First Look: ટ્યૂબલાઇટમાં સલમાન સાથે ફાઇનલ છે આ ચીની અભિનેત્રી
કબીર ખાને આ ફિલ્મ માટે સલમાન ખાનની અપોઝિટ એક ક્યૂટ ચીની એક્ટ્રેસ પર પોતાની પસંદગી ઉતારી છે. આ ચીની અભિનેત્રીનું નામ છે Zhu Zhu. હાલ આ ફિલ્મનું શૂટિંગ લડ્ડાકમાં થઇ રહ્યું છે. અને ખુદ સલમાન ખાને જ પોતાની આ ક્યૂટ અને સુંદર અભિનેત્રીની તસવીર ઇંસ્ટ્રાગ્રામ પર મૂકી છે.
લડ્ડાકમાં શુટિંગ પહેલા આ અભિનેત્રીએ હિન્દી બોલવાની ટ્રેનિંગ પણ લીધી હતી. ત્યારે આ ફિલ્મ 2017માં ઇદના સમયે રિલિઝ થવાની છે. ત્યારે સલમાનની આ ફાઇનલ વાળી ચીની અભિનેત્રીની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

સલમાન ખાનની ક્યૂટ કો સ્ટાર
કબીર ખાનનું નિર્દેશન અને સલમાનનો સાથ, બોલીવૂડની તમામ મોટી હિરોઇન આ ગોલ્ડન તકની રાહ જોતી હોય છે પણ આ ગોલ્ડન તક મળી છે આ સુંદર ચીની અભિનેત્રીને જેનું નામ છે Zhu Zhu...

સિંગર+ અભિનેત્રી
એટલું જ નહીં Zhu Zhu એક આંતરાષ્ટ્રિય સ્ટાર છે. તે સુપરહિટ ચીની અભિનેત્રી હોવાની સાથે જ ગાયિકા પણ છે.

બોલીવૂડ કોલિંગ
વીજે તરીકે Zhu Zhu સારી એવી સફળતા મેળવી ચૂકી છે અને તેને અનેક ફિલ્મોની ઓફર પણ આવી ચૂકી છે. વળી તેને અનેક હિટ ફિલ્મ પણ કરી છે. જેના નામ છે - What Women Want, Shanghai Calling, Last Flight

સલમાન જેવું કુછ કુછ
એટલું જ નહીં Zhu Zhuને પણ સલમાન ખાનની જેમ ઘોડોથી ભારે લગાવ છે.

બોયફ્રેન્ડ
આ એક્ટ્રેસે ઇટાલિયન બિઝનેસમેન અને Gianni Agnelliના ગ્રાન્ડસનને ડેટ કરી ચૂકી છે. પણ હાલ તે સિંગલ છે. એટલે કે તમે તેનું નામ સલમાન ખાન સાથે જોડી શકો છો!

જીમ અને કસરતની શોખીન
એટલું જ નહીં Zhu Zhuને સલમાન ખાનની જેમ જ ફિટ રહેવું પસંદ છે. તે સ્વિમિંગ અને જીમ સાથે જ આઉટડોર એક્ટિવીટી કરવાનું પસંદ કરે છે.

સલમાન ખાન
ત્યારે સલમાન ખાન સાથે લીડ રોલ તરીકે Zhu Zhu 2017માં ટ્યૂબલાઇટ ફિલ્મ સાથે ટ્યૂબલાઇટની જેમ ચમકવાની છે!












Click it and Unblock the Notifications
