફાતિમા અને આમિર

ફાતિમા અને આમિર

ફાતિમા બોલિવૂડમાં આવી ત્યારથી વિવાદોમાં રહી છે. દંગલ બાદ તેના અને આમિરના અફેરની ચર્ચાઓ શરૂ થઇ હતી. આમિર ખાન ફાતિમાને કેરિયર સેટ કરવામાં હેલ્પ કરી રહ્યાં છે, બંન્ને અનેક વાર પબ્લિક પ્લેસ પર પણ સાથે જોવા મળ્યા છે. વળી ઠગ્સ ઓફ હિંદોસ્તાનમાં પણ આમિર સાથે સનાનું નામ ફાઇનલ થતાં આ અફવાઓને હવા મળી હતી.

ફાતિમાનો જવાબ

ફાતિમાનો જવાબ

પોતાના એક ઇન્ટરવ્યૂમાં ફાતિમાએ કહ્યું હતું, આમિર ખાન મારા ગુરૂ, ફ્રેન્ડ અને ગાઇડ છે. હું કોઇ પણ વિષય પર તેમની સાથે વાત કરી શકું છું. મને કોઇ વ્યક્તિ ગમે તો હું એ અંગે પણ આમિરની સલાહ લઉં છું. સાન્યા અને હું અમારી લવ-રિલેટેડ પ્રોબ્લેમ્સ લઇને આમિર પાસે જઇએ છીએ, તેઓ અમને સોલ્યુશન પણ આપે છે.

આમિરને કારણે મળી ઠગ્સ ઓફ હિંદોસ્તાન?

આમિરને કારણે મળી ઠગ્સ ઓફ હિંદોસ્તાન?

એવી પણ વાત આવી હતી કે, આદિત્ય ચોપરા ફિલ્મની હીરોઇનને લઇને દુવિધામાં હતા અને બીજા ઓડિશન કરવા માંગતા હતા. પરંતુ આમિરની ઇચ્છા હતી કે, ફાતિમા ફિલ્મની હીરોઇન બને. આથી તેમણે ફાતિમાના ઓડિશનનો ફોટો મીડિયામાં લિક કરી દીધો હતો. આ વાત કેટલી સાચી અને કેટલી નહીં, એ તો હવે ફાતિમા અને આમિર જ જાણે, પરંતુ ફાતિમા આ ફિલ્મ અંગે ખૂબ ઉત્સાહિત છે.

'ઠગ્સ..' અંગે ફાતિમા

'ઠગ્સ..' અંગે ફાતિમા

ફાતિમાએ આ ફિલ્મ અંગે કહ્યું હતું, આ ફિલ્મ બહુ મોટો પ્રોજેક્ટ છે. વિજય કૃષ્ણ આચાર્ય ડાયરેક્ટર છે, આદિત્ય ચોપરાની ફિલ્મ છે, આમિર ખાન અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ છે. આ ડ્રીમ કાસ્ટ છે. કોઇ પણ એક્ટર આ ફિલ્મનો ભાગ બનવા ઇચ્છશે. જો મને આ ફિલ્મમાં એક ખૂણામાં ઊભા રહેવાનો નાનકડો રોલ પણ મળ્યો હોત તો પણ મેં સ્વીકારી લીધો હોત.

સાન્યા મલ્હોત્રા અને ફાતિમા

સાન્યા મલ્હોત્રા અને ફાતિમા

કહેવાઇ રહ્યું હતું કે, આમિર અને ફાતિમાના અફેરની વાતોને હવા આપનારા લોકોમાં સાન્યા મલ્હોત્રાનું નામ પણ હતું. દંગલમાં આ બંન્ને એક્ટ્રેસે સાથે ડેબ્યૂ કર્યા બાદ બંન્ને એકબીજાની ખાસ ફ્રેન્ડ છે, બંન્ને હાલ આમિરને અસિસ્ટ કરી રહી છે, પરંતુ આમિરનું ધ્યાન ફાતિમાના કરિયર પર વધુ હોવાથી સાન્યા નારાજ હતી. આ કારણે ફાતિમા અને સાન્યા વચ્ચે ઝગડો પણ થયો હતો.

ફાતિમાનો સવાલ

ફાતિમાનો સવાલ

જો કે, આ અંગે ફાતિમાએ કંઇ અલગ જ વાત કરી છે. તેણે કહ્યું કે, આ કઇ રીતે થયું? એ લોકો કોણ છે અમારા બે વતી લડી રહ્યાં છે? અમે ખબર વાંચી ત્યારે ખૂબ હસ્યા હતા. હું હજુ પણ સાન્યાના કોન્ટેક્ટમાં છું અને અમે રોજ વાતો કરીએ છીએ.

English summary
Fatima Sana Shaikh looks smoking hot in a black bikini.
Please Wait while comments are loading...