એ દિલ હે મુશ્કીલ.. રિલીઝ ડેટથી રિલીઝ ડે સુધી.. મુશ્કેલીઓથી ઘેરાયેલી

Subscribe to Oneindia News

છેવટે બે મોટી ફિલ્મો જે ઘણા સમયથી સમાચારોમાં છવાયેલી હતી તે રિલીઝ થઇ જ ગઇ. એ દિલ હે મુશ્કીલ અને શિવાય બંને ફિલ્મ જ્યારથી અનાઉંસ થઇ છે ત્યારથી જ સમાચારોમાં છવાયેલી છે. છેવટે ઘણી કોંટ્રોવર્સી બાદ બંને ફિલ્મો રિલીઝ થઇ. હા, શિવાય જરુરથી કોંટ્રોવર્સીથી દૂર રહી પરંતુ કરણ જોહરની એ દિલ હે મુશ્કીલ હંમેશા મુશ્કીલોમાં રહી.

આવો, જોઇએ ફિલ્મ એ દિલ હે મુશ્કીલ સાથે જોડાયેલી કેટલીક કોંટ્રોવર્સી

આવો, જોઇએ ફિલ્મ એ દિલ હે મુશ્કીલ સાથે જોડાયેલી કેટલીક કોંટ્રોવર્સી

ચલો, ફિલ્મ રિલીઝ તો થઇ અને દર્શકોનો કેવો રિસ્પોંસ મળે છે તે હવે થોડા સમયમાં ખબર પડી જશે. કોંટ્રોવર્સી કોઇ પણ ડાયરેક્ટર માટે નવી વાત નથી હોતી. પરંતુ ફિલ્મના સમયે કોંટ્રોવર્સીથી ફિલ્મને ઘણી વાર નુકશાન થાય છે અને ઘણી વાર સારો એવો ફાયદો પણ થતો હોય છે.

રિલીઝ ડેટ

રિલીઝ ડેટ

ફિલ્મની રિલીઝ ડેટને લઇને સૌથી પહેલા તો કરણ જોહર અને અજય દેવગણ વચ્ચે વાત બગડી. અજય દેવગણે શિવાયની રિલીઝ ડેટ પહેલા અનાઉંસ કરી હતી અને તો પણ કરણ જોહરે એ દિલ હે મુશ્કીલની રિલીઝ ડેટ એ જ દિવસે રાખી.

ઐશ્વર્યા વિ. બચ્ચન

ઐશ્વર્યા વિ. બચ્ચન

ઐશ્વર્યા રાયે એ દિલ હે મુશ્કીલમાં જેટલા હોટ સીન આપ્યા છે એટલા તેણે પોતાની આખી કેરિયરમાં નથી આપ્યા. ત્યારબાદ રણબીર કપૂર સાથે હોટ ફોટોશૂટ. અને ત્યારબાદ સમાચારો મળ્યા કે આનાથી બચ્ચન પરિવાર નારાજ છે કારણકે એશ આ પ્રમાણેના સીન કરે તે તેમને જરા પણ મંજૂર નહોતુ.

સેંસર સર્ટિફિકેટ લીક

સેંસર સર્ટિફિકેટ લીક

એ દિલ હે મુશ્કીલના અમુક સીન પણ કાપી નાખી નાખવામાં આવ્યા અને ફિલ્મનું સેંસર સર્ટિફિકેટ પણ લીક થઇ ગયુ.

5 કરોડની ડીલ

5 કરોડની ડીલ

કરણ જોહર પાસે મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) ની વાત માનવા સિવાય કોઇ વિકલ્પ નહોતો. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી અને 5 કરોડ આર્મી માટે દાનમાં આપ્યા.

ફિલ્મનો બોયકોટ

ફિલ્મનો બોયકોટ

ફિલ્મને એક્ઝીબીટર્સે બોયકોટ કરી દીધી અને રિલીઝ કરવાની મનાઇ કરી દીધી ખાસ કરીને સિંગલ સ્ક્રીન થિયેટરોમાં. મનસેની સિનેમાઘરોમાં તોડફોડ કરવાની ધમકી અપાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ફવાદખાનનુ ફિલ્મમાં હોવુ

ફવાદખાનનુ ફિલ્મમાં હોવુ

વાસ્તવમાં ઉરી હુમલા બાદ ભારત-પાકના સંબંધોમાં તણાવ પેદા થયો અને ત્યારબાદ ફવાદ ખાનનું નિવેદન કે બોલીવુડ કોઇના બાપનું નથી આપવુ તેમને ભારે પડી ગયુ. ફવાદ ખાન પાછા જાઓના નારા બુલંદ થઇ ગયા.

પાક કલાકારો પર પ્રતિબંધ

પાક કલાકારો પર પ્રતિબંધ

પાકિસ્તાન કલાકરોને ઉરી હુમલા બાદ ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. ફિલ્મમાં ફવાદ ખાન હતા માટે વિરોધ તો થવાનો જ હતો.

કેઆરકે કાંડ

કેઆરકે કાંડ

અજય દેવગણે જેવી રીતે કેઆરકેનો વીડિયો મૂક્યો તેનાથી જાણવા મળ્યુ કે કરણ જોહરે શિવાય વિશે ખરાબ અને એ દિલ હે મુશ્કીલની પ્રશંસા કરવા માટે 25 લાખ આપ્યા હતા. જો કે આમાં કેટલી સચ્ચાઇ છે તે તો ખબર નહિ પરંતુ ફિલ્મ માટે તે નુકશાનદાયક જ રહ્યું.

English summary
From the beginning of the Ae dil hai mushkil many controversies was stick till its release, read the main controversy.
Please Wait while comments are loading...