Freddy Review: થ્રીલર ફિલ્મમાં કાર્તિક આર્યનનો શાનદાર અભિનય, લોકોએ કહ્યુ - આને થિયેટરમાં રિલીઝ કરવાની હતી..
બૉલિવુડના હેન્ડસમ હંક કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ફ્રેડી' આખરે રિલીઝ થઈ ગઈ છે. અહીં જાણો તેના રિવ્યુ.
Freddy Review: બૉલિવુડના હેન્ડસમ હંક કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ફ્રેડી' આખરે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં અભિનેતાએ એક સાઈકોનુ પાત્ર ભજવ્યુ હતુ જે દિવસ દરમિયાન સારો દેખાય છે પરંતુ રાતે સાઈકો કિલર બની જાય છે. ફિલ્મમાં કાર્તિકને પહેલીવાર અલગ અવતારમાં બતાવવામાં આવ્યો છે. 'ભૂલ ભુલૈયા 2'ની જબરદસ્ત સફળતા બાદ દર્શકોમાં 'ફ્રેડી'ને લઈને ખૂબ જ ચર્ચા છે. આ ફિલ્મ થિયેટરોમાં નહિ પરંતુ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થઈ છે. કાર્તિકની સાથે આ ફિલ્મમાં અલાયા એફ પણ છે. રિલીઝ પછી લોકોએ તેનો રિવ્યૂ આપવાનુ શરૂ કર્યુ છે.

ફ્રેડી ફિલ્મ માટે કાર્તિકે જે મહેનત કરી છે તે ખરેખર ચાહકોના દિલ જીતવા માટે પૂરતી છે. ફિલ્મને દર્શકો તરફથી પણ સારા રિવ્યુ મળી રહ્યા છે. દરેક લોકો ફિલ્મમાં કાર્તિકના અભિનયને શાનદાર ગણાવી રહ્યા છે. આ સાથે ફિલ્મની વાર્તા પણ દર્શકોને પસંદ આવી રહી છે. ફિલ્મ જોયા બાદ રિવ્યુ આપતી વખતે દર્શકો કહે છે કે તેને ઓટીટી નહિ પણ થિયેટરોમાં રિલીઝ કરવી જોઈતી હતી. એક વ્યક્તિએ કહ્યુ કે તેણે કાર્તિકની 'ફ્રેડી'માંથી ઘણુ શીખ્યુ છે અને દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ.
આ વાર્તા 28 વર્ષના અંતર્મુખી ડૉ. ફ્રેડી ગીનવાલાની છે, જે ડેન્ટિસ્ટ છે. છેલ્લા પાંચ વર્ષથી ફ્રેડી મેટ્રિમોનિયલ વેબસાઈટ Meri Shaadi.com પર પોતાના માટે જીવનસાથી શોધી રહ્યો છે. પરંતુ ઘણા નિષ્ફળ પ્રયાસો અને પ્રેન્ક કૉલ છતા તે એક પરિણીત મહિલા કૈનાઝ ઈરાની (અલાયા એફ) સાથે પ્રેમમાં પડે છે. તે તેના દાંત કઢાવવા માટે ફ્રેડીના ક્લિનિકમાં જાય છે અને અહીંથી બંને એકબીજાની નજીક આવવા લાગે છે. આ પછી બંને પ્રેમમાં પડે છે. પરંતુ આ વાર્તામાં પ્રેમ, સ્નેહ, પ્રેમાળ ક્ષણો અને ગુપ્ત મુલાકાતો ઉપરાંત ઘણુ બધુ છે. બીજા હાફમાં પ્રેડિક્ટેબલ હોવા છતાં ફિલ્મ પણ તેની ગતિ જાળવી રાખવામાં સફળ થાય છે.
કાર્તિક આર્યન આ ફિલ્મ દ્વારા એવો પ્રયોગ કર્યો છે જે ક્યાંકને ક્યાંક જોખમ પણ હતુ એમ કહેવુ ખોટુ નહિ ગણાય. અભિનેતાએ પડકારરૂપ ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં કાર્તિકનુ પાત્ર ધમાકા જેવુ નથી. કાર્તિકનુ ફ્રેડીમાં પરિવર્તન ખરેખર પ્રશંસનીય છે. 14 કિલો વજન વધારવાથી લઈને અંતર્મુખની ભૂમિકા ભજવવા સુધી અભિનેતાએ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે. કાર્તિક આર્યનની ફ્રેડી પરવેઝ શેખે લખી છે. તે બાલાજી પિક્ચર્સ, NH સ્ટુડિયો અને નોર્ધન લાઈટ્સ ફિલ્મ્સ દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ પણ કરવામાં આવી છે. ફિલ્મમાં કાર્તિકની એક્ટિંગને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
