2017માં પહેલીવાર સાથે જોવા મળશે આ સુંદર જોડીઓ

Written By:
Subscribe to Oneindia News

નવું વર્ષ શરૂ થઇ ચુક્યું છે અને સૌ કોઇ નવી ફિલ્મોની રાહ જોઇ રહ્યાં છે. 2016માં એકથી એક ચડિયાતી ફિલ્મો આવી, 2016નું વર્ષ દંગલની ધમાકેદાર શરૂઆત સાથે પૂરું થયું. 2016માં ઘણી નવી જોડીઓ પડદા પર જોવા મળી, જેમ કે સલમાન-અનુષ્કા, રણવીર-વાણી કપૂર, અર્જુન કપૂર-કરીના કપૂર વગેરે. નવા વર્ષમાં પણ ઘણી નવી જોડીઓ પડદા પર પહેલી વાર સાથે જોવા મળશે.

આ વર્ષે શાહરૂખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમાર પણ નવી હિરોઇન સાથે સ્ક્રિન શેર કરતાં જોવા મળશે. આમાં સૌથી વધુ ઇંતેજારી છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને સાથે જોવાની, આ વર્ષે ફાઇનલી આ બે સ્ટાર્સ સાથે સ્ક્રિન શેર કરતાં જોવા મળશે.

સલમાન ખાન-Zhu Zhu

સલમાન ખાન-Zhu Zhu

સલમાન ખાનની આગામી ફિલ્મ 'ટ્યૂબલાઇટ'માં સલમાન સાથે ચીન એક્ટ્રેસ Zhu Zhu જોવા મળશે. સલમાન ખાન અને Zhu Zhu ની જોડી લોકોને પસંદ પડશે કે કેમ એ તો ફિલ્મ રિલિઝ થયા બાદ જ જાણવા મળશે.

અહીં વાંચો-ના કેટરીના, ના ઉર્વશી, સલમાનની બર્થ ડે પાર્ટીમાં આ છવાઇ

શાહરૂખ ખાન-માહિરા ખાન

શાહરૂખ ખાન-માહિરા ખાન

શાહરૂખ ખાનની આગામી બહુચર્ચિત ફિલ્મ 'રઇસ'માં તેની સાથે પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન જોવા મળશે. ફિલ્મ હજુ રિલિઝ નથી થઇ, પરંતુ લોકોને આ જોડી ખાસી પસંદ આવી રહી છે.

અહીં વાંચો-કાબિલ Vs રઇસ: રિલિઝ પહેલાં જ યુદ્ધ શરૂ

અનુષ્કા શર્મા-દિલજીત દોસાંજ

અનુષ્કા શર્મા-દિલજીત દોસાંજ

2016માં 'ઉડતા પંજાબ'માં દિલજીત દોસાંજ અને કરીના કપૂર સાથે જોવા મળ્યા હતા. આ વર્ષે 'ફિલૌરી'માં દિલજીત સાથે અનુષ્કા શર્મા જોવા મળશે.

અહીં વાંચો-વિરાટ અને અનુષ્કાનું ઉત્તરાખંડ સાથે છે શું લવ કનેક્શન?

અક્ષય કુમાર-ભૂમિ પેડનેકર

અક્ષય કુમાર-ભૂમિ પેડનેકર

'ટૉયલેટ એક પ્રેમકથા' ફિલ્મમાં અક્ષય કુમાર ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે. આ ફિલ્મની હજુ સુધી આ એક જ તસવીર સામે આવી છે, જે અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. આ ફોટોમાં અક્ષય અને ભૂમિની જોડી ખરેખર ખૂબ સારી લાગી રહી છે.

