બૉક્સ ઑફિસ પર 'ગોલ્ડ'ની ધમાલ, બનાવ્યો આ રેકોર્ડ
હાલમાં અક્ષય કુમાર સાતમાં આસમા પર છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી તેમની ફિલ્મ 'ગોલ્ડ' બૉક્સ ઑફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે.
હાલમાં અક્ષય કુમાર સાતમાં આસમાન પર છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી તેમની ફિલ્મ 'ગોલ્ડ' બૉક્સ ઑફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. ઉપરાંત દરરોજ ફિલ્મ કોઈને કોઈ નવો રેકોર્ડ બનાવી રહી છે. ગોલ્ડે અક્ષય કુમારની જ ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો છે. ગોલ્ડ અક્ષય કુમારની પહેલા વીકેન્ડ પર અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. અત્યાર સુધી આ રેકોર્ડ તેમની ફિલ્મ 'સિંઘ ઈઝ બ્લિંગ'ના નામે હતો.

આ ફિલ્મ સાથે થઈ ટક્કર
અત્યાર સુધીમાં ફિલ્મે 71 કરોડથી પણ વધુનો બિઝનેસ કરી લીધો છે. જો કે આ ફિલ્મ પાસે 5 દિવસનો લાંબો વીક એન્ડ હતો જે અક્ષયની અન્ય ફિલ્મો પાસે ન હતો. જો કે આની સાથે જ 'ગોલ્ડ'ની 'સત્યમેવ જયતે' જેવી ફિલ્મો સાથે બૉક્સ ઑફિસ પર ટક્કર થઈ હતી. જણાવી દઈએ કે સત્યમેવ જયતે 15મી ઓગસ્ટે રિલીઝ થઈ હતી.

100 કરોડના ક્લબમાં કરશે એન્ટ્રી
ગોલ્ડની તાબડતોડ કમાણી જોતા લાગી રહ્યું છે કે ફિલ્મ 5 દિવસમાં દ 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લેશે. ફિલ્મ 'પેડમેન' બાદ અક્ષયનું આ ધમાકેદાર કમબેક છે તેમાં કોઈ શક નથી. 100 કરોડ ક્લબમાં સલમાન ખાનથી અક્ષય કુમાર માત્ર 5 ફિલ્મ જ દૂર છે. અહીં પહેલા વીક એન્ડમાં સૌથી વધુ કમાણી કરનાર અક્ષયની ફિલ્મ વિશે જાણો..

ગોલ્ડ
ગોલ્ડની પહેલા વીક એન્ડની કમાણી 71.30 કરોડ રૂપિયા છે.

સિંઘ ઈઝ બ્લિંગ
ગોલ્ડ પહેલા આ ખિતાબ સિંઘ ઈઝ બ્લિંગના નામે હતો. સિંઘ ઈઝ બ્લિંગે પહેલા ઓપનિંગ વક એન્ડમાં 54.44 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

હાઉસફુલ 3
53.31 કરોડની કમાણી સાથે હાઉસફુલ 3 ત્રીજા નંબર પર છે.

બ્રધર્સ
અક્ષય કુમારની ફિલ્મ બ્રધર્સે પહેલા વીક એન્ડમાં 52.08 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ટૉઇલેટ એક પ્રેમ કથા
ઓપનિંગ વીક એન્ડમાં ટૉઇલેટ એક કથાની કમાણી 1.45 કરોડ રૂપિયા હતા.

જૉલી એલએલબી 2
જૉલી એલએલબી 2 આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. આ ફિલ્મે પહેલા વીક એન્ડમાં 54.46 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

રુસ્તમ
અક્ષય કુમારની ફિલ્મ રુસ્તમે ઓપનિંગ વીક એન્ડમાં 5.42 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

રાઉડી રાઠોડ
48.05 કરોડના કલેક્સન સાથે ફિલ્મ રાઉડી રાઠોડ આઠમા નંબર પર રહી.

એરલિફ્ટ
પહેલા અઠવાડિયે એરલિફ્ટે બૉક્સ ઑફિસ પર 44.30 કરોડનું કલેક્શન કર્યું હતું.

બૉસ
જ્યારે અક્ષયની ફિલ્મ બૉસે પહેલા અઠવાડિયે 42.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
