ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે FBIના દરોડા, જાણો શું છે પુરો મામલો?

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે FBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ દરોડાની પુષ્ટિ કરી છે.

વોશિંગ્ટન : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે FBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ દરોડાની પુષ્ટિ કરી છે. પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું કે, એફબીઆઈએ સોમવારે ફ્લોરિડાના પામ બીચ સ્થિત તેમના ઘર પર દરોડા પાડ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે એફબીઆઈની રેડ

ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે એફબીઆઈની રેડ

અમેરિકી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા FBI એજન્ટોએ ટ્રમ્પના ઘરને ઘેરી લીધું છે અને ઘરની તપાસ કરવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે, મારું સુંદર ઘર, ફ્લોરિડાના પામ બીચ પર હાલમાં ઘેરાબંધી હેઠળ છે, એફબીઆઈ એજન્ટોના મોટા જૂથ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને તેના પર કબજો કરવામાં આવ્યો છે.

એફબીઆઈએ ઘરને કોર્ડન કર્યુ

એફબીઆઈએ ઘરને કોર્ડન કર્યુ

ટ્રમ્પે કહ્યું કે, આવો હુમલો માત્ર ગરીબ અને વિકાસશીલ દેશોમાં જ થાય છે. આ આપણા દેશ માટે ખરાબ સમય છે કારણ કે ફ્લોરિડાના પામ બીચમાં માર-એ-લાગો ખાતેના મારા સુંદર ઘરને FBI એજન્ટોના મોટા જૂથ દ્વારા કોર્ડન કરવામાં આવ્યું છે, દરોડા પાડવામાં આવ્યા છે અને કબજો લેવામાં આવ્યો છે. આ પહેલા અમેરિકાના કોઈપણ રાષ્ટ્રપતિ સાથે આવું કંઈ બન્યું નથી. તેમણે આરોપ લગાવ્યો કે આ ઉચ્ચ સ્તરે રાજકીય નિશાન બનાવવાનું કૃત્ય છે. હું મહાન અમેરિકન લોકો માટે લડતો રહીશ.

ટ્રમ્પે પોસ્ટ કરી જાણકારી આપી

ટ્રમ્પે પોસ્ટ કરી જાણકારી આપી

ટ્રમ્પના બે નજીકના મિત્રોએ ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું કે આ દરોડો કોઈ સૂચના વિના કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે FBI એજન્ટોએ માર-એ-લિગો પર દરોડા પાડ્યા ત્યારે ટ્રમ્પ પોતે ત્યાં ન હતા. ટ્રમ્પ હાલમાં ન્યુજર્સીમાં છે. ટ્રમ્પ એક કેસના સંબંધમાં ન્યૂજર્સી ગયા છે.

ટ્રમ્પ પર ટોળાને ઉશ્કેરવાનો આરોપ છે

ટ્રમ્પ પર ટોળાને ઉશ્કેરવાનો આરોપ છે

રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ જ્યારે ગત વર્ષે વ્હાઇટ હાઉસથી બહાર નીકળ્યા ત્યારે તેઓ પોતાની સાથે કેટલાક દસ્તાવેજો પણ લઈ ગયા હતા. જો કે, અત્યાર સુધી એફબીઆઈ દ્વારા આ આરોપની પુષ્ટિ કરવામાં આવી નથી. ટ્રમ્પ 6 જાન્યુઆરી 2021 ના ​​રોજ યુએસ સંસદ ભવન પર હુમલો કરનાર ટોળાને કથિત રીતે ઉશ્કેરવાના અન્ય કેસમાં પણ તપાસનો સામનો કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X