ફિલ્મો-પ્રોડક્શન છોડી સાડી ડિઝાઇનર બન્યાં લારા દત્તા
મુંબઈ, 14 ઑક્ટોબર : આજકાલ ફિલ્મો છોડી રીયલ લાઇફમાં માતૃત્વનો આનંદ લેતા અભિનેત્રી લારા દત્તા અંગે ખાસ સમાચાર આવે છે કે તેઓ હવે ફિલ્મી કૅરિયર છોડી ડિઝાઇનર બની ગયાં. લારાએ એક જાણીતી સાડી બ્રાન્ડ સાથે ટાઇ-અપ કર્યું છે. હવે તેઓ સાડીઓ ડિઝાઇન કરશે. શક્ય છે કે ડિઝાઇન્ડ સાડીઓની મૉડેલિંગ તેમજ એડ પણ તેઓ જ કરે.

ભારતીય પરમ્પરાઓ તેમજ સભ્યતાને ધ્યાનમાં રાખી લારાએ સાડીઓ ડિઝાઇન કરી છે. તેનું ફીડબૅક મેળવવા લારા દત્તા બહુ આતુર છે. હાલ લારા દત્તા પોતાના નવા શોખ તથા પુત્રી સાયરામાં વ્યસ્ત છે. તેથી જ તેઓ ફિલ્મોમાં કમબૅક વિશે વિચારતા નથી. લારાએ જણાવ્યું કે તેઓ ફિલ્મોથી દૂર નથી, પણ હા, થોડાક સમય માટે બ્રેક લીધું છે, કારણ કે પુત્રી સાયરા હજી બહુ નાની છે.
નોંધનીય છે કે લારા દત્તા અને મહેશ ભૂપતિએ ફેબ્રુઆરી-2011માં લગ્ન કર્યાહતાં. ભૂપતિ સાથે મુલાકાત પહેલા લારા અને મૉડેલ કેલી દોરજી વચ્ચે સાત સુધી સંબંધો રહ્યા હતાં. લારા દત્તા પણ મહેશ ભૂપતિના બીજા પત્ની છે. ફિલ્મ અંદાજ સાથે બૉલીવુડ પ્રવેશ કરનાર લારાએ નો એન્ટ્રી, કાલ, પાર્ટનર, હાઉસફુલ જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. લારાએ ચલો દિલ્હી નામની ફિલ્મ પણ બનાવી છે કે જેમાં મહેશ ભૂપતિએ પૈસા રોક્યા હતાં.












Click it and Unblock the Notifications
