First Look: 'ભારત' અને સલમાન-કેટરીનાની શાનદાર જોડી

અલી અબ્બાસ ઝફરે પોતાની આવનારી ફિલ્મ ભારતની એક ફોટો શેર કરી છે. આ ફોટોમાં સલમાન ખાન અને કેટરિના કૈફ વાઘા બોર્ડર પર ઉભેલા જોવા મળી રહ્યા છે.

અલી અબ્બાસ ઝફરે પોતાની આવનારી ફિલ્મ ભારતની એક ફોટો શેર કરી છે. આ ફોટોમાં સલમાન ખાન અને કેટરિના કૈફ વાઘા બોર્ડર પર ઉભેલા જોવા મળી રહ્યા છે. નિર્દેશકે આ ફોટો ઘ્વારા જણાવી દીધું છે કે આ ફિલ્મ એક વ્યક્તિ અને દેશની કહાની છે કે કેવી રીતે બંને આગળ વધે છે. આ ફિલ્મમાં ભારત દેશના લગભગ 70 વર્ષને સમેટી લેવામાં આવ્યા છે.

આ ફોટો સાથે અલી અબ્બાસ ઝફરે ફિલ્મ માટે આતુરતા વધારી દીધી છે. આપને જણાવી દઈએ કે પહેલા આ ફિલ્મનું શૂટિંગ વાઘા બોર્ડર પર જ થવાનું હતું પરંતુ સુરક્ષા કારણોસર ત્યાં શૂટિંગ કરવા માટે પરમિશન નહીં મળી શકી. એટલા માટે લુધિયાણામાં ફિલ્મ માટે આખો સેટ તૈયાર કરવો પડ્યો. સલમાન ખાન અને કેટરિના કૈફ આ જગ્યા પર લગભગ 8 દિવસ સુધી શૂટિંગ કરશે.

આ પણ વાંચો: સાડીમાં સૌથી સેક્સી લાગે છે આ હિરોઈન, સલમાન પણ જોતો જ રહી ગયો

ભારત ફિલ્મમાં સલમાન ખાન, કેટરીના કેફ, દિશા પટણી, તબૂ, જેકી શ્રોફ, સુનીલ ગ્રોવર અને નોરા ફતેહ મહત્વના રોલમાં જોવા મળશે. ખાસ બાબત છે કે સલમાન ખાન અને અલી અબ્બાસ ઝફરની જોડીની આ હેટ્રિક ફિલ્મ છે. આ પહેલા બંને સુલતાન અને ટાઈગર ઝિંદા હૈ જેવી 300 કરોડની ફિલ્મ આપી ચુક્યા છે.

આવી હશે કહાની

આવી હશે કહાની

જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની કહાની પિતા અને પુત્ર પર આધારિત છે. 1947 ભારત-પાકિસ્તાન ભાગલા સમયે એક યુવાન પોતાના પિતાને કેટલાક વચનો આપે છે. ફિલ્મમાં પિતા અને પુત્ર વચ્ચે ઇમોશનલ બોન્ડિંગ બતાવવામાં આવશે.

1947 થી 2000 સુધી

1947 થી 2000 સુધી

ફિલ્મની વાર્તા 1947થી શરૂ થાય છે, જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડતા હોય છે અને હજારો પરિવાર છૂટાં પડી જતાં હોય છે. ફિલ્મની સફર 'ભારત(દેશ)' અને ભારત (સલમાન ખાન)ની છે. ફિલ્મની વાર્તા વર્ષ 2000 સુધી ચાલે છે. કેટરીના એક નર્સના રોલમાં જોવા મળશે, જેને ભારત સાથે પ્રેમ થઈ જાય છે.

5 લૂક્સમાં સલમાન ખાન

5 લૂક્સમાં સલમાન ખાન

અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં સલમાન ખાન 5 અલગ અલગ લૂક્સમાં દેખાશે. ફિલ્મની શરૂઆતમાં સલમાન ખાન સર્કસમાં ખતરનાક સ્ટંટ કરતા જોવા મળશે.

હિન્દી રીમેક

હિન્દી રીમેક

જણાવી દઈએ કે ફિલ્મ ભારત કોરિયન ફિલ્મ 'ode to my father'ની હિન્દી રીમેક છે. પરંતુ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે વાર્તામાં ઘણા બદલાવ કર્યા છે. અમુક બદલાવ સ્ટાર્સને ધ્યાનમાં રાખીને તો અમુક બદલાવ ઑડિયન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે.

ફિલ્મના કેરેક્ટર

ફિલ્મના કેરેક્ટર

જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં સલમાન ખાનના પિતા તરીકે જેકી શ્રોફ જોવા મળશે. સલમાનના બહેનનો રોલ તબૂ નિભાવશે, જ્યારે દિશા પટણી, કેટરીના કેફ અને નોરા ફતેહી અલગ-અલગ સમયે એન્ટ્રી લેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X