પત્રકારમાંથી અભિનેતા બનેલા આ એક્ટરનું નિધન, 500થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ
લોકપ્રિય મલયાલમ ફિલ્મ અભિનેતા નેદુમુડી વેણુનું નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા. તબિયત લથડ્યા બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તિરુવનંતપુરમ : લોકપ્રિય મલયાલમ ફિલ્મ અભિનેતા નેદુમુડી વેણુનું નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા. તબિયત લથડ્યા બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલતમાં સુધારો થયો ન હતો અને તેમણે સોમવારના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તાજેતરમાં તે કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયા હતા. જે બાદ તેમની તબિયત લથડી હતી.

નેદુમુડી વેણુની તબિયત રવિવારના રોજ વધુ લથડી હતી. તેમણે અસ્વસ્થતાની ફરિયાદ કરી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં આવ્યા બાદ તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારના રોજ તેમનું અવસાન થયું હતું. મલયાલમ, તમિલ, તેલુગુ ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોએ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
પત્રકારત્વમાંથી ફિલ્મોમાં આવ્યા હતા વેણુ
નેદુમુડી વેણુએ અભ્યાસ બાદ પત્રકારત્વમાં હાથ અજમાવ્યો. જે બાદ તેઓ થિયેટર અને ફિલ્મો તરફ આગળ વધ્યા હતા. નેદુમુડી વેણુએ 1978માં દિગ્દર્શક જી અરવિંદનની ફિલ્મ થંબુથી મોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. આ પછી તેણે પાછું વળીને જોયું નહીં અને તમામ પ્રકારની ભૂમિકાઓ ભજવી હતી. તેમને તેમના કામ માટે ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને છ રાજ્ય ફિલ્મ પુરસ્કારો મળ્યા હતા. વેણુએ 'ચૌરાહૈન' નામની અંગ્રેજી ફિલ્મમાં પણ કામ કર્યું છે.












Click it and Unblock the Notifications
