બ્રૂનો માર્સના વીડિયો માટે ન્યુડ થયા ફ્રિડા પિન્ટો
મુંબઈ, 17 ઑક્ટોબર : ભારતીય મૂળના બ્લૅક બ્યુટી ફ્રિડા પિંટો પોતાના સચોટ અભિનય માટે જાણીતા છે, પણ તાજેતરમાં રિલીઝ થયેલ વીડિયોમાં ફ્રિડાએ ખૂબ જ ગ્લૅમરસ અવતાર ધર્યો છે. આ વીડિયો જોઈ સૌ આશ્ચર્યમાં પડી ગયાં છે. અભિનેત્રી ફ્રિડા પિંટોએ અમેરિકા ગાયક બ્રૂનો માર્સના નવા મ્યુઝિક વીડિયોમાં પોતાના તમામ કપડા ઉતારી નાંખ્યા છે. એટલુ જ નહીં તેમણે બ્રૂનો સાથે અનેક ઇંટીમેટ સીન્સ પણ આપ્યાં છે.

સ્લમડૉગ મિલેનિયર, મિરાલ તથા ઇમમોર્ટલ્સ જેવી ફિલ્મોમાં અભિનય કરી આંતરરાષ્ટ્રીય સિનેમાનો ભાગ બની ચુકેલા અભિનેત્રી ફ્રિડા પિંટોના ફૅન્સની સંખ્યા બહોળી છે. તેથી તેમનો આવો ઉત્તેજક અંદાજ તેમની લોકપ્રિયતામાં વધારો કરી રહ્યો છે. તાજેતરમાં જ ફ્રિડા પિંટો ફેસબુક સાથે જોડાયા હતાં. તેમણે પોતાની વૉલ પર લખ્યુ હતું - મિતભાષી ગણાતી, ખાસ તો મીડિયા સામે ઓછી આવનાર ફ્રિડાને પ્રશંસકો સાથે સક્રિય સમ્પર્ક રાખતી જોવું સુખદ છે. તે બહુ ભાગ્યશાળી છે કે તેના આટલા વિવિધતાપૂર્ણ અનુભવો રહ્યાં છે કે લોકો તેના અંગે જાણવા માંગશે.












Click it and Unblock the Notifications
