Good News : રાજશ્રી ઓઝાની ફિલ્મ સાથે સુષ્મિતા કરશે કમબૅક

મુંબઈ, 10 ઑક્ટોબર : બ્રહ્માંડ સુંદરી પૂરા ત્રણ વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર કમબૅક કરવા તૈયાર છે. હાજી, અમે વાત કરીએ છીએ અભિનેત્રી સુષ્મિતા સેન વિશે. જાણવા મળે છે કે સુષ્મિતા સેન રાજશ્રી ઓઝાની ફિલ્મ સાથે કમબૅક કરી શકે છે, કારણ કે ફિલ્મની વાર્તા તેમને ગમી ગઈ છે.

સુષ્મિતાએ આ અગાઉ જણાવ્યુ હતું કે તેઓ સારી વાર્તાની રાહ જોઈ રહ્યાં છે અને તે મળતા જ કમબૅક કરશે. હવે તેમની પુત્રી અલીશા ત્રણ વર્ષની થઈ ગઈ છે અને તેઓ શાંતિથી ફિલ્મોમાં કામ કરી શકશે. સુષ્મિતાએ લગ્ન નથી કર્યાં, પણ તેઓએ બે દીકરીઓ દત્તક લીધી છે. તેમની નાની દીકરીનું નામ અલીશા છે કે જે હવે ત્રણ વર્ષની થઈ ચુકી છે.

સુષ્મિતા સેન છેલ્લે 2010માં નો પ્રોબ્લેમ ફિલ્મમાં દેખાયા હતાં. 1996માં મહેશ ભટ્ટની ફિલ્મ દસ્તક સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સુષ્મિતાએ ઝોર, સિર્ફ તુમ, બીવી નંબર વન, ક્યોંકિ મૈં ઝૂઠ નહીં બોલતા, હિન્દુસ્તાન કી કસમ, આંખેં, મૈં હૂં ના તથા મૈંને પ્યાર ક્યોં કિયા જેવી અનેક સારી ફિલ્મોમાં કામ કર્યું છે. મૈં હૂં ના તથા બીવી નંબર વન તો તેમની યાદગાર ફિલ્મો છે.

આવો તસવીરો સાથે જોઇએ-જાણીએ વધુ વિગતો :

ફૅન્સ માટે સારા

ફૅન્સ માટે સારા

સમાચાર બ્રહ્માંડ સુંદરી સુષ્મિતા સેનના ફૅન્સ માટે સારા સમાચાર છે કે તેમના પ્રિય અભિનેત્રી હવે જોરદાર કમબૅક કરવા જઈ રહ્યાં છે.

વસીમ સાથે જોડાયું નામ

વસીમ સાથે જોડાયું નામ

તાજેતરમાં જ સુષ્મિતાનું નામ ક્રિકેટર વસીમ અક્રમ સાથે જોડાયુ હતું. સુષ્મિતા સેને પોતાના લગ્ન અક્રમ સાથે થવાના વહેતા થયેલા સમાચારો સાંભળ્યા બાદ સૌપ્રથમ ટ્વિટ કર્યું - હાય, વસીમ સાથે મારા લગ્નના સમાચારો મેં વાંચ્યા. આ તદ્દન બકવાસ છે. આ સમાચારો દર્શાવે છે કે મીડિયા ક્યારેક-ક્યારેક કેટલું બિનજવાબદાર બની શકે છે.

પરફેક્ટ મૉમ

પરફેક્ટ મૉમ

સુષ્મિતા સેને બે પુત્રીઓ દત્તક લીધી છે કે જેમનું ઉછેર તેઓ કરી રહ્યાં છે. તેમની નાની દીકરીનું નામ અલીશા છે. તે ત્રણ વરસની થઈ ગઈ છે.

બ્રહ્માંડ સુંદરી

બ્રહ્માંડ સુંદરી

સુષ્મિતાએ 1994માં બ્રહ્માંડ સુંદરીનો ખિતાબ જીત્યો હતો. આ ખિતાબ જીતનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા હતાં.

દસ્તકથી નો પ્રોબ્લેમ

દસ્તકથી નો પ્રોબ્લેમ

સુષ્મિતા સેને 1996માં મહેશ ભટ્ટની ફિલ્મ દસ્તક દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું અને છેલ્લે 2010માં નો પ્રોબ્લેમ ફિલ્મમાં દેખાયા હતાં. આ દરમિયાન તેમણે જોર, સિર્ફ તુમ, બીવી નંબર વન, ક્યોંકિ મૈં ઝૂઠ નહીં બોલતા, હિન્દુસ્તાન કી કસમ, આંખેં, મૈં હૂં ના અને મૈંને પ્યાર ક્યોં કિયા જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X