અભિનય છોડી રાજનીતિમાં કેરિયર બનાવશે ફવાદ ખાન

Subscribe to Oneindia News

ફવાદ ખાન ભારત છોડીને પોતાના દેશ પાકિસ્તાન શું ગયા તેમને નવી નવી ઓફરો મળવાની શરુ થઇ ગઇ છે. અને આ વખતે તેમને કોઇ ફિલ્મની નહિ પરંતુ રાજનીતિમાં આવવાની ઓફર મળી છે. સૂત્રોની માનીએ તો ફવાદ ખાન પાકિસ્તાનની રાજનીતિમાં પગલા માંડી શકે છે.

fawad

સૂત્રો મુજબ ફવાદ ખાનને પૂર્વ ક્રિકેટર ઇમરાને ખાને તેમના પક્ષ તહરીક-એ-ઇંસાફમાં જોડાવા માટે સંપર્ક કર્યો છે. ઇમરાનનું માનવુ છે કે ફવાદ ખાનની લોકપ્રિયતા એટલી બધી છે કે તેમને ઘણા બધા મતો મળી શકે તેમ છે. એટલુ જ નહિ, ભારતમાં પાકિસ્તાની અભિનેતા પર પ્રતિબંધ લાગવાને કારણે લોકો તેમની સાથે પહેલાથી પણ વધુ સંવેદનશીલ રહેશે.

imran khan


હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ફવાદ ખાન ઇમરાનની આ ઓફરને સ્વીકારી લેશે કે નહિ. જો હા, તો શું રાજનીતિમાં આવ્યા બાદ ફવાદ અભિનય છોડી દેશે? તમને જણાવી દઇએ કે ઉરી હુમલા બાદ ફિલ્મ એ દિલ હે મુશ્કીલમાં કેમિયો કરવા પર ફવાદ ખાન સામે ઘણી બબાલ થઇ હતી. ત્યારબાદ ફવાદ ખાન ભારત છોડી પાકિસ્તાન જતા રહ્યા હતા.

English summary
Fawad Khan to enter in politics in Pakistan.
Please Wait while comments are loading...