અહીં વાંચો-ટ્વીંકલના કર્યા, અક્ષયને હૈયે વાગ્યાં, સલમાન-ટ્વીંકલ-અક્ષયનો ત્રિકોણ

આયુષ્માન ખુરાના-પરિણીતિ ચોપરા

આયુષ્માન ખુરાના-પરિણીતિ ચોપરા

યશ રાજ ફિલ્મસની 'મેરી પ્યારી બિંદૂ'માં આયુષ્માન ખુરાના અને પરિણીતિ ચોપરા સાથે જોવા મળશે. ગયા વર્ષે પરિણીતિની એક પણ ફિલ્મ રિલિઝ થઇ નથી, તે માત્ર વરુણ ધવન સાથે 'ઢિશૂમ'ના એક સોન્ગમાં જોવા મળી હતી.

હૃતિક રોશન-યામી ગૌતમ

હૃતિક રોશન-યામી ગૌતમ

ફિલ્મ 'કાબિલ'માં હૃતિક રોશન અને યામી ગૌતમની ફ્રેશ પેર જોવા મળશે. આ ફિલ્મ 25 જાન્યૂઆરીના રોજ રઇસ સાથે જ રિલિઝ થનાર છે.

રણબીર કપૂર-આલિયા ભટ્ટ

રણબીર કપૂર-આલિયા ભટ્ટ

આ વર્ષે અયાન મુખર્જીની ફિલ્મ ડ્રેગનમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. આલિયા ભટ્ટે બોલિવૂડમાં પગ મુક્યો ત્યારથી તેને રણબીર કપૂર સાથે કામ કરવાની ઇચ્છા છે, જે આખરે 2017માં પૂરી થવા જઇ રહી છે. આલિયા અને રણબીર બંન્ને ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.

શાહિદ કપૂર-કંગના રનૌત

શાહિદ કપૂર-કંગના રનૌત

આ વર્ષે રંગૂનમાં પહેલી વાર શાહિદ કપૂર અને કંગના રનૌત પહેલી વાર સ્ક્રિન શેર કરતા જોવા મળશે. આ જ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ કંગના રનૌત સાથે જોવા મળશે.

અર્જુન કપૂર-શ્રદ્ધા કપૂર

અર્જુન કપૂર-શ્રદ્ધા કપૂર

'હાફ ગર્લફ્રેન્ડ', જે ચેતન ભગતની નોવેલ પર આધારિત ફિલ્મ છે, તેમાં અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી પહેલી વાર દર્શકોને જોવા મળશે. આ પહેલાં ચેતન ભગતની જ અન્ય એક નોવેલ '2 સ્ટેટ્સ' પરથી બનાવવામાં આવેલી ફિલ્મમાં અર્જુન અને આલિયાની જોડી જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ રહી હતી.

સિદ્ધાર્થ મલ્હોત્રા-જેકલિન ફર્નાંડિસ

સિદ્ધાર્થ મલ્હોત્રા-જેકલિન ફર્નાંડિસ

સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની આગામી ફિલ્મ જેકલિન સાથે રોમાન્સ કરતો જોવા મળશે. વર્ષ 2016માં સિદ્ધાર્થ કેટરિના સાથે 'બાર બાર દેખો'માં જોવા મળ્યો હતો, જો કે ફિલ્મ લોકોને કંઇ ખાસ પસંદ નહોતી આવી. હવે તેની આગામી ફિલ્મમાં સિદ્ધાર્થ અને જેકલિનની જોડી લોકોને પસંદ પડે છે કે કેમ એ જોવાનું રહે છે

શાહિદ કપૂર-દીપિકા પાદુકોણ

શાહિદ કપૂર-દીપિકા પાદુકોણ

સંજય લીલી ભણસાલીની મહત્વાકાંક્ષી ફિલ્મ 'પદ્માવતી'માં લોકોને શાહિદ કપૂર અને દીપિકા પાદુકોણની જોડી જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ પણ છે, પરંતુ કહેવાઇ રહ્યું છે કે આ ફિલ્મમાં રણવીર અને દીપિકાના ખાસ સિન નથી. ફિલ્મમાં દીપિકા શાહિદ કપૂર સાથે જોડી જમાવતી જોવા મળશે.

English summary
Bollywood fresh pairs of 2017 which will loved by audience.
Please Wait while comments are loading...