ફિલ્મફેર એવોર્ડ્સના રેડ કાર્પેટ પર બોલિવૂડ હિરોઇન્સની ફેશન પરેડ

Written By:
Subscribe to Oneindia News

એવોર્ડ ફંક્શન્સમાં એક્ટર્સ અને ખાસ એક્ટ્રેસિસ વચ્ચે એવોર્ડ ઉપરાંત ફેશનની પણ હોડ ચાલતી હોય છે. બોલિવૂડ દિવાઝ મીડિયા સામે ભલે ગમે તે કહે, પણ સાચી વાત તો એ છે કે કંઇ કેટલાયે મહિનાઓ આગળથી એવોર્ડ ફંક્શનમાં શું પહેરવું એની ચર્ચાઓ ચાલુ થઇ જાય છે.

ફિલ્મફેર એવોર્ડ્સ બોલિવૂડના પ્રિસ્ટિજિયસ એવોર્ડ્સમાંના એક છે, એક્ટર્સની ફિલ્મો ભલે ચાલી હોય કે ન ચાલી હોય; પરંતુ ફિલ્મફેરમાં તેઓ પોતાનો મોસ્ટ ફેશનબલ લૂક બતાવવા રેડી હોય છે. રવિના ટંડન, પ્રીતિ ઝિંટાથી લઇને આલિયા ભટ્ટ સુધી કોણે કેવો કોસ્ટ્યૂમ પહેર્યો હતો એ જાણવા માટે આગળ વાંચતા રહો..

સોનમ કપૂર

સોનમ કપૂર

બોલિવૂડની ફેશન દિવા સોનમ કપૂર આ એવોર્ડ ફંક્શન માટે એલિ સાબના ગાઉન પર પસંદગી ઉતારી હતી. ઓફ વ્હાઇટ કલરનો સોનમનો શિમરી ગાઉન ભીડમાં અલગ તરી આવતો હતો, પરંતુ એલિગન્ટ નહોતો. આ વખતે ફરી એકવાર સોનમનો લૂક મજાકનું કેન્દ્ર બન્યો છે. ઓફ વ્હાઇટ ગાઉન, ઉપરના બર્ડ એમ્બિલિશમેન્ટ અને સાથે ડાર્ક લિપ્સ કેટલેક અંશે મિસમેચ થતા જણાયા.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

કરણ જોહરની ફેવરિટ સ્ડૂડન્ટ આલિયા ભટ્ટે વર્ષ 2016માં તો બોલિવૂડમાં ધૂમ મચાવી, પરંતુ રેડ કાર્પેટ પર તે ફેલ ગઇ. આલિયા ભટ્ટે પોતાના ફેલવિટ ડિઝાઇનરનું સુંદર લાઇટ પિંક ગાઉન પસંદ કર્યું હતું. પરંતુ તેની પ્લેન હેરસ્ટાયલ અને નો જ્વેલરી લૂકને કારણે તે ડલ દેખાતી હતી.

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા

તમન્નાના ભલે બોલિવૂડમાં કમાલ ન કરી શકી હોય પરંતુ તેનો ફિલ્મફેર લૂક ખરેખર વખાણવા લાયક હતો. મેટાલિક બ્લેક કરલરના ગાઉનમાં તે અત્યંત સિંદર લાગતી હતી. સ્મોકી આય અને ન્યૂડ લિપસ્ટિક સાથે તેણે પોતાના લૂકને વધુ ઇન્ટેન્સ બનાવ્યો હતો.

પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરાએ ફિલ્મફેર એવોર્ડ માટે પિંક પ્રિન્સેસ ગાઉન પસંદ કર્યું હતું અને તેણે મિનિમલ જ્વેલરી અને પરફેક્ટ હેરસ્ટાયલ સાથે લૂકને વધુ એલિગન્ટ બનાવ્યો હતો. પરિણીતીનું આ સ્ટ્રેપલેસ બો ગાઉન એવોર્ડ ફંક્શનમાં છવાઇ ગયું હતું.

જેકલિન ફર્નાન્ડિસ

જેકલિન ફર્નાન્ડિસ

જેકલિન ફિર્નાન્ડિસે રેડ કાર્પેટ માટે અલી યુનુસનું વન શોલ્ડર સ્લીવ ગાઉન પહેર્યું હતું. તેનું શિમરી ગાઉન અને સિલ્વર જ્વેલરી સાથે તે પરફેક્ટ બોલિવૂડ દિવા લાગતી હતી.

