રાધા ગીત અંગેનો વિવાદ પરાણે ઊભો કરાયેલ ઇશ્યુ
મુંબઈ, 5 નવેમ્બર : નિર્માતા-દિગ્દર્શક કરણ જૌહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર એટલે કે એસઓટીવાય યુવાઓને ખૂબ પસંદ આવી રહી છે. તેથી આ ફિલ્મના રાધા ગીતને લઈને ઊભા થયેલ વિવાદથી સૌથી વધુ નારાજ યુવાવર્ગ જ છે. આ ફિલ્મને ખૂબ જ પસંદકરનાર શાલિની ચતુર્વેદી, રીતેશ શ્રીવાસ્તવ, આદિત્ય ભટ્ટે ફેસપુક પર લખ્યું છે કે ફિલ્મના ગીતને લઈને જબર્દશ્તી ઇશ્યુ બનાવવામાં આવી રહ્યો છે કે જે ખૂબ ખોટું છે. કેટલાંક લોકોને વિવાદ ઊભો કરવાની આદત હોય છે, પરંતુ તેનાથી ફિલ્મને જ ફાયદો થશે.

આપને જણાવી દઇએ કે કરમ જૌહર અને તમની આખી એસઓટીવાય ટીમ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ ફિલ્મના નિર્માતા શાહરુખ અને તેમનાં પત્ની ગૌરી ખાન પણ છે. તેથી તે બંને વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. માહિતી મળે છે કે મુંબઈના મનીષ બિશ્નોઈએ અદાલતમાં અરજી દાખલ કરી છે કે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે ફિલ્મના એક ગીતમાં રાધાને સેક્સી કહેતાં લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. તેથી આ ફિલ્મની આખી ટીમ દિગ્દર્શક કરણ જૌહર, નિર્માતા શાહરુખ ખાન, ગૌરી ખાન, ધર્મા પ્રોડક્શન, ગાયક શ્રેયા ઘોષાલ, ઉદિત નારાયણ, કલાકાર આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, ઋષિ કપૂર, સંજય દત્ત, સોની મ્યુઝિક કમ્પની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવી જોઇએ. હાલ તો આ તમામ સામે કલમ 295એ, 120 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
