જુઓ બૉલીવુડ ચહેરાઓની ફન્ની અદલા-બદલી!
મુંબઈ, 6 મે : ફોટોશોપ તથા અન્ય સૉફ્ટવૅર અચ્છા-અચ્છાના લુકને બદલી શકે છે, તો પછી સેલિબ્રિટીઓ ક્યાંથી બાકાત રહે. હૉલીવુડથી લઈ બૉલીવુડ હસ્તીઓ પણ ફોટોશોપની આવી કરામાતનો ભોગ બનતી રહે છે.
દાખલા તરીકે કિમ કાર્દશિયન તથા કૅન્યે વેસ્ટનું ફેસ સ્વૅપિંગ ખૂબ જ લોકપ્રિય અને જાણીતું છે, તો રાજકારણીઓના ચહેરાઓની પણ અદલા-બદલી કરાતી હોય છે કે તેમાં બરાક ઓબામાથી લઈ સોનિયા ગાંધી સુદ્ધાનો સમાવેશ થાય છે. બૉલીવુડમાં પણ અનેક જોડીઓના ચહેરાઓની અદલા-બદલી કરી ફન ઊભુ કરવામાં આવે છે. તેમાં રણબીર કપૂર અને કૅટરીના કૈફ, આમિર ખાન અને કિરણ રાવ, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન જેવી હસ્તીઓનો સમાવેશ થઈ જાય છે.
ચાલો આપને બતાવીએ ચહેરાઓની અદલા-બદલીની તસવીરી ઝલક :

રણબીર-કૅટ
ટુંકમાં જ પોતાના સંબંધને કોઈ નામ આપનાર બૉલીવુડની સૌથી ચર્ચિત જોડી રણબીર કપૂર અને કૅટરીના કૈફના ચહેરાઓની આ અદલા-બદલી ખૂબ જ હાસ્ય ઉપજાવનારી છે.

આમિર-કિરણ
ઇંટરનેટ ઉપર આમિર ખાન અને કિરણ રાવના ચહેરાઓની અદલા-બદલીની આ તસવીર ખૂબ ધૂમ મચાવી રહી છે.

અમિતાભ-જયા
અમેઝિંગ, અમિતાભ બચ્ચન લાંબા વાળ સાથે દેખાય છે, તો જયા બચ્ચન કોટ પહેરેલા છે.

ઐશ-અભિ
બૉલીવુડના આદર્શ કપલ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનું ફેસ સ્વૅપિંગ પણ લોકપ્રિય છે.

નીતૂ-ઋષિ
ઋષિ કપૂર અને નીતૂ સિંહના ચહેરાની આ અદલા-બદલી ખૂબ જ હાસ્યપ્રદ લાગે છે.

શબાના-જાવેદ
શબાના આઝમી અને જાવેદ અખ્તરના ચહેરાઓની આ અદલા-બદલી ખૂબ જ ચીવટતાપૂર્વક કરવામાં આવી હોય તેવુ લાગે છે.

શિલ્પા-રાજ
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ચહેરાઓની અદલા-બદલી વાળી આ તસવીર ખૂબ જ હાસ્ય ઉપજાવી જાય છે.

અધુના-ફરહાન
અધુના અખ્તર તથા ફરહાન અખ્તરનું ફની ફેસ સ્વૅપિંગ.

કરીના-સૈફ
સૈફ અલી ખાન અને કરીના કપૂરના ચહેરાઓની આ અદલા-બદલી પેટ પકડીને હસાવી જાય છે.

શાહરુખ-ગૌરી
શાહરુખ ખાન તથા ગૌરી ખાન પણ આમ દેખાઈ રહ્યાં છે ચેહરાઓ બદલ્યા બાદ.

જેનેલિયા-રીતેશ
આપણે રીતેશ દેશમુખને ફીમેલ રોલ કરતા જોયા છે, પરંતુ જેનેલિયા સાથે ચહેરાની અદલા-બદલીની આ તસવીર દિલ જીતી જાય તેવી છે.