પૂજા હેગડે

પૂજા હેગડે

મોહેંજોદરોની હિરોઇન પૂજા હેગડેએ પણ રેડ કાર્પેટ માટે અલી યુનુસ પર પસંદગી ઉતારી હતી. પૂજા હેગડેએ સુંદર વેલ્વેટ બેલ્ક ગાઉન પહેર્યું હતું.

સૈયામી ખેર

સૈયામી ખેર

મિર્ઝયા ગર્લ સૈયામી ખેરે ઇન્ટરનેશનલ બ્રાન્ડ છોડી અમિત અગ્રવાલના સુંદર બ્લૂ ગાઉન પર પસંદગી ઉતારી હતી. તે આ સ્ટ્રેપલેસ ગાઉનમાં ખૂબ સુંદર લાગી રહી હતી.

કલ્કી કોચલિન

કલ્કી કોચલિન

કલ્કીનો સ્ટાયલ ફંડા પહેલેથી જ થોડો અલગ રહ્યો છે. તેણે ફિલ્મફેરમાં મેટાલિક બ્રોન્ઝ કલરનું હોલ્ટરનેક ગાઉન પહેર્યું હતું, જેની સાથે તેણે ડેલિકેટ જ્વેલરી સાથે કમ્પલિટ બનાવ્યો હતો. કલ્કીનો આ કમિંગ-ઓફ-ધ-એજ લીક ઘણાને ખૂબ પસંદ પડ્યો છે, તો ઘણાએ આ લૂકને વખોડ્યો છે.

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટા

વર્ષ 2016માં જ લગ્નગ્રંથિથી જોડાનાર પ્રીતિ ઝિંટા પોતાના પતિ જેને ગુડઇનફ સાથે જોવા મળી હતી. તે વન શોલ્ડર યલો ગાઉનમાં રેડ કાર્પેટ પર ખૂબ સુંદર લાગતી હતી.

શિલ્પા શેટ્ટી-શમિતા શેટ્ટી

શિલ્પા શેટ્ટી-શમિતા શેટ્ટી

શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટીએ ડિઝાઇનર મનિષ મલ્હોત્રાના ગાઉન પર પસંદગી ઉતારી હતી. શિલ્પાએ ડલ યલો કલરનું વન શોલ્ડર ગાઉન પસંદ કર્યું હતું, જ્યારે શમિતાએ રેડ ગાઉન પર પસંજગી ઉતારી હતી. આ એવોર્ડમાં ઘણાએ શિલ્પા શેટ્ટીના લૂકને ફ્લોપ ગણાવ્યો હતો.

મીરા રાજપૂત

મીરા રાજપૂત

આ વર્ષે ફિલ્મફેર એવોર્ડ દ્વારા મીરા રાજપૂતે એવોર્ડ ફંક્શનમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. મીરાનું લાઇટ પેસ્ટલ ગ્રીન ગાઉન સિમ્પલ છતાં એલિગન્ટ હતું.

ક્રિતિ સેનન

ક્રિતિ સેનન

ક્રિતિ સેનન ક્લાસિક ફ્રન્ટ કટ બ્લેક ગાઉનમાં જોવા મળી હતી, જેની સાથે તેણે ટિયારા પણ પહેર્યું હતું. ઘણાએ ક્રિતિના આ લૂકને વખાણ્યો હતો, તો ઘણાએ આને ફ્લોપ શો કીધો હતો.

રવિના ટંડન

રવિના ટંડન

રિવના ટંડન આ સુંદર યલો કલરના ગાઉનમાં જોવા મળી હતી, જેની સાથે તેણે ગ્રીન જ્વોલરી પહેરી હતી. રવિનાનો આ કોન્ટ્રાસ્ટ લૂક ખરેખર તેની પર્સનાલિટિને કોમ્પ્લિમેન્ટ આપતો હતો. ઘણાને રવિનાને આ ગાઉનમાં જોઇને 'ટીપ ટીપ બરસા પાની' સોન્ગની તેની યલો સાડી યાદ આવી ગઇ હોય તો નવાઇ નહીં.

English summary
See the red carpet pictures of filmfare awards 2017, red carpet look book.
Please Wait while comments are loading...