દીપિકા પાદુકોણ જેવુ ફિગર જોઈએ તો અભિનેત્રીના આ ખાસ ડાયેટ ચાર્ટને કરો ફોલો

Deepika Padukone Diet Chart: બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં તેની આગામી ફિલ્મ 'ફાઈટર'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના બે ગીતો રિલીઝ થયા છે અને બંને ગીતો ખૂબ જ પાવરફુલ છે જેમાં દીપિકા પાદુકોણનો હૉટ અને ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આજના સમયમાં છોકરીઓ દીપિકા પાદુકોણ જેવો લુક અને ફિગર મેળવવા માંગે છે. 2008માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી કરિયરની શરૂઆત કરનાર દીપિકા પાદુકોણે ઇન્ડસ્ટ્રીમાં 16 વર્ષનો લાંબો રસ્તો કાપ્યો છે. પરંતુ ફિટનેસના મામલે તે આજે પણ પહેલાની જેમ જ ફિટ દેખાય છે.

Deepika Padukone

દીપિકા પાદુકોણે પોતે કહ્યું હતું કે તે ખાવાની શોખીન છે. તેને આખો દિવસ કંઇક ને કંઇક ખાવાની ટેવ છે. આમ છતાં દીપિકા પોતાને એકદમ ફિટ અને હેલ્ધી રાખે છે. જો તમે પણ દીપિકા જેવું ફિગર મેળવવા ઈચ્છો છો તો તેના ડાયટ પ્લાન અને ફિટનેસ રૂટિનને ચોક્કસપણે ફોલો કરો.

ફિટનેસ ફ્રીક દીપિકા પાદુકોણ દિવસમાં 6 વખત ખાય છે. અભિનેત્રીએ પોતે કહ્યું છે કે તે 6 નાના-નાના મીલ્સ લે છે. દીપિકા પાદુકોણ તેના દિવસની શરૂઆત મધ અને લીંબુ ભેળવીને ગરમ પાણી પીને કરે છે. આ પછી, તે નાસ્તામાં 2 ઈંડા અને 2 બદામ સાથે 2 ઈડલી, સાદા ઢોસા અથવા ઉપમા ખાય છે. આ સિવાય અભિનેત્રી દરરોજ 1 કપ લો ફેટ દૂધ પણ પીવે છે.

દીપિકા પાદુકોણને લંચમાં ઘરે બનાવેલું સાદું ભોજન પસંદ છે. આ આહારમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. દીપિકા પાદુકોણ તેના લંચમાં દાળ, રોટલી અને શાક લે છે. આ સાથે તે લંચમાં દહીંનો પણ સમાવેશ કરે છે. પોતાની જાતને હાઈડ્રેટ રાખવા માટે, દીપિકા કુદરતી તાજા જ્યુસ, નારિયેળનું પાણી અને સ્મૂધી પીવાનું પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણનો સાંજનો નાસ્તો પણ એકદમ હેલ્ધી હોય છે. તે સાંજે બદામની સાથે અનેક પ્રકારના નટ્સનુ સેવન કરે છે. તે સાંજે કેટલાક ખાસ ફળો પણ ખાય છે. આ સિવાય તે સાંજે સાઉથની ફેમસ ફિલ્ટર કૉફી પીવાનું પસંદ કરે છે.

દીપિકા પાદુકોણે પોતે કહ્યું છે કે તે પોતાનું ડિનર એકદમ હળવું રાખે છે. ડિનર માટે, તે બે રોટલી, લીલા શાકભાજી અને સલાડ ખાય છે. દીપિકા રાત્રે 8 વાગ્યા પહેલા ડિનર કરી લે છે, ત્યારબાદ તેને વૉક કરવાનું ગમે છે.

દીપિકા પાદુકોણને મીઠાઈ ખાવાનો પણ શોખ છે પરંતુ પોતાને ફિટ રાખવા માટે તે મિઠાઈનું સેવન અલગ રીતે કરે છે. તેને ડેઝર્ટમાં ચોકલેટ ખાવાનું પસંદ છે. હેલ્ધી ડાયટની સાથે દીપિકા ઘણી કસરત પણ કરે છે. પોતાને ફિટ રાખવા માટે, દીપિકા પાદુકોણ દરરોજ યોગ અને પિલેટ્સ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X