For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગંગનમ સ્ટાઇલે તોડ્યો કોલાવેરી ડીનો રેકૉર્ડ

|
Google Oneindia Gujarati News

Gangnam Style
નવી દિલ્હી, 1 ઑક્ટોબર : પ્રથમ સમગ્ર ભારત અને પછી સમગ્ર વિશ્વમાં પસંદ કરાયેલ અને વખણાયેલ વીડિયો કોલાવેરી ડીનો રેકૉર્ડ ‘ગંગનમ સ્ટાઇલ'એ તોડી નાંખ્યો છે. ગંગનમ સ્ટાઇલ દક્ષિણ કોરિયાના લોકપ્રિય પૉપ ગાયક પર્ક જે સૅંગનું છે કે જેમણે ‘પીએસવાય' નામે પણ ઓળખવામાં આવે છે.

નોંધનીય છે કે દક્ષિણ ભારતીય અભિનેતા ધનુષ દ્વારા ગવાયેલ કોલાવેરી ડી ગીતને યૂટ્યુબ દ્વારા સમગ્ર દુનિયામાં ભારે લોકપ્રિયતા મળી હતી, પરંતુ ગંગનમ સ્ટાઇલે તેને ઘણું પાછળ મુકી દીધું છે. આ વીડિયો અત્યાર સુધી 32 કરોડ વાર જોવાઈ ચુક્યું છે.

પીએસવાયના આ ગીતને યૂટ્યુબ ઉપર અત્યાર સુધી લગભગ ચાર કરોડ લાઇક મળી ચુકી છે કે જે યૂટ્યુબના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર પ્રસિદ્ધ હસ્તીઓની લોકપ્રિયતા પર નજર રાખનાર સાઇટ ફેમકાઉંટના જણાવ્યા મુજબ આ ગીતને મળેલ લાઇકે ગિનીઝ બુકનો વિશ્વ રેકૉર્ડ તોડી નાંખ્યો છે.

ંગમન સ્ટાઇલ લોકપ્રિયતાની બાબતમાં જસ્ટિન બીબરના વીડિયો કરતાં પણ આગળ નિકળી ગયું છે.

ગંગમન સ્ટાઇલ વીડિયો યૂટ્યુબ ઉપર છેલ્લા એક માસમાં 320,924,565 વાર જોવાઈ ચુક્યું છે કે જે આ જ સમયગાળામાં જસ્ટિન બીબરના ગીત કરતાં ત્રણ ગણું છે. આ વીડિયો ગત 15મી જુલાઈએ યૂટ્યુબ ઉપર લૉન્ચ કરવામાં આવ્યુ હતું અને હવે તે વિશ્વ રેકૉર્ડ તોડી અમેરિકી બિલબોર્ડ હૉટ 100 તેમજ બ્રિટેનના સિંગલ ચાર્ટ પર ટોચે છે.

English summary
Gangnam Style' breaks the record of 'Kolawari Di' and all music videos of the world. It created a history on you tube.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X