Photos: રેડ કાર્પેટ સિઝનની થઇ છે પરફેક્ટ શરૂઆત!
ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાયલ એવોર્ડ્સ 2017બોલિવૂડ સિતારાઓની રેડ કાર્પેટસિઝન શરૂતસવીરો જોવા તથા આગળની માહિતી માટે વધુ જાણો અહીં...
વધુ એક વર્ષ પૂરું થવા આવ્યું છે અને રેડ કાર્પેટ સિઝન ફરીથી શરૂ થનાર છે. શુક્રવારે ફિલ્મફેર સ્ટાયલ એન્ડ ગ્લેમર એવોર્ડ આયોજીત કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા અને સૌ સુપરસ્ટાયલિશ લાગી રહ્યા હતા. આ એવોર્ડ શોમાં રેખાથી માંડીને કરીના કપૂર અને હૃતિક રોશન સુધીના ઘણા મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા. તેમની તસવીરો જોઇને જ તમને આ વાત સમજાઇ જશે.

એશા ગુપ્તા
રેડ કાર્પેટ પર સૌથી સુંદર લાગી રહી હતી ઇશા ગુપ્તા. એણે ખૂબ હોટ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ જોઇને તમને પ્રિયંકા ચોપરા યાદ આવી હશે. ઇશા ગુપ્તા છેલ્લા ઘણા સમયથી પોતાના હોટ ફોટોઝને કારણે ચર્ચામાં રહી છે.

સોનમ કપૂર
સોનમ કપૂરને અહીં મોસ્ટ સ્ટાયલિશ સ્ટાર એન્ડ આયકોનનો એવોર્ડ મળ્યો હતો. બોલિવૂડની ફેશન દિવા સોનમ કપૂર અહીં ગોલ્ડન રંગના ગાઉનમાં અત્યંત સુંદર લાગી રહી હતી. સાથે જ તેણે સુંદર ટિયારા પણ પહેર્યા હતા.

કેટરિના કૈફ
કેટરિના કૈફને અહીં Trailblazer ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. તે જલ્દી જ ટાયગર ઝિંદા હેમાં જોવા મળનાર છે. કેટરિના કૈફ વન શોલ્ડર બ્લેક ગાઉનમાં જોવા મળી હતી.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ આ ફંક્શનમાં અત્યંત ક્યૂટ પિંક ગાઉનમાં જોવા મળી હતી. તેમે બેસ્ટ ડ્રેસ્ડ ફીમેલનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આલિયા ભટ્ટ ડ્રેસિંગના મામલે હંમેશા તેની સાથેની હિરોઇન્સ કરતા આગળ રહી છે.

હૉટસ્ટેપર ઑફ ઇયર
સ્ટાયલિશ જેકલિન ફર્નાન્ડિઝ અહીં ઓફ શોલ્ડર અને અત્યંત ફેશનેબલ વ્હાઇટ ગાઉનમાં જોવા મળી હતી. જેકલિન ફર્નાન્ડિઝ તેની સ્ટાય અને ડિફરન્ટ લૂક્સ માટે ખૂબ પોપ્યૂલર છે. તેને અહીં હૉટસ્ટેપર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
